1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

લોકસભા ચૂંટણીઃ સામ પિત્રોડાએ વારસાગત ટેક્સની માંગણી કરતા રાજકારણ ગરમાયું

નવી દિલ્હીઃ ભારતમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. જેથી રાજકીય પક્ષોમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર ચાલી રહ્યો છે. જ્યારે કોંગ્રેસ દેશની સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી પર અમીરોમાં રસ ધરાવતી પાર્ટી હોવાનો આરોપ કરી રહી છે. બીજી તરફ ભાજપ પણ વંશવાદના મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરી રહ્યું છે. દરમિયાન ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ પ્રોપર્ટીની […]

તેજ પ્રતાપ નહીં, હવે ખુદ અખિલેશ લડી શકે છે યૂપીની કન્નૌજ બેઠક પરથી ચૂંટણી

સમાજવાદી પાર્ટીએ ઉમેદવારોની જે યાદી જાહેર કરી છે તેમાં કન્નૌજ બેઠક પરથી તેજ પ્રતાપ યાદવનું નામ છે..પરંતુ આ બેઠક પરથી તેમના સ્થાને હવે ખુદ અખિલેશ ચૂંટણી લડે તેવી શક્યતા છે. કારણ કે સમાજવાદી પાર્ટીનું કન્નૌજનું સ્થાનિક એકમ અખિલેશને આ બેઠક પરથી ચૂંટણી લડવા માટે અનુરોધ કરી રહ્યું છે. સમાજવાદી પાર્ટીએ કન્નૌજથી તેમના પરિવારના સભ્ય અને […]

ત્રણ મહિનામાં ઈન્ટરનેટ સબસ્ક્રાઈબર્સમાં 1.96 ટકાનો વધારો થયોઃ ટ્રાઈ રિપોર્ટ

નવી દિલ્હીઃ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ 31 ડિસેમ્બર, 2023 ના રોજ પૂરા થતા ક્વાર્ટર માટે “ભારતીય ટેલિકોમ સર્વિસિસ પર્ફોર્મન્સ ઈન્ડિકેટર રિપોર્ટ” બહાર પાડ્યો. રિપોર્ટમાં ઈન્ટરનેટ સબ્સ્ક્રાઈબર્સની કુલ સંખ્યામાં વધારો દર્શાવવામાં આવ્યો છે, જે સપ્ટેમ્બર 2023 માં 918.19 મિલિયન હતો. ડિસેમ્બર 2023 માં 936.16 મિલિયન થઈ, જે 1.96% ની ત્રિમાસિક વૃદ્ધિ દર્શાવે છે. […]

પાકિસ્તાનના મિત્ર અઝરબૈજાનએ ભારત, ફ્રાંસ અને ગ્રીસ સામે રોષ વ્યક્ત કર્યો

નવી દિલ્હીઃ ભારત અને આર્મેનિયા વચ્ચે સંબંધ સતત વધી રહ્યાં છે. ભારત આર્મેનિયાને હથિયારો સપ્લાય કરે છે, જેના પરિણામે આર્મેનિયાનું કટ્ટર દુશ્મ અઝરબૈજાન ફ્રાંસ, ગ્રીસ અને ભારત સામે રોષ વ્યક્ત કર્યો છે. અઝરબૈજાન પાકિસ્તાનનું મિત્ર છે જે કાશ્મીરના મુદ્દે પાકિસ્તાનને સમર્થન આપે છે. જ્યારે આર્મેનિયા કાશ્મીર મુદ્દે સતત ભારતને સમર્થન આપી રહ્યું છે. અઝરબૈજાનના રાષ્ટ્રપતિ […]

લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં ફ્લાઈંગ સ્કવોર્ડસ દ્વારા અત્યાર સુધી 122 કરોડની મતા જપ્ત કરાઈ

અમદાવાદઃ દેશમાં સાત તબક્કામાં લોકસભા ચૂંટણીમાં યોજાવાની છે. પ્રથમ તબક્કામાં 102 બેઠક ઉપર મતદાન પૂર્ણ થયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ મતદાન યોજાશે. ચૂંટણીમાં રોકડ અને દારૂ સહિતની વસ્તુઓની હેરાફેરીને અટકાવવા માટે ચૂંટણીપંચ દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ચૂંટણીપંચના માર્ગદર્શન હેઠલ ફ્લાઈંગ સ્કવોર્ડસ દ્વારા રૂ. 121.65 કરોડની મતા જપ્ત કરવામાં આવી […]

લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં આશરે પાંચ કરોડ મતદારો કરી શકશે મતાધિકારનો ઉપયોગ

ગાંધીનગરઃ લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ગુજરાતમાં 7 મેના રોજ મતદાન યોજવા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની વિગતો આપતા મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે 15 માર્ચ 2024 સુધીમાં અરજી કરનાર તમામ નાગરિકોને EPIC કાર્ડનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. જો EPIC […]

અનેક સેલિબ્રિટીઝ ટ્રેન્ડ સાથે તાલમેલ રાખવા માટે કપડાં ખરીદવાને બદલે ભાડે લે છેઃ આયુષ્યમાન ખુરાના

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર્સ પોતાના લુકને લઈને ખૂબ જ ગંભીર હોય છે. તે પોતાના મેક-અપ અને ડ્રેસનું ખાસ ધ્યાન રાખે છે. આકર્ષક દેખાવા માટે તેઓ હંમેશા કંઈક નવું કરતા રહે છે. મોટા ભાગના અભિનેતાઓ કે અભિનેત્રીઓ ડ્રેસ પહેર્યા પછી ફરીથી પહેરતા નથી. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, અભિનેતા આયુષ્માન ખુરાનાએ બોલિવૂડમાં ભાડે લેવાના ટ્રેન્ડ વિશે વાત કરી હતી. […]

શું સ્માર્ટફોનમાં 5G નેટવર્કની સમસ્યા છે? સારી કનેક્ટિવિટી માટે આ ઉપાયો અપનાવો

સ્માર્ટફોનમાં મોટા અપડેટ્સ સાથે, લોકોને ઘણા નવા ફીચર્સ મળી રહ્યા છે. બીજી તરફ, 5G નેટવર્ક આવ્યા બાદ સ્માર્ટફોનની સ્પીડ ઘણી વધી ગઈ છે. જો કે, 5G નેટવર્કનું વિસ્તરણ હજુ પણ ચાલુ છે. આવી સ્થિતિમાં ઘણા લોકોને યોગ્ય 5G સ્પીડ મળતી નથી. જો તમે પણ તમારા સ્માર્ટફોનમાં 5G નેટવર્કની સમસ્યાથી પરેશાન છો, તો અપનાવો આ ટીપ્સ. […]

અમદાવાદમાં મતદાનના દિવસે અસહ્ય ગરમીને લીધે તમામ બુથ પર મેડિકલ ટીમ પણ હાજર રહેશે

અમદાવાદઃ ગુજરાતમાં આગામી 7મી મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાશે. મતદાનના દિવસે તાપમાનનો પારો 43થી 44 ડિગ્રી રહેવાની શક્યતા છે. ચૂંટણી પંચ દ્વારા વધુને વધુ મતદાન થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બપોરના ટાણે મતદાનને ગરમીને લીધે અસર પડશે. એટલે સવારે 10 વાગ્યા સુધીમાં વધુ મતદાન થાય તે જરૂરી છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પણ […]

સુરતમાં કોંગ્રેસના કાર્યકરોએ નિલેશ કુંભાણીના ઘરે કર્યો હોબાળો, કૂંભાણી ભાજપમાં જોડાવાની શક્યતા

સુરતઃ લોકસભાની સુરત બેઠક પર ભાજપે રણનીતિ મુજબ બીન હરિફ જીત મેળવી લીધી છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતાં મોટો રાજકીય ડ્રામા સર્જાયો હતો. નિલેશ કુંભાણી અને તેના ડમી ઉમેદવાર સુરેશ પડશાળાનું ફોર્મ રદ થયા બાદ અપક્ષ સહિત નાની પાર્ટીના 8 ઉમેદવારે પણ ફોર્મ પાછાં ખેંચ્યાં હતાં. કહેવાય છે. કે, નિલેશ કુંભાણીએ, કોંગ્રેસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code