1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

બિહાર ચૂંટણીઃ JDUએ વધુ 44 ઉમેદવારોના નામ જાહેર, 4 મુસ્લિમ નેતાઓને ફાળવી ટીકીટ

પટનાઃ બિહાર વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન જનતા દળ યુનાઈટેડ (જેડીયુ)એ 44 ઉમેદવારોના નામ સાથે બીજી યાદી જાહેર કરી છે. આમ ત્યાર સુધીમાં જેડીયુએ 101 ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. કેબિનેટ મંત્રી બિજેન્દ્ર પ્રસાદ યાદવને સુપૌલથી ટીકીટ ફાળવવામાં આવી છે. આ બીજી યાદીમાં […]

“ચોથી પત્નીને 30000નું ભરણ-પોષણ આપો”: રામપુરના MP મોહિબુલ્લા નદવીને HCનો આદેશ

. સમાજવાદી પાર્ટીના સાંસદને અલ્હાબાદ હાઈકોર્ટનો ઝાટકો . આગ્રા ફેમિલી કોર્ટના આદેશને રદ્દ કરવા માટે કરાઈ હતી અરજી . 2020માં ચોથી પત્ની રુમાના પરવીને દાખલ કર્યો હતો કેસ રામપુર: કૌટુંબિક વિવાદના કેસમાં ઉત્તરપ્રદેશની અલ્હાબાદ હાઈકોર્ટે રામપુરના સાંસદ મોહબુલ્લા નદવીને કડક આદેશ આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે ચોથી પત્ની રુમાના નદવીને વચગાળાની વ્યવસ્થાના રૂપમાં દર […]

બિહાર ચૂંટણીઃ ભાજપાએ 11 ઉમેદવારોના નામ જાહેર કર્યાં

પટણાઃ બિહારમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. આજે સવારે એનડીએના ઘટકદળ જેડીયુએ ઉમેદવારોના નામની જાહેરાત કર્યાના ગમતરીના કલાકો બાદ જ ભાજપાએ ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરી છે. ભાજપાએ બીજી યાદીમાં 12 ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. જેમાં લોકગાયીકા મૈથિલી ઠાકુર અને આઈપીએસ અધિકારી આંનંદ મિશ્રાનો પણ સમાવેશ થાય છે. મૈથિલી લાંબા સમયથી ભાજપના […]

બિહાર: NDA માં બેઠકોની વહેંચણીને લઈને ખેંચતાણ, ચિરાગ પાસવાનને મનાવવાના BJP ના પ્રયાસો

પટનાઃ બિહાર વિધાનસભાની આવનારી ચૂંટણી પહેલા એનડીએમાં બેઠક વહેંચણીને લઈને મતભેદો ઊભા થયા છે. મોડીરાત્રિ સુધી આ મુદ્દે બેઠકો ચાલી હતી. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રિય ગૃહરાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે દિવસ દરમિયાન બે વખત લોક જનશક્તિ પાર્ટી (લોજપા)ના અધ્યક્ષ ચિરાગ પાસવાનના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી. ત્યારબાદ રાત્રે ભાજપના બિહાર પ્રભારી અને કેન્દ્રિય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન […]

બિહાર ચૂંટણીમાં સી.આર.પાટીલને ભાજપાએ સોંપી મહત્વની જવાબદારી

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી જીતવા માટે રણનીતિ  બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ બિહારમાં જીત માટે ગુજરાતના સાંસદ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ, ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને ધર્મેન્દ્ર પ્રધાનને મહત્વની જવાબદારી સોંપી છે. બિહારમાં ભાજપના ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રભારી, સહ […]

બિહારમાં બે તબક્કામાં યોજાશે વિધાનસભાની ચૂંટણી, 14મી નવેમ્બરે મતગણતરી

નવી દિલ્હીઃ બિહારમાં છેલ્લા કેટલાક સમયથી વિધાનસભાની ચૂંટણીને લઈને આતુરતાથી રાહ જોવાઈ રહી હતી.દરમિયાન આજે આ આતુરતાનો અંત આવ્યો છે. વિધાનસભાની ચૂંટણીની ચૂંટણીપંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. વિધાનસભાની 243 બેઠકો માટે બે તબક્કામાં તા. 6 નવેમ્બર અને 11 નવેમ્બરના રોજ મતદાન યોજાશે. તેમજ 14મી નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે […]

આમ આદમી પાર્ટીએ રાજ્યસભા ચૂંટણી માટે રાજિન્દર ગુપ્તાને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીએ રાજ્યસભા ચૂંટણી માટે રાજિન્દર ગુપ્તાને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. એવી અટકળો ચાલી રહી હતી કે અરવિંદ કેજરીવાલને પંજાબમાંથી રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવી શકે છે. જોકે, પાર્ટીએ આ અફવાઓને નકારી કાઢી હતી. હાલમાં રાજિન્દર ગુપ્તાને નોમિનેટ કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીએ તેના સત્તાવાર ‘X’ એકાઉન્ટ પર જાહેરાત કરી […]

મારી ઓળખ કેસરી ખેસ અને કાર્યકરો જ છેઃ જગદીશ પંચાલ

અમદાવાદ: ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ (વિશ્વકર્મા)એ આજે પદભાર સંભાળીને કાર્યકરોને સંબોધિત કર્યા હતા. તેમણે પક્ષ દ્વારા સોંપાયેલી જવાબદારી બદલ સંગઠનનો આભાર વ્યક્ત કર્યો અને બૂથ સ્તરના કાર્યકરોને પ્રમુખ બનાવવાની પરંપરાને બિરદાવી હતી. પંચાલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, “મને જે જવાબદારી આપી છે, તે બદલ તમામને હું વંદન કરું છું.” તેમણે પૂર્વ પ્રદેશ […]

હવે કાર્યકર્તા તરીકે જગદીશ પંચાલના નેતૃત્વમાં કામ કરીશ: સી.આર.પાટીલ

ગાંધીનગરઃ કમલમ ખાતે ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલના પદગ્રહણ સમારોહ દરમિયાન નિવર્તમાન પ્રમુખ સી.આર. પાટીલે ભાવુક અને પ્રેરક સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, *“સવા પાંચ વર્ષ પહેલાં મને મળેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી છે. હવે હું એક કાર્યકર્તા તરીકે જગદીશ પંચાલના નેતૃત્વ હેઠળ કામ કરીશ.” પાટીલે પોતાના વક્તવ્ય દરમિયાન ભારપૂર્વક કહ્યું કે, “અશ્વમેઘના […]

જગદીશ પંચાલ બન્યા ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ

અમદાવાદ: ગુજરાત ભાજપને આજે નવા સુકાની મળ્યા છે. રાજ્યના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા)ને ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આજે શનિવારે સવારે કમલમ્ ખાતે ભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો હતો. જગદીશ પંચાલ પોતાના સમર્થકોની રેલી સાથે ઢોલ-નગારા વચ્ચે કમલમ્ પહોંચ્યા હતા, જ્યાં કાર્યકરોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. બાદમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code