1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

રેખા ગુપ્તા સાથે દિલ્હી કેબિનેટના 6 મંત્રીઓ પણ શપથ લેશે

નવી દિલ્હીઃ આજે રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે. દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તા આજે એટલે કે 20 ફેબ્રુઆરીએ શપથ લેશે. રામલીલા મેદાનમાં તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. હવે પ્રશ્ન એ છે કે રેખા ગુપ્તા સાથે બીજું કોણ શપથ લેશે. તેની સંપૂર્ણ યાદી પણ જાહેર કરવામાં આવી છે. તો રેખા ગુપ્તા સાથે દિલ્હી કેબિનેટના 6 […]

રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે, આજે મુખ્યમંત્રી પદના શપથ લેશે

નવી દિલ્હીઃ દિલ્હીના નવા મુખ્યમંત્રી પદ અંગેની અનિશ્ચિતતાનો અંત આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ દિલ્હી રાજ્ય મુખ્યાલયમાં શાલીમાર બાગના ધારાસભ્ય રેખા ગુપ્તાના મુખ્યમંત્રી પદ માટે નામની જાહેરાત કરી છે. રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે. તેઓ ટૂંક સમયમાં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. તેઓ 20 ફેબ્રુઆરીએ દિલ્હીના રામલીલા મેદાનમાં પદ અને […]

પ.બંગાળ વિધાનસભાના બજેટ સત્રમાંથી વિરોધ પક્ષના નેતા સહિત BJPના 4 MLAને સસ્પેન્ડ કરાયાં

કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ત્રણ અન્ય ધારાસભ્યોને સોમવારે ગૃહમાં કથિત રીતે અયોગ્ય વર્તન કરવા બદલ સ્પીકરે બજેટ સત્રમાંથી સસ્પેન્ડ કર્યા હતા. વિધાનસભા અધ્યક્ષ બિમન બેનર્જીએ સુવેન્દુ અધિકારી, અગ્નિમિત્ર પાલ, બંકિમ ઘોષ અને વિશ્વનાથ કાર્કને પશ્ચિમ બંગાળ વિધાનસભામાંથી આ સત્રના અંત સુધી અથવા 30 દિવસ માટે, […]

ચીન આપણુ દુશ્મન ન હોવાના સેમ પિત્રોડાના નિવેદનથી વિવાદ સર્જાયો

નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાહુલ ગાંધીના નજીકના મનાતા સેમ પિત્રોડાએ એક મોટો દાવો કરીને નવો વિવાદ ઉભો કર્યો છે. સેમ પિત્રોડાએ કહ્યું છે કે ચીન તરફથી ખતરો ઘણીવાર અતિશયોક્તિપૂર્ણ હોય છે. તેમનું કહેવું છે કે ભારતે ચીનને પોતાનો દુશ્મન માનવું બંધ કરવું જોઈએ. પિત્રોડાએ કહ્યું કે હવે સમય આવી ગયો છે કે આપણે […]

દિલ્હીમાં ભાજપાની ધારાસભ્ય દળની બેઠક હવે મંગળવારે યોજાશે

નવી દિલ્હીઃ દિલ્હીના લોકોને નવા મુખ્યમંત્રી માટે વધુ રાહ જોવી પડશે. ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યોની આજે (સોમવારે) યોજાનારી બેઠક મુલતવી રાખવામાં આવી હતી. આ બેઠકમાં ધારાસભ્યો તેમના નેતાની પસંદગી કરશે અને તેઓ દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે. ભાજપના ધારાસભ્યોની બેઠક હવે મંગળવારે યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સોમવારે પ્રસ્તાવિત ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક હાલ પૂરતી મુલતવી […]

ડ્રોન ક્રાંતિને સમજવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિષ્ફળ રહ્યાનો રાહુલ ગાંધીએ કર્યો આક્ષેપ

નવી દિલ્હી:  વર્તમાન સમયમાં યુદ્ધ ક્ષેત્રો અને અન્ય સ્થળોએ ડ્રોનની ઉપયોગિતાનો ઉલ્લેખ કરતા, લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ડ્રોન “ક્રાંતિ” ને સમજવામાં નિષ્ફળ ગયા છે. કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખે તેમની યુટ્યુબ ચેનલ પર ડ્રોન અને સંબંધિત ટેકનોલોજી પર એક વીડિયો અપલોડ કર્યો છે. […]

મહાકુંભમાં શ્રદ્ધાળુઓની પડી રહેલી અસુવિધાઓ મામલે અખિલેશ યાદવે સરકાર ઉપર કર્યાં આકરા પ્રહાર

લખનૌ: સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે બુધવારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર પ્રયાગરાજ પહોંચવામાં શ્રદ્ધાળુઓને પડી રહેલી અસુવિધા અંગે પ્રહારો કર્યા હતા, તેમજ કહ્યું કે શું રેલ મંત્રીએ 144 વર્ષ પછી મહાકુંભ માટે ત્રણ હજાર વિશેષ ટ્રેનો ચલાવવાનું વચન આપ્યું હતું? સમાજવાદી પાર્ટીના વડાએ […]

દિલ્હીની જનતાએ જુઠ, કપટ અને ભ્રષ્ટાચારના શીશમહલને નસ્તેનાબુત કર્યોઃ અમિત શાહ

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પ્રચંડ જીત મળી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિણામો પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ગંદી યમુના અને દરેક શેરીમાં ખુલતી દારૂની દુકાનો પ્રત્યે જનતાનો પ્રતિસાદ મળ્યો છે. શાહે કહ્યું કે જનતાએ જૂઠાણા, કપટ અને ભ્રષ્ટાચારના ‘શીશમહેલ’નો નાશ કરીને દિલ્હીને આપ-દા મુક્ત બનાવવાનું કામ કર્યું છે. અમિત […]

દિલ્હી ચૂંટણીઃ અરવિંદ કેજરિવાલ અને મનિષ સિસોદિયા હાર્યાં

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે આજે સવારથી મત ગણતરી હાથ ધરવામાં આવ્યાં હતા. આ ચૂંટણીના પરિણામે તમામને ચોંકાવી દીધા છે. વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ અને પૂર્વ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાને હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અને આપના ઉમેદવાર અતિશીની જીત થઈ હતી. આપના સિનિયર […]

દિલ્હી ચૂંટણી: કોંગ્રેસ સામે SPએ મોરચો ખોલ્યો, AAP માટે અખિલેશ અને SPના સાંસદો પ્રચાર કરશે

નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટી (SP) ના વડા અખિલેશ યાદવ અને તેમના પક્ષના સાંસદો આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવારો માટે પ્રચાર કરશે. અરવિંદ કેજરીવાલની પાર્ટીએ મંગળવારે આ માહિતી આપી હતી. દિલ્હી વિધાનસભાની ચૂંટણી 5 ફેબ્રુઆરીએ યોજાવાની છે અને મતગણતરી 8 ફેબ્રુઆરીએ થશે. અખિલેશ યાદવ 30 જાન્યુઆરીએ રિઠાલામાં AAP વડા અરવિંદ કેજરીવાલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code