દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ કુલ 699 ઉમેદવારો વચ્ચે ખેલાશે ચૂંટણીજંગ
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે 5 ફેબ્રુઆરીએ મતદાન થશે, જ્યારે પરિણામ 8 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે. આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસ સુધી કુલ 1522 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. નામો પરત ખેંચવા અને ઉમેદવારી પત્રોની છટણી કર્યા બાદ હવે કુલ 699 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કુલ 699 ઉમેદવારો મેદાનમાં છે. […]