અફઘાનિસ્તાનના નુરિસ્તાનમાં ભૂસ્ખલનથી તબાહી સર્જાઈ, 25 લોકોના મોત
નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનના પૂર્વ પ્રાંત નુરિસ્તાનમાં ગઈકાલે હિમપ્રપાતને કારણે ભારે તબાહી સર્જાઈ હતી. ઓછામાં ઓછા 25 લોકોએ જીવ ગુમાવ્યા અને આઠ અન્ય ઘાયલ થયા. નુરિસ્તાનમાં ટાતિન ખીણના નાકેરે ગામમાં રાતોરાત હિમપ્રપાતથી ઘરો બરફ અને કાટમાળના થર નીચે દટાઈ ગયા. માહિતી અને સંસ્કૃતિના પ્રાંતીય વડા જમીઉલ્લાહ હાશિમીએ જણાવ્યું હતું કે હજુ પણ બરફ પડી રહ્યો છે. […]


