1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

અમદાવાદ રેલવે ડિવિઝને 10 મહિનામાં પ્રવાસીઓ પાસેથી 25.72 કરોડનો દંડ વસૂલ્યો

અમદાવાદ, 5 ફેબ્રુઆરી 2026:  પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા છેલ્લા 10 મહિનામાં ટિકિટ વગર મુસાફરી કરતાં, ગંદકી ફેલાવતા તથા રેલવે સ્ટેશન- ટ્રેનમાં થૂંકતા પ્રવાસીઓ સામે કાર્યવાહી કરી કુલ 25.72 કરોડનો દંડ વસૂલ્યો હતો. જે ગત વર્ષની સરખામણીએ 54 ટકા વઘુ છે. એટલું જ નહીં જાન્યુઆરીમાં તો દર કલાકે તંત્રએ આવા 43 લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરી […]

ધોળકા-બગોદરા હાઈવે પર ટ્રક અજાણ્યા વાહનની પાછળ અથડાતા 3નાં મોત

અમદાવાદ, 5 ફેબ્રુઆરી 2026:  રાજ્યમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ આજે વહેલી ધોળકા-બગોદરા હાઈવે પર સર્જાયો હતો. પૂરફાટ ઝડપે આઈસર ટ્રક કોઈ અજાણ્યા વાહનની પાછળ અથડાતા ટ્રકમાં પ્રવાસ કરી રહેલા પતિ-પત્ની અને તેમના  પુત્રનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી છવાઈ ગઇ છે. અકસ્માત એટલો ભયાનક હતો […]

સૌરાષ્ટ્રમાં વાહનોની અડફેટે સિંહ સહિત વન્ય પ્રાણીઓને બચાવવા એક્શન પ્લાન

રાજકોટ, 5 ફેબ્રુઆરી 2026:  સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓના હાઈવે તેમજ રોડ-રસ્તાઓ પર અવાર-નવાર સિંહ સહિત વન્ય પ્રાણીઓ આવી જતા હોય છે. અને અકસ્માતનો ભોગ બનતા હોય છે. ત્યારે આવા અકસ્માતો રોકવા માટે વનવિભાગે કમર કસી છે. તાજેતરમાં અમરેલી જિલ્લામાં વાહન અકસ્માતમાં સિંહોના મૃત્યુની વધતી ઘટનાઓને પગલે પીસીસીએફ (PCCF) દ્વારા વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ વિડિયો કોન્ફરન્સ […]

કચ્છના આરોગ્ય વિભાગમાં કર્મચારીઓની સામુહિક બદલીઓ સામે આંદોલન કરાશે

ભૂજ, 5 ફેબ્રુઆરી 2026:   કચ્છ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 400 જેટલાં કર્મચારીઓની સાગમટે બદલીઓ કરવામાં આવતા કર્મચારીઓમાં ભારે રોષ ફેલાયો છે. કર્મચારીઓએ બદલી સામે ભારે વિરોધ કરીને લડતનું એલાન કર્યું છે. અને કર્મચારીઓની લડતને ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે ટેકો આપ્યો છે. જો બદલીઓ તાત્કાલિક સ્થગિત નહીં થાય અથવા યોગ્ય નિરાકરણ નહીં આવે તો 16 […]

સુરતમાં મારૂતિ અને હ્યુન્ડાઈના નકલી સ્પેરપાર્ટ્સનું ગોદામ પકડાયું

સુરત, 5 ફેબ્રુઆરી 2026:  શહેરના સરથાણા વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સરથાણા પોલીસે રેડ પાડીને મારુતિ સુઝુકી અને હ્યુન્ડાઈ સહિત કંપનીઓના નકલી સ્પેરપાર્ટ્સનું ગોડાઉન ઝડપી પાડ્યું છે. પોલીસે કુલ 18.77 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરી ત્રણ શખસોની ધરપકડ કરી છે. પોલીસે પૂછતાછ કરતા આરોપીઓ છેલ્લા 8 વર્ષથી કારના નકલી સ્પેરપાર્ટ્સનો વેપાર કરી રહ્યા હતા. સુરત […]

અમદાવાદમાં હવામાન વિભાગની કચેરીમાં તસ્કરો હવા-પ્રદૂષણ માપવાનું યંત્ર ઉઠાવી ગયા

અમદાવાદ, 4 ફેબ્રુઆરી 2026:  શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલી હવામાન વિભાગની કચેરીમાં રાત્રે બારીની ગ્રીલ તોડીને તસ્કરોએ એર ક્વોલોટી મોનીટરીંગ સ્ટેશન પર જઈને મશીન, ચાર્જર સહિતના 4.65 લાખના સામાનની ચોરી કરી છે. ચોરીના આ બનાવની નારણપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.   શહેરના પશ્ચિમ વિસ્તારમાં ચોરીના બનાવ સતત વધુ રહ્યા છે, ત્યારે તસ્કરોએ નારણપુરા વિસ્તારમાં […]

રાજકોટમાં મધરાત બાદ કારમાં આવેલા તસ્કરો 120 કિલો ચાંદીની ચોરી કરી પલાયન

રાજકોટ, 4 ફેબ્રુઆરી 2026:  શહેરના સામાકાંઠા વિસ્તારમાં પેડક રોડ પર ચંપકનગર પાસે આવેલા રણછોડનગર શેરી નંબર-1માં રહેણાંક મકાનમાં ગઈ મધરાત બાદ તસ્કરો ત્રાટક્યા હતા. કાર લઈને ચોરી કરવા આવેલા શખસો એક કરોડથી વધુ કિંમતની 120 કિલો ચાંદીના ઘરેણા ચોરીને પલાયન થઈ ગયા હતા.  ચોરીના બનાવ અંગે જાણ થતા બી ડિવિઝન પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, LCB ઝોન […]

સરકારી સેવામાં કાર્ય પ્રત્યેની વફાદારીથી વેતનની સાથે પ્રતિષ્ઠા પણ મળશે: ઋષિકેશ પટેલ

ગાંધીનગર, 4 ફેબ્રુઆરી 2026:     સરકારી સેવામાં કાર્ય પ્રત્યેની નિષ્ઠા અને વફાદારી રાખવાથી વેતનની સાથે સફળતા તેમજ પ્રતિષ્ઠા પણ મળશે.‌ નોકરીએ માત્ર આર્થિક ઉપાર્જન નથી પણ પૂજા છે. ઊર્જા વિભાગના કર્મયોગીઓ વિવિધ આપત્તિ સમયે જીવના જોખમે ૨૪×૭ કામ કરીને જરૂરિયાતવાળા વિસ્તારમાં ઝડપી વીજળી પુનઃસ્થાપિત કરવાનું ભગીરથ કામ કરે છે જે હંમેશા પ્રસંશનીય છે તેમ, આજે ગાંધીનગર ખાતે […]

ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનને એક મહિનામાં પ્રોપર્ટી ટેક્સની 3.17 કરોડની થઈ આવક

ભાવનગર, 4 ફેબ્રુઆરી 2026:  શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બાકી પ્રોપર્ટી ટેક્સ સામે ઝૂંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં બાકીદારો માટે રિબેટ યોજના પણ અમલમાં મુકવામાં આવી હતી. આથી વેરા વસુલાતમાં લોકોનો સારોએવો પ્રતિસાદ મળ્યો છે. ગત જાન્યુઆરી મહિનામાં રૂા. ૩.૭૧ કરોડનો મિલકત વેરો કરદાતાઓ ભર્યો હતો તેથી મ્યુનિ.કોર્પોરેશનની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનના મિલકત […]

સુરેન્દ્રનગરમાં સરકારી ગોદામનાં છત પર પતરા નથી, અનાજ બગડી જવાની શક્યતા

સુરેન્દ્રનગર, 4 ફેબ્રુઆરી 2026:  શહેરમાં પુરવઠા વિભાગના સરકારી ગોદામથી જિલ્લાની રેશનીંગની દુકાનોને અનાજનું વિતરણ કરવામાં આવે છે. કલેક્ટર કચેરી નજીક આવેલા આ સરકારી અનાજના ગોડાઉનની હાલત અત્યંત બિસ્માર જોવા મળી રહી છે. છેલ્લા આઠ મહિનાથી આ ગોડાઉનના પતરા તૂટેલી હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી. છત પર પતરા ન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code