1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

અરુણાચલ પ્રદેશે જલ જીવન મિશનના 75% કવરેજ લક્ષ્યને પાર કર્યું,PM મોદીએ પેમા ખાંડુની પ્રશંસા કરી

PM મોદીએ અરુણાચલ પ્રદેશના સીએમની કરી પ્રશંસા જલ જીવન મિશનના 75% કવરેજ લક્ષ્યને કર્યું પાર પ્રેમા ખાંડુના ટ્વિટ પર પીએમ મોદીએ રિટ્વીટ કરી કહી આ વાત દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે અરુણાચલ પ્રદેશમાં જલ જીવન મિશન (JJM) હેઠળ 75 ટકા કવરેજને પાર કરવા બદલ મુખ્યમંત્રી પેમા ખાંડુની આગેવાની હેઠળની સરકારની પ્રશંસા કરી હતી. […]

પ્રાંતિજની મહિલા વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુ બનાવી આત્મનિર્ભર બની

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગામના ધોરણ ૧૦ પાસ મનીષાબેન પટેલ વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુ બનાવી રોજગારી ઊભી કરી રહ્યા છે. મહિલાઓ ઘરે બેઠા નવરાશના સમયનો સદુપયોગ કરી પગભર બની શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ મનીષાબેન છે. મનિષાબેન જણાવે છે કે, મહિલા ઘરનો મજબૂત સ્તંભ છે. તે જેટલો સશક્ત તેટલો પરીવાર સશક્ત બને છે. તેઓ […]

ગાંધીનગરમાં જી-20 એનર્જી ટ્રાન્ઝિશન્સ વર્કિંગ ગ્રૂપની બીજી બેઠકનો પ્રારંભ

ગાંધીનગર:ભારતનાં જી-20 પ્રમુખપદ હેઠળ દ્વિતિય એનર્જી ટ્રાન્ઝિશન્સ વર્કિંગ ગ્રૂપ (ઇટીડબલ્યુજી)ની બેઠકનો આજે ગાંધીનગરમાં પ્રારંભ થયો હતો. કેન્દ્રીય આયુષ તથા મહિલા તથા બાળ વિકાસ રાજ્યમંત્રી ડો.મુંજપરા મહેન્દ્રભાઈ કાળુભાઈએ તેમનાં પ્રાસંગિક પ્રવચનમાં ગ્લોબલ વોર્મિંગ, ક્લાઈમેટ ચેન્જ અને ઊર્જા સુરક્ષા માટે તોળાતા અને તાકીદના ઉપાયો શોધવાની ભારતની જી-૨૦ પ્રમુખપદની કટિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. મંત્રીશ્રીએ સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવા અને […]

બેંગલુરુ: આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમો આમને-સામને

બેંગલુરુ:ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 સીઝનની પાંચમી મેચ આજે બેંગલુરુમાં રમાશે. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની ટીમો આમને-સામને થશે. RCBનો ઇરાદો હોમ ગ્રાઉન્ડ પર મુંબઇ પર પ્રભુત્વ જાળવી રાખવાનો રહેશે. આ મેચ બેંગલુરુમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે. આ મેચમાં મુંબઈ ટીમના કેપ્ટન રોહિત શર્મા અને RCBના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી […]

મધ્યપ્રદેશના જબલપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતા નોંધાઈ  

મધ્યપ્રદેશમાં ભૂકંપના આંચકા 3.6ની નોંધાઈ તીવ્રતા જાનહાનિ કે નુકસાનીના કોઈ સમાચાર નહીં    લોકો ઘરની બહાર દોડી ગયા  ભોપાલ: મધ્યપ્રદેશના જબલપુરમાં રવિવારે સવારે લગભગ 11 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 નોંધવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) એ જણાવ્યું કે પચમઢીથી 218 કિમી દૂર આંચકા અનુભવાયા હતા. જો […]

અમિત શાહે બિહારના રાજ્યપાલ સાથે વાત કરી,કેન્દ્ર રાજ્યમાં વધુ અર્ધલશ્કરી દળો કરશે તૈનાત

પટના:રામ નવમી પર બિહારના ઘણા ભાગોમાં થયેલી હિંસાને લઈને કેન્દ્ર સરકાર સતર્ક થઈ ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકર સાથે વાત કરી હતી. આ દરમિયાન શાહે પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને બિહારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી. એવું કહેવાય છે કે ગૃહ મંત્રાલયે બિહારમાં વધારાના અર્ધલશ્કરી દળો મોકલવાનો નિર્ણય […]

UP STFની મોટી કાર્યવાહી,માફિયા અતીક અહેમદના સાળાની મેરઠમાંથી ધરપકડ

લખનઉ:ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઉમેશ પાલ હત્યા કેસમાં UP STFએ મોટી કાર્યવાહી કરી છે. STFએ હત્યા કેસમાં કાવતરું ઘડનાર આરોપી માફિયા અતીક અહેમદના સાળાની મેરઠથી ધરપકડ કરી છે. બાહુબલી અતીક અહેમદના સાળા અખલાક અહેમદને STF અને પ્રયાગરાજ પોલીસે સંયુક્ત ઓપરેશન હેઠળ પકડ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે અતીક અહેમદના સાળા અખલાક અહેમદ મેરઠના નૌચંડી પોલીસ […]

કોરોના કેસમાં જબરદસ્ત ઉછાળો: છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,824 નવા કેસ નોંધાયા

દિલ્હી : દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ફરી એકવાર વધવા લાગી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,824 નવા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા રવિવારે શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, 2023માં એક દિવસમાં આ સૌથી મોટો આંકડો સામે આવ્યો છે. આ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 18,389 થઈ ગઈ છે. દેશમાં H3N2 ઈન્ફલ્યુએન્ઝા કેસના […]

બિહાર:સાસારામમાં કલમ 144 લાગુ,બિહારશરીફમાં કર્ફ્યુ; ગોળીબારમાં એકનું મોત

નાલંદા: બિહારના નાલંદામાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન શરૂ થયેલી હિંસાના કિસ્સાઓ અટક્યા નથી. થોડા કલાકોની શાંતિ બાદ શનિવારે ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી. બંને તરફથી ગોળીબાર થયો, ઘણા લોકો ઘાયલ થયા અને એક વ્યક્તિનું મોત થયું. પરિસ્થિતિ કાબૂ બહાર જતી જોઈને પોલીસે સમગ્ર વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરી હતી. તે જ સમયે, મોડી સાંજે, વહીવટીતંત્રે શહેરી […]

ગુજરાત હાઈકોર્ટના આદેશથી આખો દેશ સ્તબ્ધ,કેજરીવાલે ફરી PM મોદીની ડિગ્રી પર કર્યા પ્રહાર

દિલ્હી : રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીએમ મોદીની શૈક્ષણિક લાયકાત પર ફરી હુમલો કર્યો છે. તેમનું કહેવું છે કે જે લોકોને પીએમ મોદીની શૈક્ષણિક લાયકાત વિશે જાણવાનો અધિકાર છે તેઓ ગુજરાત હાઈકોર્ટના નિર્ણયથી “સ્તબ્ધ” છે. ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે કેન્દ્રીય માહિતી આયોગ (CIC)ના સાત વર્ષ જૂના આદેશને ફગાવી દીધો હતો, જેમાં ગુજરાત યુનિવર્સિટીને કેજરીવાલને મોદીની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code