1. Home
  2. ગુજરાતી
  3. રમત
  4. -
  5. રમત – ગમત

રમત – ગમત

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની ભવ્ય જીતને લઈને રાજકીય આગેવાનોએ પાઠવી શુભેચ્છાઓ

દુબઈનાં ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ચેમ્પિયન્સ ટ્રોફીની પાંચમી મેચમાં ભારતે પાકિસ્તાનને છ વિકેટે હરાવ્યું. ટીમ ઈન્ડિયાની આ મહાન જીત પર દેશભરમાં ઉજવણીનો માહોલ છે. કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધી અને દિલ્લીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન પર ભારતની જીત બદલ અભિનંદન પાઠવ્યા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વિટર પર લખ્યું, “આજે […]

ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવી મેળવી જીત, વિરાટ સૌથી વધુ કેચ પકડનાર ભારતીય બન્યો

ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું છે. આ સાથે, ટીમે 2017 ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં 180 રનની હારનો બદલો લીધો. રવિવારે દુબઈમાં પાકિસ્તાને 241 રન બનાવ્યા. ભારતે 42.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો. ભારત તરફથી વિરાટ કોહલીએ અણનમ 100, શ્રેયસ અય્યરે 56 અને શુભમન ગિલે 46 રન બનાવ્યા. કુલદીપ યાદવે […]

ODI વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં શમી ઉપરાંત આ ખેલાડીઓએ 5 વિકેટ લીધી છે

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની બીજી મેચમાં, ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર મોહમ્મદ શમીએ બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ સામે ઘાતક બોલિંગ કરીને 5 વિકેટ લીધી. આ દરમિયાન, તેણે પોતાની ODI કારકિર્દીમાં 200 વિકેટ પણ પૂર્ણ કરી છે. શમીએ પહેલી વાર ચેમ્પિયન્સ ટ્રોફીમાં એવી મેચ રમી, જેમાં તેણે ઘાતક બોલિંગ કરી હતી. દરમિયાન ચેમ્પિયન્સ ટ્રોફી તેમજ આઈસીસી ઓડીઆઈ […]

છેલ્લા કેટલાક વર્ષો ભારતીય ક્રિકેટરો માટે ખુબ રહ્યાં ખરાબ

ભારતીય ક્રિકેટ ટીમના હાલ અને કેટલાક પૂર્વ ખેલાડીઓ માટે છેલ્લા કેટલાક વર્ષો ખુબ ખરાબ રહ્યાં છે. ક્રિકેટના મેદાન ઉપરાંત પરિવાર સાથે અંતર વધ્યું છે, તેમજ કેટલાક ખેલાડીઓના છુટાછેડાના સમાચાર પણ સામે આવ્યાં હતા. તાજેતરમાં ભારતીય ટીમના સ્પિનર યુઝવેન્દ્ર ચહલના છુટાછેડાની વાતો ચાલી રહી છે. ટીમ ઈન્ડિયાના સ્પિનર યુઝવેન્દ્ર ચહલે ડિસેમ્બર 2022 માં ધનશ્રી વર્મા સાથે […]

ચેમ્પિયન્સ ટ્રોફીઃ ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયાની મેચમાં ભારતનું રાષ્ટ્રગીત વગાડાયું, પાકિસ્તાનની મજાક ઉડી

નવી દિલ્હીઃ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની મેચ શનિવારે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચની શરૂઆતમાં, જ્યારે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ રાષ્ટ્રગીત માટે ઉભા થયા, ત્યારે એક એવી ઘટના બની જેનાથી સ્ટેડિયમમાં હાજર દર્શકો ચોંકી ગયા હતા. હકીકતમાં, ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રગીતને બદલે, આયોજકોએ ભારતનું રાષ્ટ્રગીત વગાડ્યું હતું. આ પછી સ્ટેડિયમમાં હાજર […]

આઈસીસી ટેમ્પિયન્સ ટ્રોફીમાં અત્યાર સુધીમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 5 વખત ટક્કર થઈ છે

ચેમ્પિયન્સ ટ્રોફીનો આરંભ થઈ ગયો છે. ICC ટુર્નામેન્ટ માટે કુલ આઠ દેશો ક્વોલિફાય થયા છે, જેને ચાર ટીમોના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. જો આપણે ગ્રુપ A પર નજર કરીએ તો તેમાં ભારત, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. દુનિયાભરના લોકો 23 ફેબ્રુઆરીની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. આ દિવસે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત-પાકિસ્તાન મેચ […]

2036 ઓલિમ્પિકમાં, ભારત મેડલ ટેલીમાં ટોચના 10માં હશેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં આસામ રાઇફલ્સ દ્વારા આયોજિત ‘એકતા ઉત્સવ – એક અવાજ, એક રાષ્ટ્ર’ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ પ્રસંગે આસામ રાઇફલ્સના મહાનિર્દેશક સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, પૂર્વોત્તર માટે એકતા શબ્દ ખૂબ […]

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાની જીત સાથે શરૂઆત, ગિલની સદી

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં પોતાની સફર જીત સાથે શરૂ કરી છે. દુબઈમાં રમાયેલી મેચમાં, ટીમ ઈન્ડિયાએ પહેલી જ મેચમાં બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવીને પોતાનું ખાતું ખોલ્યું. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમની મુશ્કેલ પીચ પર ભારતને 229 રનના લક્ષ્યનો પીછો કરવામાં મુશ્કેલી પડી અને એક સમયે તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા, પરંતુ શુભમન ગિલ (અણનમ […]

અમદાવાદમાં ગુજરાત ઓપન ગોલ્ફ ચેમ્પિયનશિપ 2025નો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાત ઓપન ગોલ્ફ ચેમ્પિયનશિપ 2025 ગ્લેડ વન ગોલ્ફ રિસોર્ટ એન્ડ ક્લબ ખાતે શરૂ થઈ હતી અને 21 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. 1 કરોડ રૂપિયાની ઈનામી રકમ ધરાવતી આ ટુર્નામેન્ટ કુલ 54 હોલમાં રમાશે. આ મેદાનમાં 126 ખેલાડીઓ ભાગ લેશે, જેમાં 123 વ્યાવસાયિક અને ત્રણ એમેચ્યોર ખેલાડીઓનો સમાવેશ થશે. પહેલા બે રાઉન્ડમાં નવ-નવ હોલ હશે. આ […]

ધીરુભાઈ અંબાણી સ્કૂલ ટૂર્નામેન્ટ U-16માં શારદામંદિર વિનયમંદિરનો 77 રનથી વિજય

અમદાવાદઃ ધીરુભાઈ અંબાણી સ્કૂલ ટુર્નામેન્ટ અંડર 16ની દુર્ગા હાઈસ્કૂલ અને શારદામંદિર વિનયમંદિર વચ્ચે રમાયેલી મેચમાં શારદામંદિર વિનયમંદિરનો 77 રનથી વિજ્ય થયો હતો. દેવર્શ ત્રિવેદીએ બે ઈનિંગ્સમાં 10 વિકેટ ઝડપી હતી. દુર્ગા હાઈસ્કૂલ અને શારદામંદિર વિનયમંદિર વચ્ચે રમાયેલી મેચમાં ટોસ જીતીને શારદામંદિર વિનયમંદિરએ બોલીગ લીધી હતી. પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી દુર્ગા હાઈસ્કૂલે 55.1 ઓવરમાં 10 વિકેટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code