1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

મુંબઈમાં નકલી વૈજ્ઞાનિક ઝડપાયો, આરોપી પાસેથી પરમાણુ ડેટા અને 14 નકશા મળ્યા

મુંબઈઃ દેશના અગ્રણી પરમાણુ સંશોધન કેન્દ્ર ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC)ના વૈજ્ઞાનિક તરીકે ઓળખ આપી લોકોને ગેરમાર્ગે દોરનાર વ્યક્તિને મુંબઈ પોલીસે ઝડપ્યો છે. પોલીસે આરોપીની પાસેથી પરમાણુ સંબંધિત ડેટા અને 14 નકશા જપ્ત કર્યા છે. હાલમાં આ દસ્તાવેજોની તપાસ ચાલી રહી છે કે તેમાં કોઈ ગોપનીય અથવા સંવેદનશીલ માહિતી તો નથી ને. પ્રાપ્ત માહિતી અનુસાર, […]

સરદાર પટેલ માત્ર નેતા નહોતા, પરંતુ એક વિચારધારા હતાઃ અમિત શાહ

પટનાઃ બિહારમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે અને રાજકીય પાર્ટીઓ દ્વારા રેલીઓ અને સભાઓ ગજવવામાં આવી રહી છે. દરમિયાન કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ હાલમાં પટણામાં છે, જ્યાં તેમણે પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. આ પ્રેસ કોન્ફરન્સ મુખ્યત્વે 31 ઑક્ટોબર – રાષ્ટ્રીય એકતા દિવસ (સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ)ને ધ્યાનમાં રાખીને યોજાઈ હતી. અમિત શાહે જણાવ્યું […]

બ્રાઝીલઃ ડ્રગ્સ કોર્ટેલ અને પોલીસ વચ્ચે અથડામણમાં 119ના મોત, પોલીસ કાર્યવાહી સામે ઉઠ્યાં સવાલ

બ્રાઝીલની રાજધાની રિયો ડી જનેરિયોમાં તાજેતરમાં થયેલી પોલીસ કાર્યવાહીએ સમગ્ર શહેરને દચાવી નાંખ્યું છે. ડ્રગ્સ કાર્ટેલ વિરુદ્ધ હાથ ધરાયેલું આ ઓપરેશન અત્યાર સુધીનું સૌથી મોટું ગણાય છે. આ હિંસક અથડામણમાં 119 લોકોના મોત થયા છે. બીજી તરફ મૃતકોના પરિવારજનોએ તેમના સ્વજનોની લાશો રસ્તા કિનારે લાઈનમાં મૂકી વિરોધ નોંધાવ્યો હતો, જેના કારણે શહેરમાં ભય અને આક્રોશનું […]

પાકિસ્તાન ગાઝામાં હમાસના ખાતમા માટે 20 હજાર સૈનિક મોકલશે, મુનીરની મોસાદ સાથે બેઠક યોજાઈ

પાકિસ્તાન ગાઝા પટ્ટીમાં ઇન્ટરનેશનલ સ્ટેબિલાઇઝેશન ફોર્સ (ISF) હેઠળ 20,000 સુધીના સૈનિક મોકલવાની તૈયારી કરી રહ્યું છે. આ ફોર્સની રચના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પહેલ પર થઈ રહી છે, અને તેનો મુખ્ય હેતુ હમાસનો અંત લાવવો અને વિસ્તારમાં સ્થિરતા લાવવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ નિર્ણય પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ આસિમ મુનીર, અમેરિકાની CIA અને ઇઝરાઇલની […]

દાઉદ ઈબ્રાહિમને જીવનમાં ક્યારેય જોયો નથીઃ મમતા કુલકર્ણી

ગોરખપુર: 90ના દાયકાની બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી રહી ચૂકેલી અને હવે સાધ્વી બનેલી મમતા કુલકર્ણી ફરી એક વાર ચર્ચામાં આવી છે. ગોરખપુરના પીપીગંજ ખાતે યોજાયેલા કિન્નર અખાડાના છઠ્ઠ ભજન કાર્યક્રમમાં હાજર રહેલી મમતાએ મીડિયાના પ્રશ્નોના જવાબ આપતાં દાઉદ ઇબ્રાહિમ સાથેના સંબંધના આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા હતા. મમતાએ કહ્યું, “મારો દાઉદ ઇબ્રાહિમ સાથે દૂર સુધી કોઈ સંબંધ […]

નાગપુરમાં માર્ગ અકસ્માત, કાર અને બસ વચ્ચે ટક્કર, ત્રણ લોકોના મોત

નવી દિલ્હી: મહારાષ્ટ્રના નાગપુરમાં એક કાર અને ખાનગી બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કાર પહેલા બસ સાથે અને પછી નજીકમાં આવેલા ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે. પોલીસે જણાવ્યું કે જબલપુર જઈ રહેલી એક કારે ટુ-વ્હીલરને […]

જોધપુર હાઈકોર્ટે આસારામને તબીબી કારણોસર છ મહિનાના જામીન મંજૂર કર્યા

નવી દિલ્હી: પોતાના જ આશ્રમની સગીર વિદ્યાર્થીની પર જાતીય હુમલો કરવાના આરોપમાં જોધપુર સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને રાજસ્થાન હાઈકોર્ટે રાહત આપી છે. હાઈકોર્ટે આસારામને તબીબી કારણોસર છ મહિનાના નિયમિત જામીન મંજૂર કર્યા છે. હવે આ વખતે જામીન સમયગાળા દરમિયાન પોલીસ તેમની સાથે રહેશે નહીં. આ વખતે, આસારામના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, હાઈકોર્ટે […]

ચૂંટણી પહેલા બિહારના સિવાનમાં ASI ની હત્યા, ખેતરમાં મૃતદેહ મળ્યો

સિવાન: સિવાન જિલ્લાના દારૌંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિરસાવન નયા ટોલા અને સદપુર ગામ વચ્ચે પોલીસ સ્ટેશનમાં તૈનાત ASI અનિરુદ્ધ કુમારની હત્યા કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે તીક્ષ્ણ હથિયારથી ગળું કાપીને તેની હત્યા કરવામાં આવી હતી. પોલીસ સ્ટેશનથી લગભગ દોઢ કિલોમીટર દૂર રહેરના એક ખેતરમાંથી લાશ મળી આવી હતી. મૃતકની ઓળખ અનિરુદ્ધ કુમાર (46 […]

નરેન્દ્ર મોદીએ બિહારમાં સરકાર દ્વારા કરવામાં આવેલા કામની પ્રશંસા કરી

પટનાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુઝફ્ફરપુર રેલીમાં ભારે ભીડ એકઠી થઈ હતી. આ જોઈને પ્રધાનમંત્રી મોદીએ કાર્યકરોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, વરસાદ છતાં પણ ભીડ સતત આવી રહી છે. છઠ તહેવાર પછી બિહારમાં પોતાની પહેલી રેલીને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, જ્યારે હું મુઝફ્ફરપુર આવું છું, ત્યારે અહીંની મીઠાશ પહેલી વસ્તુ છે જે મારું […]

દરિયાઈ ક્ષેત્ર ભારતના વિકાસને આગળ ધપાવી રહ્યું છે: PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દરિયાઈ ક્ષેત્ર ભારતના વિકાસને આગળ ધપાવી રહ્યું છે. તેમણે કહ્યું કે, છેલ્લા દાયકામાં, આ ક્ષેત્રમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે, જેનાથી વેપાર અને બંદર માળખાગત સુવિધામાં વધારો થયો છે. પીએમ મોદી મુંબઈમાં ભારત સમુદ્રી સપ્તાહ 2025 અંતર્ગત યોજાયેલા સંમેલનને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, ભારતનું દરિયાઈ ક્ષેત્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code