1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ધાર ભોજશાળા વિવાદ: વસંત પંચમીએ પૂજા અને નમાઝ બંને થશે, સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

નવી દિલ્હી, 22 જાન્યુઆરી 2026: મધ્યપ્રદેશના ધારમાં આવેલી ઐતિહાસિક ભોજશાળામાં આવતીકાલે એટલે કે 23 જાન્યુઆરીએ વસંત પંચમીની પૂજા અને શુક્રવારની (જુમ્મા) નમાઝને લઈને સુપ્રીમ કોર્ટે વચગાળાનો આદેશ આપ્યો છે. કોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે કે, બંને પક્ષોની ધાર્મિક આસ્થા જળવાય તે માટે પરિસરમાં અલગ-અલગ જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવે જેથી કોઈ ઘર્ષણની સ્થિતિ ઊભી ન […]

છત્તીસગઢઃ આયર્ન ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 7 શ્રમિકો ભડથું

રાયપુર, 22 જાન્યુઆરી 2026: છત્તીસગઢના બલોદાબજાર-ભાટાપારા જિલ્લામાં બકુલાહી (નિપનિયા) સ્થિત ‘રિયલ ઈસ્પાત’ સ્પોન્જ આયર્ન ફેક્ટરીમાં થયેલા જોરદાર ધડાકાએ 7 મજૂરોનો ભોગ લીધો છે. આ ભીષણ વિસ્ફોટમાં અનેક શ્રમિકો ગંભીર રીતે દાઝયા હોવાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ સહિતની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. પ્રાપ્ત […]

કાશ્મીરના ડોડામાં સૈનાનું વાહન ખીણમાં ખાબક્યું, ચાર જવાનોએ જીવ ગુમાવ્યો

નવી દિલ્હી, 22 જાન્યુઆરી 2026: કાશ્મીરના ડોડામાં ગમખ્યાર દૂર્ઘટના સર્જાઈ છે. અહીંથી પસાર થતુ સેનાનું કેન્સપર ઉંડી ખીણમાં ખાબક્યું હતું. આ દૂર્ઘટનામાં ચાર જવાન શહીદ થયાનું જાણવા મળે છે જ્યારે કેટલાક જવાનો ઈજાગ્રસ્ત થયાં છે. સેનાનું આ વાહન ડોડાના ભદ્રવાહ ચંબા રોડ ઉપરથી પસાર થઈ રહ્યું છે, આ રોડ પહેલાથી ખરાબ હોવાનું જાણવા મળે છે. સેનાનું […]

વસુધૈવ કુટુમ્બક કોન્ક્લેવઃ સામ્રાજ્યવાદમાંથી મુક્તિ આર્થિક વ્યવસ્થા અને સભ્યતાના વિચારો પર મંથન

ભવિષ્યની પેઢીઓને રાષ્ટ્ર નિર્માણમાં જોડવા માટે મુંબઈ યુનિવર્સિટી સાથે ત્રિપક્ષીય MoU થયા “કાયદાના શાસનને ન્યાયના શાસન દ્વારા બદલવું જોઈએ. કાયદાનું શાસન અપરાધને કાયદેસર બનાવી શકે છે, જ્યારે ન્યાયનું શાસન ન્યાયની સ્થાપના કરી શકે છે”: યુગભૂષણસૂરીજી મહારાજ સાહેબ. મુંબઈ, 22 જાન્યુઆરી, 2026: Vasudhaiva Kutumbak Conclave મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે વસુધૈવ કુટુમ્બકમ કી ઓર કોન્ક્લેવમાં બુધવારે […]

દીકરીઓ દરેક ક્ષેત્રે નવા રેકોર્ડ સર્જી રહી છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 22 જાન્યુઆરી 2026 : કેન્દ્ર સરકારના મહત્વકાંક્ષી ‘બેટી બચાવો-બેટી પઢાવો’ અભિયાને ગુરુવારે સફળતાપૂર્વક 11 વર્ષ પૂર્ણ થયા છે. આ વિશેષ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની દીકરીઓની સિદ્ધિઓને બિરદાવી હતી. તેમણે કહ્યું હતું કે, “આપણી દીકરીઓ આજે દરેક ક્ષેત્રમાં નવા કીર્તિમાન સ્થાપિત કરી રહી છે, જે આપણા માટે ગૌરવની બાબત છે.” વડાપ્રધાન મોદીએ સોશિયલ […]

દિલ્હી-NCRમાં હવામાન પલટાશે: વરસાદની આગાહી

નવી દિલ્હી, 22 જાન્યુઆરી 2026 : દિલ્હી-NCRના હવામાનમાં ફરી એકવાર મોટો પલટો આવવા જઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગએ આવતીકાલ એટલે કે 23 જાન્યુઆરી માટે ‘યલો એલર્ટ’ જારી કર્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આ દિવસે સમગ્ર વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ […]

લશ્કર-એ-તૈયબા ભરતી કેસમાં કોર્ટે આરોપી ઇદ્રીસને 10 વર્ષની સજા ફરમાવી

નવી દિલ્હી, 22 જાન્યુઆરી 2026 : રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ની વિશેષ અદાલતે પાકિસ્તાન સાથે જોડાયેલા લશ્કર-એ-તૈયબા (LeT) ભરતી અને કટ્ટરપંથીકરણ કેસમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસના આરોપી સૈયદ એમ. ઇદ્રીસને દોષિત ઠેરવીને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ કેસ પશ્ચિમ બંગાળમાં મુસ્લિમ યુવાનોની ભરતી કરી તેમને પ્રતિબંધિત આતંકી સંગઠન […]

ટ્રમ્પે ફરીવાર નરેન્દ્ર મોદીને અંગત મિત્ર ગણાવી કરી પ્રશંસા

દાવોસ, 22 જાન્યુઆરી 2026: સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં આયોજિત ‘વર્લ્ડ ઇકોનોમિક ફોરમ‘ (WEF) દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને લઈને એક મહત્વનું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે સંકેત આપ્યા છે કે બંને દેશો વચ્ચે ટૂંક સમયમાં એક ‘શાનદાર’ વેપાર સમજૂતી થઈ શકે છે. PM મોદી મારા ‘ખાસ મિત્ર’ વિશ્વ મંચ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના […]

મહિલાઓ માટે સુરક્ષિત ટોપ ટેન શહેરમાં ગુજરાતના આ શહેરનો પણ સમાવેશ

નવી દિલ્હી, 21 જાન્યુઆરી 2026: ભારતમાં મહિલાઓની સુરક્ષા, કરિયર ગ્રોથ અને રહેવાની આઝાદીના મામલે કયા શહેરો શ્રેષ્ઠ છે, તેને લઈને એક નવો રિપોર્ટ ‘ટોપ સિટીઝ ફોર વુમન ઇન ઇન્ડિયા’ (TCWI) જાહેર થયો છે. વર્કપ્લેસ કલ્ચર કન્સલ્ટિંગ ફર્મ ‘અવતાર ગ્રુપ’ દ્વારા બહાર પાડવામાં આવેલા આ ચોથા એડિશન મુજબ, દિલ્હી અને મુંબઈ જેવા મેટ્રો શહેરોને પાછળ છોડીને […]

બાંગ્લાદેશી ક્રિકેટરે જ પોતાના દેશમાં સુરક્ષાને લઈને વ્યક્ત કરી ચિંતા

ઢાકા, 21 જાન્યુઆરી 2026: આગામી T20 વર્લ્ડ કપ માટે બાંગ્લાદેશની ટીમ ભારત આવશે કે નહીં, તે અંગેના સસ્પેન્સ વચ્ચે બાંગ્લાદેશી કેપ્ટન લિટ્ટન દાસના એક નિવેદને રમતજગતમાં ખળભળાટ મચાવી દીધો છે. એક તરફ ICC દ્વારા અંતિમ નિર્ણય લેવાની સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે, તો બીજી તરફ લિટ્ટન દાસે પોતાના જ દેશમાં સુરક્ષાને લઈને ગંભીર સવાલ ઉઠાવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code