1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ઘુસણખોરીને પ્રોત્સાહન આપી રહ્યાં છે મમતા બેનર્જીઃ અમિત શાહ

કોલકત્તાઃ લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનો ભાજપા દ્વારા પ્રચાર-પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે. દરમિયાન આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના માલદા દક્ષિણમાં રોડ શો યોજ્યો હતો. રોડ-શો દરમિયાન અમિત શાહે મમતા બેનર્જી ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ લોકસભાની ચૂંટણીમાં બંગાળમાં ભાજપા 30થી 35 બેઠકો ઉપર જીતશે. તેમણે કહ્યું કે, મમતા બેનર્જી સીએએનો વિરોધ […]

માફિયા મુખ્તાર અંસારીનું મોત ઝેરથી નહીં પરંતુ હાર્ટ એટેકથી થયું, વિસેરા પરીક્ષણમાં ઘટસ્ફોટ

લખનૌઃ માફિયા મુખ્તાર અંસારીને જેલમાં ઝેર આપવાનો મામલો થાળે પડે તેમ લાગી રહ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્તારનો વિસેરા ટેસ્ટ રિપોર્ટ આવી ગયો છે. જેને ન્યાયિક તપાસ ટીમને મોકલી આપવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, રિપોર્ટમાં ઝેરની પુષ્ટિ થઈ નથી. જેલવાસ ભોગવતા મુખ્તાર અંસારીના અવસાન બાદ પરિવારજનો અને તેમના સમર્થકોએ ગંભીર આક્ષેપ […]

રામનગરીમાં હનુમાન જ્યંતિની ધાર્મિક માહોલમાં ઉજવણી, હનુમાનગઢીમાં ભક્તોની લાંબી લાઈનો લાગી

અયોધ્યાઃ ચૈત્ર પૂર્ણિમાના અવસર પર મંગળવારે રામનગરી અયોધ્યામાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. મોટી સંખ્યામાં ભક્તોએ પવિત્ર સલીલા સરયુમાં સ્નાન કરી પ્રાર્થના કરી હતી. રામલલા, કનક ભવન સહિત હનુમાનગઢીમાં દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો લાગી હતી. હનુમાન જ્યંતિ પ્રસંગ્રે સમગ્ર અયોધ્યાનગરી ‘જય શ્રી રામ’, ‘જય બજરંગ બલી’ના નાગથી ગુંજી ઉઠી હતી. હનુમાન જ્યંતિ નિમિત્તે વહીવટીતંત્ર […]

કોંગ્રેસ શાસિત રાજ્યમાં હનુમાન ચાલીસા સાંભળવી પણ ગુનો બને છેઃ નરેન્દ્ર મોદી

જયપુરઃ ટોંક-સવાઈ માધોપુર લોકસભા બેઠકના ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. હનુમાન જયંતિ પર તેમણે પોતાના ભાષણની શરૂઆત ‘બજરંગ બલી કી જય’થી કરી હતી. જે બાદ તેમણે કર્ણાટકની એક ઘટના યાદ કરી હતી. તેમણે કહ્યું હતુ કે, કોંગ્રેસ સરકાર દરમિયાન હનુમાન ચાલીસા સાંભળી રહેલા એક વેપારીને માર મારવામાં આવ્યો […]

કાશ્મીર મામલે સાઉદી બાદ હવે ઈરાને પાકિસ્તાનને આપ્યો આંચકો

નવી દિલ્હીઃ ઈરાનના રાષ્ટ્રપતિ હાલ પાકિસ્તાનના પ્રવાસે છે. આ દરમિયાન પાકિસ્તાનના પીએમએ ગાઝા અને કાશ્મીરનો રાગ આલોપીને મુસ્લિમ એકતાની અપીલ કરી હતી. જો કે, ઈરાનના રાષ્ટ્રપતિએ કાશ્મીર મામલે બોલવાનું ટાળીને પાકિસ્તાનને 440 વોલ્ટનો આંચકો આપ્યો હતો. અગાઉ સાઉદી અરેબિયાએ પણ કાશ્મીર મામલે બારત સાથે બેસીને ચર્ચા કરવા માટે પાકિસ્તાનને સલાહ આપી હતી. ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ […]

પાકિસ્તાન અને ઈરાને આતંકવાદી સંગઠનો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાન અને ઈરાને પોતપોતાના દેશોમાં આતંકવાદી સંગઠનો પર પ્રતિબંધ મૂકવાનો સૈદ્ધાંતિક નિર્ણય લીધો છે. મંત્રાલયે મોડી રાત્રે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાનના ગૃહ પ્રધાન મોહસિન નકવી તેમના ઈરાની સમકક્ષ અહેમદ વાહિદી અને ઈરાનના ન્યાય પ્રધાન અમીન-હુસૈન રહીમી સાથેની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મંત્રાલયે જણાવ્યું હતું કે, […]

મલેશિયા: પરેડ રિહર્સલ દરમિયાન બે નેવી હેલિકોપ્ટર હવામાં અથડાયા, 10ના મોત

નવી દિલ્હીઃ મલેશિયામાં નૌકાદળના બે હેલિકોપ્ટર વચ્ચેની હવાઈ અથડામણમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. આ ઘટના લુમુત નેવલ બેઝ પર બની હતી. વિગતો અનુસાર, હેલિકોપ્ટર રોયલ મલેશિયન નેવી પરેડ માટે પ્રેક્ટિસ કરી રહ્યા હતા ત્યારે આ અથડામણ થઈ હતી. સોશિયલ મીડિયા પરના વીડિયોમાં લુમટ નેવલ બેઝ પર અથડામણની ક્ષણ બતાવવામાં આવી છે. નેવીએ […]

લોકસભા ચૂંટણીઃ બીજા તબક્કાના મતદાનના દિવસે હીટવેવની કોઈ શક્યતા નથી

નવી દિલ્હીઃ DG IMD એ  ચૂંટણી પંચને જાણ કરી હતી કે આ મહિનાની 26મી તારીખે યોજાનારી સામાન્ય ચૂંટણીના બીજા તબક્કા માટે ગરમીના મોજાને લઈને કોઈ મોટી ચિંતા નથી. બીજા તબક્કામાં મતદાન થવા જઈ રહેલા 13 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે હવામાનની આગાહી સામાન્ય છે. દેશના અમુક ભાગોમાં સામાન્ય કરતાં વધુ તાપમાન અને ગરમીના મોજાના અહેવાલોને ધ્યાનમાં રાખીને, આયોગે […]

હથિયાર ખરીદી મામલે અમેરિકા નંબર-1 દેશ, ભારત ચોથા ક્રમે

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન યુદ્ધ તથા રશિયા અને હમાસ યુદ્ધ વચ્ચે દુનિયાના અનેક દેશોમાં તણાવ ભરી સ્થિતિ છે. દરમિયાન સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે, 2023માં વિશ્વના સૈન્ય ખર્ચમાં એક દાયકામાં સૌથી ઝડપી વધારો જોવા મળ્યો હતો. આ ખર્ચ ગયા વર્ષે 2.4 ટ્રિલિયન ડોલરની નવી ટોચે પહોંચ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં […]

વેરવિખેર થતી કોંગ્રેસ (લેખાંક-૩): ૧૯૬૯માં સિન્ડીકેટ – ઇન્ડિકેટના નામે કોંગ્રેસના બે ટુકડા થયા

(સુરેશભાઈ ગાંધી) – ૧૯૬૯માં સિન્ડિકેટ – ઇન્ડિકેટના નામે કોંગ્રેસના બે ટુકડા થયા. – ૧૯૭૭માં ચંદ્રશેખર, કૃષ્ણકાંત, રામધન જેવા યંગટર્કે કોંગ્રેસ છોડી. – ૧૯૭૭માં બાબુ જગજીવનરામે કોંગ્રેસ છોડી CFD પક્ષ સ્થાપ્યો. – ૧૯૮૨માં સંજય ગાંધીનાં વિધવા પત્ની મેનકા ગાંધીને ઇન્દિરા ગાંધીનું ઘર અને કોંગ્રેસ છોડવા પડ્યાં. – ૧૯૮૬માં પ્રણવ મુખર્જીએ કોંગ્રેસ છોડી રાષ્ટીય સમાજવાદી કોંગ્રેસની સ્થાપના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code