પાકિસ્તાન: ઇસ્લામાબાદ કોર્ટ નજીક આત્મઘાતી હુમલો, 12ના મોત, અનેક ઘાયલ
નવી દિલ્હી: પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં એક મોટો વિસ્ફોટ થયો છે. આ ઘટનામાં 12 લોકોના મોત અને 21 લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટ ઇસ્લામાબાદમાં ડિસ્ટ્રિક્ટ રકોર્ટની પાસે જ થયો હતો. અહેવાલો અનુસાર, આ એક સુસાઈડ એટેક હતો. ઇસ્લામાબાદમાં કોર્ટહાઉસની બહાર પાર્ક કરેલી કારમાં વિસ્ફોટ થયો. 12 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા અને 21 ઘાયલ થયા. […]


