1. Home
  2. લોકસભા ઈલેક્શન 2024

લોકસભા ઈલેક્શન 2024

ઈન્ડી ગઠબંધનમાં ‘AAP’ના આકાની પત્ની પણ પીએમ પદના દાવેદારઃ PM મોદી

નવી દિલ્હીઃ બિહારના પાટલીપુત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી સભાને સંબોધી હતી. જેમાં ઈન્ડિ ગઠબંધન ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. ઈન્ડિ ગઠબંધનમાં ગાંધી પરિવારના દીકરો અને આમ આદમી પાર્ટીના આકાની પત્નીનું નામ રેસમાં સામેલ છે.   પીએમ મોદીએ કહ્યું હતું કે, ઈન્ડી ગઠબંધનના પરિવારના તમામ સભ્યો સાથે મળીને પીએમની ખુરશીને લઈને મ્યુઝિકલ ચેર વગાડવા માંગે છે. […]

લોકસભા ચૂંટણીઃ છઠ્ઠા તબક્કામાં અનેક મહાનુભાવો કર્યો મતાધિકારનો ઉપયોગ

લોકસભા ચૂંટણી 2024ના છઠ્ઠા તબક્કાનું મતદાન આજે સાત વાગ્યાથી શરૂ થઈ ગયું છે. 6 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 58 બેઠકો પર મતદારો પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશની 14, હરિયાણાની 10, પશ્ચિમ બંગાળની 8 બિહારની 8, દિલ્હીની 7, ઓડિસાની 6, ઝારખંડની 4, જમ્મુ-કાશ્મીરની અનંતનાગ અને રાજૌરી બેઠક પર હાલ મતદાન ચાલી રહ્યું. […]

અખિલેશ યાદવે ભાજપ સામે નવા અભિયાનની કરી શરૂઆત, કહ્યું ભાજપનો કોઇ નેતા તમારી પાસે આવે તો…

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે એક નવું અભિયાન શરૂ કર્યું છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપી છે અને ભાજપ પર નિશાન સાધ્યું છે. અખિલેશ યાદવે કહ્યું કે જહાં દિખે ભાજપાઇ, વહાં બીછાઓ ચારપાઇ. સપાના વડા અખિલેશ યાદવે X પર પોસ્ટ કરીને લખ્યું – “SPનું નવું અભિયાન, જહાં દિખે ભાજપાઇ,વહાં […]

લોકસભા ચૂંટણીનું છઠ્ઠા તબક્કાનું મતદાન આજે, આઠ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની કુલ 58 બેઠકો પર વોટિંગ

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન આજે છે.. પાંચ તબક્કામાં 543માંથી 428 બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ગયું છે. આજના છઠ્ઠા તબક્કામાં આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 58 લોકસભા બેઠકો પર મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે 889 ઉમેદવારો મેદાનમાં છઠ્ઠા તબક્કામાં વિવિધ રાજકીય પક્ષોના કુલ 889 ઉમેદવારો મેદાનમાં છે. આ તબક્કામાં બિહાર (8 બેઠકો), […]

લોકસભા ચૂંટણીઃ છઠ્ઠા તબક્કામાં 8 રાજ્યની 58 બેઠકો ઉપર આજે મતદાન

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીની પ્રક્રિયા હવે ધીમે-ધીમે અંતિમ તબક્કામાં પ્રવેશી રહી છે. અત્યાર સુધીમાં પાંચ તબક્કામાં મતદાન યોજાયું છે, હજુ બે તબક્કાનું મતદાન યોજાવાનું બાકી છે. શનિવારે છઠ્ઠા તબક્કાનું મતદાન યોજાશે. જેને લઈને શુક્રવારે સાંજે જ ચૂંટણીપંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી. શનિવારે 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં લોકસભાની 58 બેઠકો ઉપર મતદાન યોજાશે. આ તબક્કામાં […]

ઉત્તરપ્રદેશમાં ભાજપને સમર્થન કરતી મુસ્લિમ મહિલા અને તેના પરિવારજનો ઉપર હુમલો

લખનૌઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથથી પ્રભાવિત થઈને ભાજપના સમર્થન કરનાર મુસ્લિમ મહિલા કાર્યકર્તા અને તેમના પરિવાર સાથે મારા-મારીની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પોલીસ ફરિયાદ અનુસાર, સબા નાજ નામની મહિલાનો દીકરો અને દીકરી ઘરની બહાર બેસીને સાંજના સમયે લોકસભા ચૂંટણી મામલે વાત […]

મુસ્લિમોને OBCમાં સામેલ કરવા માટે PM મોદીએ કોંગ્રેસ અને મમતા બેનર્જી ઉપર કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓબીસી અનામતને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, બંગાળમાં તેમણે ઓબીસી પાસેથી આરક્ષણ છીનવીને મુસ્લિમોને આપ્યું, પરંતુ કલકત્તા હાઈકોર્ટે તેને રોકી દીધું હતું. શિમલામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે, પીએમ જણાવ્યું હતું કે, ઈન્ડી ગઠબંધનના ષડયંત્રનું નવીનતમ ઉદાહરણ […]

મતદાનના આંકડા જાહેર કરવા મામલે ચૂંટણી પંચને નિર્દેશ કરવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટએ ચૂંટણી પંચને લોકસભા ચૂંટણી દરમિયાન મતદાનના આંકડા વેબસાઈટ ઉપર અપલોડ કરવા સંબંધમાં કોઈ નિર્દેશ કરવાનો ઈન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, લોકસભા ચૂંટણીને લઈને પાંચ તબક્કા પૂર્ણ થયાં છે હવે બે તબક્કામાં મતદાન યોજાશે. જેથી ચૂંટણી પંચને વેબસાઈટ પર મતદાનની ટકાવારીના આંકડા અપલોડ કરવાના કામમાં લોકોને લગાવવા મુશ્કેલ છે. […]

રાંચીમાં પાર્ટીના પ્રચારમાં પ્રિયંકા ગાંધીનો જોવા મળ્યો હળવો અંદાજ, મહિલા ઉમેદવાર પણ હસી પડ્યા

લોકસભા ચૂંટણી 2024ના પાંચ તબક્કા માટે મતદાન થઈ ગયું છે. હવે 25 મેના રોજ યોજાનાર છઠ્ઠા તબક્કાના મતદાન માટે રાજકીય પક્ષોએ તેમની તમામ તાકાત લગાવી દીધી છે. કોંગ્રેસ અને ભાજપના નેતાઓ દેશના જુદા જુદા વિસ્તારોમાં સતત ચૂંટણી સભાઓ કરી રહ્યા છે. નેતાઓના ભાષણ દરમિયાન સ્ટેજ પર ઘણી રસપ્રદ ઘટનાઓ પણ જોવા મળી રહી છે. આવો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code