
લોકસભા ચૂંટણીનું છઠ્ઠા તબક્કાનું મતદાન આજે, આઠ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની કુલ 58 બેઠકો પર વોટિંગ
લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન આજે છે.. પાંચ તબક્કામાં 543માંથી 428 બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ગયું છે. આજના છઠ્ઠા તબક્કામાં આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 58 લોકસભા બેઠકો પર મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે
889 ઉમેદવારો મેદાનમાં
છઠ્ઠા તબક્કામાં વિવિધ રાજકીય પક્ષોના કુલ 889 ઉમેદવારો મેદાનમાં છે. આ તબક્કામાં બિહાર (8 બેઠકો), હરિયાણા (તમામ 10 બેઠકો), જમ્મુ અને કાશ્મીર (1 બેઠક), ઝારખંડ (4 બેઠકો), દિલ્હી (તમામ 7 બેઠકો), ઓડિશા (6 બેઠકો), ઉત્તર પ્રદેશ (14 બેઠકો) અને પશ્ચિમ બંગાળ (8 બેઠકો) પર મતદાન થશે. આ ઉપરાંત ઓડિસાની 42 વિધાનસભા બેઠકો પર પણ મતદાન થશે
આ મહત્વપૂર્ણ બેઠકો
છઠ્ઠા તબક્કામાં જે મહત્વપૂર્ણ બેઠકો પર ચૂંટણી યોજાવવાની છે તેની વાત કરીએ તો નવી દિલ્હી, ઉત્તર-પૂર્વ દિલ્હી, ઉત્તર-પશ્ચિમ દિલ્હી, ચાંદની ચોક; ઉત્તર પ્રદેશમાં સુલતાનપુર અને આઝમગઢ, જમ્મુ અને કાશ્મીરમાં અનંતનાગ-રાજૌરી પશ્ચિમ બંગાળના તમુલક, મેદિનીપુર; હરિયાણાના કરનાલ, કુરુક્ષેત્ર, ગુડગાંવ, રોહતક અને ઓડિશાના ભુવનેશ્વર, પુરી અને સંબલપુર વગેરે અગ્રણી બેઠકો છે.
દિગ્ગજોની શાખ દાવ પર
આ તબક્કામાં ધર્મેન્દ્ર પ્રધાન, મનોજ તિવારી, કન્હૈયા કુમાર, મેનકા ગાંધી, મહેબુબા મુફ્તી, અભિજિત ગંગોપાધ્યાય, મનોહરલાલ ખટ્ટર, નવી જિંદલ, સંબિત પાત્રા, રાજ બબ્બર, બાંસુરી સ્વરાજ સહિત અનેક હસ્તીઓની શાખ દાવ પર છે
બાંસુરી સ્વરાજ દિવંગત કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજના પુત્રી છે. તે નવી દિલ્હી લોકસભા બેઠક પરથી ઉમેદવાર છે. તે આમ આદમી પાર્ટીના સોમનાથ ભારતી સામે ચૂંટણી લડી રહી છે. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે દિલ્હીની તમામ બેઠકો જીતી હતી.