1. Home
  2. લોકસભા ઈલેક્શન 2024

લોકસભા ઈલેક્શન 2024

લોકસભા ચૂંટણીઃ ચોથા તબક્કાના મતદાનમાં 17.7 કરોડ મતદારો મતાધિકારનો કરશે ઉપયોગ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં સોમવારે 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની 96 સંસદીય બેઠકો માટે મતદાન થશે. આંધ્રપ્રદેશની રાજ્ય વિધાનસભાની તમામ 175 બેઠકો અને ઓડિશાની રાજ્ય વિધાનસભાની 28 બેઠકો એક સાથે. મતદારોની ભાગીદારી વધારવા માટે પંચ દ્વારા તેલંગાણાના 17 સંસદીય ક્ષેત્રોના કેટલાક વિધાનસભા ક્ષેત્રોમાં મતદાનનો સમય (સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી) વધારવામાં આવ્યો હતો. આઇએમડીની […]

મલ્લિકાર્જુન ખડગેના હેલિકોપ્ટરની તપાસથી કોંગ્રેસ નારાજ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ દેશભરમાં સતત રેલીઓ કરી રહી છે. દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બિહારના સમસ્તીપુર અને મુઝફ્ફરપુરમાં રેલી કરી હતી. આ રેલી દરમિયાન તેમના હેલિકોપ્ટરનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે બાદ કોંગ્રેસે ભાજપ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. ભાજપ પર આરોપ લગાવતા કોંગ્રેસે કહ્યું છે કે, ચૂંટણી અધિકારીઓ દ્વારા કોંગ્રેસ […]

પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે તો શું PoK છોડી દેવાનું? અમિત શાહનો કોંગ્રેસ-વિપક્ષને અણીયારો સવાલ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસના નેતા મણિશંકર ઐયર પર તેમના નિવેદનને લઈને આકરા પ્રહાર કર્યાં હતા. મણિશંકરની ટિપ્પણીનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું કે, જો પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે તો શું આપણે Pok છોડી દેવું જોઈએ? અમિત શાહે ઉત્તર પ્રદેશની […]

લોકસભા ચૂંટણી વચ્ચે સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની મુશ્કેલી વધી, જાણો કારણ..

બેંગ્લોરઃ દક્ષિણ ભારતીય અભિનેતા અલ્લુ અર્જુનના ચાહકો હંમેશા તેની એક ઝલક મેળવવા આતુર હોય છે. તે જ્યાં પણ જાય છે તેના ફેન્સ તેને ફોલો કરે છે. આવું જ કંઈક થયું જ્યારે તેઓ તેમના નજીકના મિત્ર અને YSRCP ધારાસભ્ય રવિ ચંદ્ર કિશોર રેડ્ડીના પ્રચાર માટે નંદ્યાલ પહોંચ્યા હતા. તેની એક ઝલક મેળવવા ચાહકોની ભીડ ઉમટી પડી […]

ધર્મના નામે આરક્ષણ નહીં, રામ મંદિર પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય નહીં પલટાયઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મુખ્યમંત્રી મમતા બેનર્જી, તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને ટીએમસીએ વોટ બેંકની રાજનીતિ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. આ દરમિયાન તેમણે રામ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ પશ્ચિમ બંગાળના બેરકપુરમાં જનસભાને સંબોધિત કરતી વખતે પાંચ […]

લોકસભાની ચૂંટણીઃ મતદાનની ટકાવારીને લઈને મલ્લિકાર્જુન ખડગે ફરીથી ચૂંટણીપંચને લખશે પત્ર

નવી દિલ્હીઃ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ફરી એકવાર ચૂંટણી પંચને પત્ર લખશે. આ વખતે તેમનો પત્ર લખવાનો હેતુ તેમના દ્વારા ગત વખતે મોકલવામાં આવેલા પત્રને નકારવાનું કારણ જાણવાનો છે. ચૂંટણી પંચે શુક્રવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના 6 મેના પત્રમાં વર્તમાન લોકસભા ચૂંટણીમાં મતદાનના આંકડાઓમાં વિસંગતતા અંગે ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના આરોપોને ફગાવી દીધા હતા. શનિવારે […]

પાકિસ્તાનની ગોળીઓનો જવાબ તોપથી આપશે: અમિત શાહ

બેંગ્લોરઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શનિવારે તેલંગાણા કોંગ્રેસ અને પાકિસ્તાન ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ હોવાના ડરથી કોંગ્રેસ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) પર ભારતનું નિયંત્રણ છોડવા માંગે છે. રેલીને સંબોધિત કરતી વખતે અમિત શાહે કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરના નિવેદન પર વળતો […]

લોકસભા ચૂંટણીઃ ચોથા તબક્કાના મતદાનને લઈને પ્રચાર-પડઘમ શાંત થયાં

નવી દિલ્હીઃ દેશમાં સાત તબક્કામાં યોજાઈ રહેલી સામાન્ય ચૂંટણીના ચોથા તબક્કાના પ્રચારનો આજે છેલ્લો દિવસ હતો. સાંજે છ વાગ્યે પ્રચારનો ઘોંઘાટ બંધ થયો હતો. આ તબક્કામાં 13 મેના રોજ 10 રાજ્યોની 96 લોકસભા સીટો પર મતદાન થવાનું છે. સામાન્ય ચૂંટણીના પ્રથમ, બીજા અને ત્રીજા તબક્કા માટે મતદાન થઈ ગયું છે. ત્રીજા તબક્કામાં 11 રાજ્યો અને […]

કેજરિવાલની જેલમુક્તિથી મોદીની હાર થયાનું જણાવીને પાકિસ્તાની નેતાએ વ્યક્ત કરી ખુશી

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલનો લીકર પોલીસી કેસમાં વચગાળાના જામીન ઉપર છુટકારો થયો છે. એટલું જ નહીં ગઈકાલે સાંજે તેઓ જેલમાંથી બહાર પણ આવી ગયા છે. જેને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોની સાથે વિપક્ષી પાર્ટીમાં પણ ખુશી ફેલાઈ છે. જો કે, આમ આદમી પાર્ટીના નેતાઓ-કાર્યકરોની ખુશીમાં પાકિસ્તાન પણ જોડાયું છે. પાકિસ્તાનના નેતાએ […]

કોંગ્રેસ દેશવાસીઓને પાકિસ્તાનના અણુ બોમ્બના નામે ડરાવવાનો પ્રયાસ કરે છેઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરના ‘પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે’ના નિવેદનને લઈને આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ વારંવાર પોતાના જ દેશને ડરાવવાની કોશિશ કરે છે, કહે છે સાવધાન રહો, પાકિસ્તાન પાસે એટમ બોમ્બ છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આજે પાકિસ્તાનની હાલત એવી છે કે હવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code