1. Home
  2. લોકસભા ઈલેક્શન 2024

લોકસભા ઈલેક્શન 2024

CAA અને પોપ્યુલર ફ્રંટ ઓફ ઇન્ડિયા મામલે પ્રતિસાદ ન આપવાને લઇ ઉદ્ધવ પર અમિત શાહના પ્રહાર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફરી એકવાર ઉદ્ધવ ઠાકરેને ઘેર્યા છે. અમિત શાહે શુક્રવારે શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે પર નાગરિકતા સંશોધન અધિનિયમ CAA લાગુ કરવા અને પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI) પરના પ્રતિબંધને લગતા મુદ્દાઓ પર વોટ બેંકની રાજનીતિને કારણે “પ્રતિસાદ ન આપવા” માટે આકરા પ્રહારો કર્યા. ” હું ઉદ્ધવ ઠાકરેને પૂછવા માંગુ છું… અમિત […]

કાનપુરમાં આજે વડાપ્રધાન મોદીનો રોડ શો, યૂપીમાં 2 દિવસમાં 7 લોકસભા સીટો પર કરશે પ્રચાર

ત્રીજા તબક્કાના પ્રચાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ચોથા અને પાંચમા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર કરીને રાજકીય માહોલમાં ગરમાવો લાવશે. આજે અને આવતીકાલે એમ બે દિવસ વડાપ્રધાન યુપીની સાત લોકસભા સીટો પર સતત 2 દિવસ પ્રચાર કરશે. વડાપ્રધાન આજે કાનપુર અને અકબરપુર લોકસભા બેઠકો પર રેલીને સંબોધશે . આ સ્થળે કરશે રોડ શો બીજેપીના રાજ્ય […]

લોકસભા ચૂંટણી: ચોથા તબક્કામાં 96 બેઠકો ઉપર 1717 ઉમેદવારો વચ્ચે જામશે ચૂંટણીજંગ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024ના ચોથા તબક્કામાં 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 1717 ઉમેદવારો ચૂંટણી લડશે. લોકસભા ચૂંટણી 2024 માટે ચોથા તબક્કામાં મતદાન માટે જઈ રહેલા 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 96 પીસી માટે કુલ 4264 ઉમેદવારીપત્રો ભરાયા હતા. તમામ 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે ચોથા તબક્કા માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 25 એપ્રિલ, 2024 હતી. દાખલ થયેલા તમામ ઉમેદવારીપત્રોની ચકાસણી […]

શું અમેઠીની જેમ રાયબરેલી પણ કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠકોમાંથી બાદ થઇ જશે ? કોંગ્રેસનો દાવ કેટલો સફળ રહેશે ?

રાયબરેલી, જે ઘણા દાયકાઓથી હાઈપ્રોફાઈલ સીટ રહી છે, તેને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. તેનાથી થોડે દૂર સ્થિત ગોપાલ સરસ્વતી વિદ્યા મંદિર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની હાજરીનું પ્રતિક છે. રતાપુર રોડ પર અટલ ભવન એ વિસ્તારમાં ભાજપના વધતા પ્રભાવ અને ઉત્તર પ્રદેશમાં ગાંધી પરિવારના છેલ્લા ગઢમાં પ્રવેશ કરવાના પક્ષના પ્રયાસનું પ્રતીક છે. બદલાતા ચૂંટણી સમીકરણો છતાં, […]

બધા દિવસો સરખા નથી હોતા’ સાંગલીમાં રેલીને સંબોધતા ભાજપ પર ઉદ્ધવ ઠાકરેનો પ્રહાર

મહારાષ્ટ્રની સાંગલી લોકસભા સીટને લઈને મહા વિકાસ આઘાડી વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. દરમિયાન, શિવસેના (યુબીટી)ના નેતા ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે (2 મે) જણાવ્યું હતું કે તેમની પાર્ટીએ ગઠબંધન ખાતર તેના સાથી પક્ષો માટે બેઠકો છોડી દીધી છે, જે તેણે પાંચ વખત જીતી હતી. નિરંકુશતા સામેની લડાઇમાં મતોનું વિભાજન ન થવા દેતાઃ ઉદ્ધવ સાંગલીમાં પોતાના પક્ષના […]

લોકસભા ચૂંટણીઃ અમેઠી બેઠક ઉપર 25 વર્ષ પછી કોંગ્રેસમાંથી ગાંધી પરિવાર નહીં લડે ચૂંટણી

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, દરમિયાન કોંગ્રેસની પરંપરાગત બેઠક મનાતી રાયબરેલી અને અમેઠી બેઠક ઉપર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યાં હતા. રાયબરેલી બેઠક ઉપર રાહુલ ગાંધી અને અમેઠી બેઠક ઉપર કિશોરી લાલ શર્માને ઉતારવામાં આવ્યાં છે. રાયબરેલી બેઠક ઉપર વર્ષોથી સોનિય ગાંધી ચૂંટણી લડતા હતા પરંતુ તાજેતરમાં જ તેઓ રાજ્યસભાના સભ્ય […]

ઇન્ડિયા એલાયન્સ પર નડ્ડાના પ્રહાર, કહ્યું ઘમંડિયા ગઠબંધન પરિવારવાદી પાર્ટીઓ અને ભ્રષ્ટાચારીઓનું ગઠબંધન

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ ગુરુવારે (2 મે) મધ્ય પ્રદેશના સાગર લોકસભા મતવિસ્તારના વિદિશા જિલ્લાના સિરોંજમાં એક જાહેર સભાને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર ભ્રષ્ટાચાર અને વિભાજનકારી નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા.. જેપી નડ્ડાએ કહ્યું કે આ ચૂંટણી વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા લેવાની ચૂંટણી છે. તેમણે કહ્યું કે 20 […]

લોકસભા ચૂંટણીઃ મહેસાણામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાની વર્ચ્યુયલ ચૂંટણીસભા યોજાઈ

અમદાવાદઃ મહેસાણા ખાતે અવસર પાર્ટી પ્લોટની સામેના મેદાનમાં ગત રાત્રે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાની વર્ચ્ચુયલ ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રચાર સભા યોજાઈ હતી. સભામાં મુખ્ય મહેમાન તરીકે જે.પી. નડ્ડા ઉપસ્થિત રહેવાના હતા પરંતુ તેઓના હેલિકોપ્ટરમાં તકનિકી ખામી સર્જાતાં તેઓ ભોપાલથી મહેસાણા આવી શક્યા નહોતા અને તેમણે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી સભાને સંબોધિત કરી હતી. મહેસાણા લોકસભા સીટ […]

રાહુલ ગાંધી ડરના કારણે રાયબરેલી ભાગી ગયાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ચિમ બંગાળના બર્ધમાનમાં ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, તેમનો જન્મ જનતાની સેવા કરવા માટે થયો છે. તેમનું સ્વપ્ન માત્ર લોકોના સપના પૂરા કરવાનું છે. આ રેલીમાં પીએમ મોદીએ રાહુલ ગાંધીના રાયબરેલીથી લોકસભા ચૂંટણી લડવાના નિર્ણય પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું […]

રાહુલ ગાંધી અમેઠીથી નહીં, રાયબરેલીથી લડશે ચૂંટણી, નામાંકન સમયે સોનિયા ગાંધી પણ રહેશે હાજર

ઉત્તર પ્રદેશની રાયબરેલી અને અમેઠી બેઠકોના કોંગ્રેસના ઉમેદવારો અંગેના સસ્પેન્સનો અંત આવ્યો છે.. પાર્ટીએ રાયબરેલી સીટ પરથી રાહુલ ગાંધીને મેદાનમાં ઉતાર્યા છે. અમેઠીથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામે કિશોરી લાલ શર્માને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસે અમેઠી અને રાયબરેલી બેઠકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code