1. Home
  2. લોકસભા ઈલેક્શન 2024

લોકસભા ઈલેક્શન 2024

લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે ગુજરાતના 11 સહિત 57 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી

નવીદિલ્હીઃ લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા 57 ઉમેદવારોની ત્રીજી યાદી ગુરૂવારે રાતે જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં ગુજરાતના 11 ઉમોદવારોનો સમાવેશ થાય છે. ત્રીજી યાદીમાં ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, પુડુચેરી, રાજસ્થાન, તેલંગાણા અને પશ્ચિમ બંગાળની લોકસભા બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. આ પહેલા ભાજપે ત્રીજી યાદીમાં નવ નામોની જાહેરાત કરી હતી. ભાજપની ત્રીજી યાદીમાં […]

જાણો જવાહરલાલ નહેરુએ સિંધિયા રાજપરિવાર પર શા માટે રાજકારણમાં આવવાનું બનાવ્યું હતું દબાણ?

ભારતની સ્વતંત્રતા બાદ ગ્વાલિયરના મહારાજા જીવાજીરાવ સિંધિયા રાજનીતિથી મહદઅંશે દૂર રહ્યા હતા. તેમણે ક્યારેય કોઈ ચૂંટણી લડી નહીં. પરંતુ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ કેટલાક કારણોથી આ રાજપરિવારને રાજકારણમાં લાવવાનું નક્કી કર્યું હતું. તત્કાલિન કોંગ્રેસ સરકાર મહારાજા અને તેમના પત્નીના હિંદુ મહાસભા તરફના ઝુકાવથી ચિંતિત હતી. કોંગ્રેસ માટે હિંદુ મહાસભા એક પડકાર તરીકે ઉભરી રહી […]

લોકસભા ચૂંટણીઃ BJP એ ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી, તમિલનાડુના નવ ઉમેદવારોની પસંદગી

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર શરૂ કરવામાં આવ્યો છે. બીજી તરફ પ્રથમ તબક્કાના મતદાન માટે ચૂંટણીપંચ દ્વારા પરિપત્ર પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. દરમિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની ત્રીજી યાદી પણ જાહેર કરવામાં આવી છે. આ ત્રીજી યાદીમાં દક્ષિણ ભારતના તમિલનાડુની લોકસભાની 9 બેઠકો ઉપર ઉમેદવારોના […]

લોકસભા ચૂંટણીઃ અમદાવાદમાં જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને મદદનીશ ચૂંટણી અધિકારીઓની બેઠક યોજાઈ

અમદાવાદઃ લોકસભા સામાન્ય ચૂંટણી-2024ને અનુલક્ષી અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી. કે.ના અધ્યક્ષસ્થાને મદદનીશ ચૂંટણી અધિકારીઓની બેઠક અને ચૂંટણીના સ્ટાફનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન યોજાયું હતું. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ પ્રાંત અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓને સૂચના આપતાં જણાવ્યું કે, લોકસભા સામાન્ય ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંત વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણીમાં રોકાયેલા […]

ઈલેક્ટોરલ બોન્ડ મામલે SBIએ ચૂંટણીપંચને માહિતી પુરી પડી

નવી દિલ્હીઃ ઈલેક્ટોરલ બોન્ડ મામલે સ્ટેટ બેંકના ચેરમેનએ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવીટ ફાઈલ કરી હતી. એફિડેવીટમાં જણાવ્યું હતું કે, બોન્ડ મામલામાં 18મી માર્ચના આદેશનું પાલન કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચને ખરીદાયેલા અને કેશ કરાવાયેલા તમામ ઈલેક્ટોરલ બોન્ડની પુરી જાણકારી ઉપલબ્ધ કરાવાઈ છે. એફિડેવીટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, તમામ બોન્ડના નંબર પણ જણાવાયાં છે. સુપ્રીમ […]

મોદી સરકારની રશિયા-યુક્રેન યુદ્ધ સંબંધિત જાહેરાત હટાવવાની માગણી, ચૂંટણી પંચ પહોંચી કોંગ્રેસ

નવી દિલ્હી: કોંગ્રેસના એક ડેલિગેશને ગુરુવારે મુખ્ય ચૂંટણી કમિશનર સાથે મુલાકાત કરી અને ભાજપે ચૂંટણી પ્રચારની જાહેરાત સામે વાંધો વ્યક્ત કર્યો. પાર્ટીએ આને લઈને ચૂંટણી પંચ સમક્ષ પોતાની ફરિયાદ પણ કરી. પાર્ટીના નેતા સુપ્રિયા શ્રીનેતે કહ્યું છે કે અમે ભાજપના રશિયા-યુક્રેન યુદ્ધવાળા વિજ્ઞાપનને લઈને ફરિયાદ કરી છે અને જલ્દીથી જાહેરાત હટાવવાની માગણી કરી છે. કોંગ્રેસે […]

SBIએ ચૂંટણી પંચને સોંપ્યો ઈલેક્ટોરલ બોન્ડનો યૂનિક નંબર્સ સાથેનો ડેટા, SCએ આપ્યો હતો ઠપકો

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના આકરા ઠપકા બાદ આખરે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ગુરુવારે ઈલેક્ટોરલ બોન્ડ્સની તમામ જાણકારી ચૂંટણી પંચને સોંપી દીધી છે. આ ડેટામાં યૂનિક નંબર્સ પણ છે, તેનાથી એ જાણકારી મેળવવી આસાન હશે કે આખરે કોણે ક્યાં રાજકીય પક્ષને ચૂંટણી ફંડ આપ્યું છે. એસબીઆઈએ એફિડેવિટ પણ દાખલ કર્યું છે. એફિડેવિટે એક પોઈન્ટમાં લખ્યું છે […]

ગુજરાત સહિત ચાર રાજ્યમાં જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકની બદલીના આદેશ કરાયાં

નવી દિલ્હીઃ ભારતના ચૂંટણી પંચ (ECI) એ ગુરુવારે ગુજરાત, પંજાબ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ એમ ચાર રાજ્યોમાં જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) અને પોલીસ અધિક્ષક (SP) તરીકે નેતૃત્વના હોદ્દા ધરાવતા નોન-કેડર અધિકારીઓ માટે ટ્રાન્સફર ઓર્ડર જારી કર્યા છે. જિલ્લાઓમાં DM અને SPની જગ્યાઓ અનુક્રમે ભારતીય વહીવટી સેવા (IAS) અને ભારતીય પોલીસ સેવા (IPS) ના અધિકારીઓ માટે આરક્ષિત છે. કમિશને […]

દિલ્હી HCએ CM કેજરીવાલને ધરપકડથી રાહત આપવાનો કર્યો ઈન્કાર, કોર્ટે ઈડીની ફાઈલ જોઈ

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને સતત બીજા દિવસે હાઈકોર્ટમાંથી આંચકો લાગ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી બાદ હાઈકોર્ટે તેમને રાહત આપવાનો ઈન્કાર કર્યો છે. કોર્ટે કેજરીવાલની ધરપકડ પર રોક લગાવવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. આ પહેલા જજોએ ચેમ્બરમાં મંગળવારે કેજરીવાલ વિરુદ્ધ પુરાવાઓની ફાઈલ […]

મિ. અટૉર્ની જનરલ, તમારા રાજ્યપાલ શું કરી રહ્યા છે?: તમિલનાડુના ગવર્નર પર ભડકયા CJI ચંદ્રચૂડ આપી ચેતવણી

નવી દિલ્હી: તમિલનાડુના રાજ્યપાલ આર. એન. રવિને લઈને સુપ્રીમ કોર્ટે ફરી એકવાર આકરું વલણ અખત્યાર કર્યું છે. તમિલનાડુ સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે અમે રાજ્યપાલના વ્યવહારથી ગંભીરપણે ચિંતિત છીએ. સીજેઆઈ ડીવાઈ ચંદ્રચૂડે અટોર્ની જનરલને સવાલ કર્યો કે તમારા રાજ્યપાલ શું કરી રહ્યા છે. તેમે તેમને જઈને જણાવો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code