1. Home
  2. લોકસભા ઈલેક્શન 2024

લોકસભા ઈલેક્શન 2024

ઈન્દિરા-રાજીવના વારસાનું અપમાન છે કાસ્ટ સેન્સસ, રાહુલ ગાંધી પર કૉંગ્રેસના મોટા નેતાએ સાધ્યું નિશાન

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક કલેશ ખુલીને સામે આવી રહ્યો છે. આખા દેશમાં જાતિગત વસ્તી ગણતરીનો વાયદો કરી રહેલા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને તેમની જ પાર્ટીના એક મોટા નેતાના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. કાસ્ટ સેન્સસની માગણી સાથે રાહુલ ગાંધી લોકોને વાયદો કરી રહ્યા છે કે જો સત્તામાં આવશે, તો તેઓ ખુદ […]

માત્ર ઈમામોને વેતન કેમ? PIL કોર્ટે કેજરીવાલ સરકારનો માંગ્યો જવાબ

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર અને દિલ્હી વક્ફ બોર્ડને એક જાહેરહિતની અરજી પર સુનાવણી કરતા નોટિસ જાહેર કરી છે. આ પીઆઈએલમાં સરકારી નાણાંથી ઈમામો અને મુઅજ્જિનોને વેતન આપવાની નીતિને પડકારવામાં આવી છે. આ મામલામાં આગામી સુનાવણી 22 જુલાઈએ થશે. બાર એન્ડ બેન્ચના એક રિપોર્ટ પ્રમાણે, એક્ટિંગ ચીફ જસ્ટિસ મનમોહન અને […]

સરકારના ફેક્ટ ચેક યૂનિટ પર રોક, સુપ્રીમ કોર્ટે કહ્યું- અભિવ્યક્તિની આઝાદી પર હશે ખતરો

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના ફેક્ટ ચેક યૂનિટ પર રોક લગાવી દીધી છે. આ ફેક્ટ ચેક યનિટને ઓનલાઈન કન્ટેન્ટના નિરીક્ષણ માટે બનાવવામાં આવ્યું હતું. ગત વર્ષ એપ્રિલમાં જ કેન્દ્ર સરકારે તેનું એલાન કરતા કહ્યુ તુ કે તેનું કામ હશે કે તે સરકાર બાબતે આપવામાં આવેલી જાણકારીના તથ્યોની તપાસ કરે. આઈટી નિયમોમાં પરિવર્તન કરતા આ […]

લોકોને વ્હોટ્સએપ પર વિકસિત ભારતવાળા મેસેજ મોકલવાનું બંધ કરો, ચૂંટણી પંચનો સરકારને આદેશ

નવી દિલ્હી: વિકસિત ભારત સંપર્કના બેનર હેઠળ કેન્દ્ર સરકારની સિદ્ધિઓ દર્શાવતા વ્હોટ્સએપ મેસેજ પર ચૂંટણીપંચે રોક લગાવી છે. ચૂંટણી પંચને ઘણી ફરિયાદો મળી હતી કે લોકસભા ચૂંટણી 2024ની ઘોષણા અને આદર્શ આચાર સંહિતાને લાગુ કરવા છતાં સરકારની સિદ્ધિઓ વાળા મેસેજ હજી પણ નાગરિકોને ફોન પર મોકલાય રહ્યા છે. તેના પછી ચૂંટણી પંચે ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી […]

લોકસભા ચૂંટણી 2024: પક્ષપલટૂઓ પર કડક થવા લાગી છે જનતા, 1977માં 31 તો 2019માં 85 ટકાને મળી છે હાર

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ની પ્રક્રિયા ઝડપ પકડી રહી છે. રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોની ઘોષણા કરવાની પ્રક્રિયામાં તબક્કાવાર આગળ વધી રહ્યા છે. બીજી તરફ નેતાઓના પક્ષપલટાનો સિલસિલો ચાલુ છે. તેનું તાજું ઉદાહરણ ઝારખંડના સીતા સોરેનનું છે. ત્રણ ટર્મના ધારાસભ્ય અને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનના ભાભી સીતા સોરેને 19 માર્ચે ઝારખંડ મુક્તિ મોરચાને અલવિદા કરીને […]

લોકસભા ચૂંટણીઃ ભાજપાએ રાજસ્થાન, હરિયાણા અને આંધ્રપ્રદેશના ચૂંટણી પ્રભારી બદલાયા

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીનો પ્રચાર-પ્રસાર વેગવંતો બનાવ્યો છે. તેમજ ઉમેદવારોની પસંદગીની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ રાજસ્થાન, હરિયાણા અને આંધ્રપ્રદેશના ચૂંટણી પ્રભારી બદલવામાં આવ્યાં છે. પ્રથમ તબક્કાના મતદાનના એક મહિના પહેલા જ પાર્ટીએ આ મહત્વનો નીર્ણય લીધો છે. પ્રથમ તબક્કા માટે 19મી […]

વરુણ ગાંધી માટે માતા મેનકા ગાંધી કરશે ત્યાગ!

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશની પીલીભીત, સહારનપુર અને મુરાદાબાદની બેઠકો પર પહેલા જ તબક્કામાં વોટિંગ થવાનું છે. તેમ છતાં હજી સુધી આ મહત્વની બેઠકો પર અત્યરા સુધી ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની ઘોષણા કરી નથી તેમાં સૌથી મહત્વની અને ચર્ચિત બેઠક પીલીભીતની છે. આ બેઠક પરથી સંજય ગાંધીના પુત્ર વરુણ ગાંધી સાંસદ છે. તેમને લઈને અત્યાર સુધી સ્થિતિ […]

આસામથી ઝડપાયો ISISનો ઈન્ડિયા ચીફ, ચૂંટણીમાં આતંક ફેલાવવાનો હતો બદઈરાદો

ધુબરી: આસામ પોલીસની સ્પેશયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)એ ભારત અને બાંગ્લાદેશ બોર્ડર નજીકથી કટ્ટરપંથી ઈસ્લામિક આતંકવાદી જૂથ ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા એટલે કે આઈએસઆઈએસની બે કેડરને એરેસ્ટ કરી છે. લોકસભા ચૂંટણી પહેલા આને મોટી સફળતા માનવામાં આવે છે. પોલીસે કહ્યું છે કે આઈએસઆઈએસ આતંકી ધુબરી જિલ્લા પાસે બાંગ્લાદેશથી ભારતમાં દાખલ થયા અને તેઓ રાજ્યમાં […]

ચૂંટણી કમિશનરોની નિયુક્તિ પર હવે રોક લગાવી શકાય નહીં, સુપ્રીમ કોર્ટે કહ્યું-રોકથી ચૂંટણી પર પડશે અસર

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે તાજેતરમાં બે ચૂંટણી કમિશનરોની નિયુક્તિ પર રોક લગાવવાનો ઈન્કાર કર્યો છે અને તેમની નિયુક્તિને પડકારનારી અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ તબક્કામાં આવીને નિયુક્તિ પર રોક લગાવવાથી માત્ર ચૂંટણીઓ પર જ અસર નહીં થાય, પરંતુ આનાથી અરાજકતા પણ પેદા થશે. જો કે સુપ્રીમ કોર્ટે નિયુક્તિની પ્રક્રિયા પર […]

લોકસભા ચૂંટણીઃ અમદાવાદ શહેર અને જિલ્લાના 60,39 લાખ મતદારો મતાધિકારનો કરશે ઉપયોગ

અમદાવાદઃ આગામી 7 મેના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે. ચૂંટણીને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સર્વગ્રાહી કામગીરી હાથ ધરાઈ છે. ચૂંટણી પ્રક્રિયામાં સૌથી મહત્ત્વનું પરિબળ એટલે મતદાર અને મતદાન. અમદાવાદ શહેર જિલ્લામાં મતદારોનું વૈવિધ્ય જોઈએ તો કુલ 60,39,145 મતદારો પૈકી 31,33,284 પુરુષ અને 29,05,622 મહિલા મતદારો છે, જ્યારે 30,730 દિવ્યાંગ મતદારો છે. ભારતીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code