1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. લોકસભા ચૂંટણીઃ અમદાવાદ શહેર અને જિલ્લાના 60,39 લાખ મતદારો મતાધિકારનો કરશે ઉપયોગ
લોકસભા ચૂંટણીઃ અમદાવાદ શહેર અને જિલ્લાના 60,39 લાખ મતદારો મતાધિકારનો કરશે ઉપયોગ

લોકસભા ચૂંટણીઃ અમદાવાદ શહેર અને જિલ્લાના 60,39 લાખ મતદારો મતાધિકારનો કરશે ઉપયોગ

0
Social Share

અમદાવાદઃ આગામી 7 મેના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે. ચૂંટણીને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સર્વગ્રાહી કામગીરી હાથ ધરાઈ છે. ચૂંટણી પ્રક્રિયામાં સૌથી મહત્ત્વનું પરિબળ એટલે મતદાર અને મતદાન. અમદાવાદ શહેર જિલ્લામાં મતદારોનું વૈવિધ્ય જોઈએ તો કુલ 60,39,145 મતદારો પૈકી 31,33,284 પુરુષ અને 29,05,622 મહિલા મતદારો છે, જ્યારે 30,730 દિવ્યાંગ મતદારો છે.

ભારતીય ચૂંટણી પંચની નિર્દેશિકા અનુસાર અમુક પ્રમાણથી વધારે દિવ્યાંગતા ધરાવતા મતદારો માટે ઘરેથી  મતદાનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત મતદાન મથકો પર પણ સ્વયંસેવકો તથા વ્હીલચેરની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. વધુમાં દિવ્યાંગ મતદારો સક્ષમ (Saksham) એપ્લિકેશનની મદદથી મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ મેળવી શકશે. અમદાવાદ શહેર અને જિલ્લામાં કુલ 30,730 દિવ્યાંગ મતદારો પૈકી 17,064 પુરુષ અને 13,662 મહિલાઓનો સમાવેશ થાય છે. જ્યારે એલિસબ્રિજ, બાપુનગર, જમાલપુર- ખાડિયા અને મણીનગર વિધાનસભા પૈકી પ્રત્યેકમાં એક એક એમ કુલ 4 ટ્રાન્સજેન્ડર મતદારો છે. વિરમગામ વિધાનસભા વિસ્તારમાં સૌથી વધુ 2575 અને અસારવામાં સૌથી ઓછા 541 દિવ્યાંગ મતદારો છે. વિરમગામ ઉપરાંત સાણંદ વિધાનસભા વિસ્તારમાં બે હજારથી વધુ એટલે કે 2453, વેજલપુર વિધાનસભામાં 2413 વટવામાં 2503 અને દાણીલીમડામાં 2024 દિવ્યાંગ મતદારો છે.

અમદાવાદ શહેર અને જિલ્લાની કુલ 21 વિધાનસભા બેઠકો પૈકી અમદાવાદ પૂર્વમાં પાંચ વિધાનસભા બેઠકોનો, અમદાવાદ પશ્ચિમમાં સાત બેઠકોનો, ગાંધીનગર લોકસભા વિસ્તારમાં પાંચ બેઠકોનો, સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં બે બેઠકોનો અને ખેડા જિલ્લાની લોકસભા વિસ્તારમાં બે બેઠકોનો સમાવેશ થાય છે. એ દૃષ્ટિએ અમદાવાદ શહેર અને જિલ્લાનો વિસ્તાર પાંચ લોકસભા બેઠકોને સમાવે છે.

અન્ય વિધાનસભા વિસ્તારની વિગત જોઈએ તો ઘાટલોડિયામાં 1438 એલિસબ્રિજમાં 665 નારણપુરામાં 770 નિકોલમાં 1292 નરોડામાં 1133 ઠક્કરબાપાનગરમાં 996 બાપુનગરમાં 989 અમરાઈવાડીમાં 1320 દરિયાપુરમાં 652 જમાલપુર-ખાડિયામાં 1023, મણિનગરમાં 1486 સાબરમતીમાં 1301 દસક્રોઈમાં 1775 ધોળકામાં 1561 અને ધંધુકા વિધાનસભા વિસ્તારમાં 1820 દિવ્યાંગ મતદારો મતદાનનો ઉપયોગ કરશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code