1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

ભારતની 6G યાત્રાનો હેતુ આત્મનિર્ભર ઇકોસિસ્ટમ બનાવવાનોઃ જ્યોતિરાદિત્ય સિંધિયા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ભારત 6G મિશનને વેગ આપવા માટે ભારત 6G એલાયન્સ (B6GA) હેઠળ સાત સમર્પિત કાર્યકારી જૂથોની રચના કરી છે. આ જૂથોએ મંગળવારે યોજાયેલી ત્રિમાસિક સમીક્ષા બેઠકમાં તેમની પ્રગતિ અને ભવિષ્યની યોજનાઓ (રોડમેપ) રજૂ કરી હતી. કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. મંત્રી સિંધિયાએ વ્યાપક સફળતા સુનિશ્ચિત કરવા […]

ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી નીચેના બાળકો હવે સોશિયલ મીડિયા નહીં વાપરી શકે: બાળકોને બચપન મળશે

કેનબેરા: વડા પ્રધાન એન્થોની અલ્બનીઝના મતે, ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર લગાવવામાં આવેલો વિશ્વનો પ્રથમ પ્રતિબંધ સુનિશ્ચિત કરશે કે બાળકોને તેમનું બચપન પાછું મળે. અલ્બનીઝે મંગળવારે ઓસ્ટ્રેલિયાના રાજ્યો અને સ્થાનિક નેતાઓનો સોશિયલ મીડિયા પ્રતિબંધ પર તેમના સમર્થન બદલ આભાર માન્યો, જે બુધવારથી લાગુ થઈ રહ્યો છે. તેમણે એ પણ સ્વીકાર્યું […]

નકલી મોબાઈલ ચાર્જર વાપરવાથી ચેતી જજો! બેટરી, મધરબોર્ડ થશે ખરાબ

નવી દિલ્હી: જ્યારે પણ મોબાઈલનું ચાર્જર ખરાબ થાય છે, ત્યારે મોટાભાગના લોકો બજારમાંથી કોઈપણ કંપનીનું ચાર્જર ખરીદી લેતા હોય છે. આપણને લાગે છે કે કોઈ પણ ચાર્જર ફોનને ચાર્જ તો કરી જ દેશે, પરંતુ આ વિચારસરણી તમારા ફોનને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. બજારમાં ઉપલબ્ધ ઘણા ડુપ્લિકેટ ચાર્જર બ્રાન્ડના નામે વેચાય છે, પરંતુ તેની ગુણવત્તા […]

એન્ડ્રોઇડ ફોનમાં ઘૂસી શકે છે આ નવો ખતરનાક સ્પાયવેર ક્લેરેટ, તમારા ડેટાની કરશે ચોરી

જો તમે એન્ડ્રોઇડ યુઝર છો, તો તમારા માટે એક ગંભીર ચેતવણી છે. સુરક્ષા નિષ્ણાતોએ એક નવા અને વધુ જોખમી સ્પાયવેર ‘ક્લેરેટ’ વિશે ચેતવણી આપી છે, જે તમારા ફોનમાં ઘૂસીને તમારો બધો જ ડેટા ચોરી કરી શકે છે. આ સ્પાયવેર તમારા મેસેજ, કોલની સંપૂર્ણ માહિતી, ફોટા અને અહીં સુધી કે ફોનનું લોક પણ ખોલી શકે છે. […]

બનાસ બાયો-સીએનજી – બનાસ મોડેલ”નું અમિત શાહના હસ્તે આગથળા ખાતે લોકાર્પણ

કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહે પશુપાલક મહિલાઓ સાથે ખેતી, પશુપાલન, મધ ઉછેર, બટાકાની ખેતી, અળસિયાં ઉછેર અંગે સંવાદ કર્યો આગથળા બાયોગેસ પ્લાન્ટ દરરોજ 1,00,000 કિલો ગાયના છાણનું પ્રોસેસિંગ કરે છે પાલનપુર, 6 ડિસેમ્બર, 2025ઃ Banas Bio-CNG – Banas Model inaugurated બનાસકાંઠાના વિકાસમાં એક નવો અધ્યાય ઉમેરાતા આગથળામાં સ્થપાયેલ “બનાસ બાયો-સીએનજી – બનાસ મોડેલ” પ્લાન્ટનું કેન્દ્રીય ગૃહ […]

ઈઝરાયલની આર્મી હવે એન્ડ્રોઈડ ફોનનો ઉપયોગ નહીં કરે, સુરક્ષાના કારણોસર લેવાયો નિર્ણય

ઈઝરાયલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યું છે. દરમિયાન ઈઝરાયલ ડિફેન્સ ફોર્સને સાઈબર સુરક્ષાને મજબુત કરવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. હવે લેફ્ટન્ટ કર્મલ તથા તેમની ઉપરના સિનિયર અધિકારીઓ સત્તાવાર સંદેશાવ્યવહાર માટે હવે આઈફોનનો ઉપયોગ કરશે. સુરક્ષાનો કારણોસર એન્ડ્રોઈડ ફોન સંપૂર્ણ રીતે બેન કરવામાં આવ્યો છે. ડિજીટલ સેંઘમારી કોશિશો અને વધતી સાયબર જાસૂસી […]

એન્જિનિયરિંગ સેક્ટરના એશિયાના સૌથી મોટા એક્ઝિબિશન ‘ENGIMACH-2025’નો શુભારંભ

ત્રિદિવસીય એક્ઝિબિશનમાં દેશ-વિદેશની અંદાજે ૧,૧૦૦ કંપનીઓ સહભાગી ૦૧ લાખ ચો.મીટર જગ્યામાં યોજાયેલા એક્ઝિબિશનમાં ૧૦,૦૦૦ વધુ ઉત્પાદનોનું પ્રદર્શન એક્ઝિબિશનમાં ‘ઇન્ટરનેશનલ બાયર-સેલર મીટ’નું આયોજન ગાંધીનગર, 3 ડિસેમ્બર, 2025ઃ ENGIMACH-2025 exhibition નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજે હેલીપેડ, ગાંધીનગર ખાતે એન્જિનિયરિંગ સેક્ટરના એશિયાઈના સૌથી મોટા ૧૭માં ‘ENGIMACH-2025’ ત્રિદિવસીય એક્ઝિબિશનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ એક્ઝિબિશન […]

રાષ્ટ્રીય સ્તરે ડ્રાઈવરો દ્વારા જ સંચાલિત થનાર ભારત ટેક્સી સેવાનો ગુજરાતમાં નવો ઇતિહાસ રચાયો

ટેક્સી સેવામાં પણ હવે સહકારી મોડલ લાગુઃ દિલ્હીમાં ટ્રાયલ શરૂ, બીજા ક્રમે ગુજરાત (અલકેશ પટેલ) ગાંધીનગર, 3 ડિસેમ્બર, 2025ઃ Bharat Taxi Service ટેક્સી સેવાને દેશી-વિદેશી કંપનીઓની જાળમાંથી મુક્ત કરવા અને ડ્રાઈવરોને પડતી મુશ્કેલીઓ નિવારવા ભારત સરકાર દ્વારા દેશની પ્રથમ સહકારી કૅબ સેવાનો વિચાર વહેતો મૂકવામાં આવ્યો હતો. આ સેવા હવે ટૂંક સમયમાં શરૂ થશે. ઓલા અને […]

સંચાર સાથી એપ ફરજિયાત નથી, તેને ડિલીટ કરી શકાશે: જ્યોતિરાદિત્ય સિંધિયા

નવી દિલ્હીઃ સંચાર સાથી મોબાઇલ એપ ફરજિયાત નથી અને તેને ડિલીટ કરી શકાય છે, એમ કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મંગળવારે (2 ડિસેમ્બર) ગોપનીયતા વિવાદ વચ્ચે જણાવ્યું હતું. મીડિયા સાથે વાત કરતા સિંધિયાએ જણાવ્યું હતું કે, એપ્લિકેશન રાખવી એ વ્યક્તિ પર નિર્ભર છે, અને તેને સ્માર્ટફોનમાંથી ડિલીટ કરી શકાય છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, “જો […]

હવે મોબાઈલ ફોનમાં સિમકાર્ડ વગર નહીં ચાલે મેસેજિંગ એપ્સ, સરકારે લાગુ કર્યા નવા નિયમો

નવી દિલ્હીઃ દેશની સાયબર સુરક્ષા વધારે કડક બનાવવા માટે કેન્દ્રીય સરકારે મેસેજિંગ એપ્સ પર અત્યાર સુધીનો સૌથી કડક નિયમ લાગુ કર્યો છે. ટેલિકોમ વિભાગ (DoT)એ જાહેર કર્યું છે કે હવે કોઈપણ મેસેજિંગ એપ SIM વગર ફોનમાં ચલાવી શકાશે નહીં. એટલે કે, એપ જે મોબાઇલ નંબરથી રજિસ્ટર છે, એ જ SIM સતત ફોનમાં હોવુ ફરજિયાત રહેશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code