1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

ભારતીય રેલ્વેએ 36 દિવસમાં 4521 વિશેષ ટ્રેનો ચલાવીને 65 લાખ મુસાફરોને સેવા આપી

નવી દિલ્હીઃ દિવાળીના તહેવારોમાં મોટાભાગના લોકો પરિવાર સાથે તહેવારની ઉજવણી કરવાનું પસંદ કરે છે. જેથી દિવાળીના તહેવારોમાં લોકો પોતાના વતન જવાનું પસંદ કરે છે. જેથી આવા પ્રવાસીઓ માટે રેલવે વિભાગ દ્વારા વિશેષ ટ્રેન દોડાવવામાં આવી હતી. દરમિયાન 36 કલાકમાં ચાર હજારથી વધારે ફ્લાઈટમાં 65 લાખથી વધુ મુસાફરોને પ્રવાસ કર્યો હતો. ભારતીય રેલ્વેએ છેલ્લા છત્રીસ દિવસમાં […]

પાટણઃ દિવાળીના તહેવારોમાં સુપ્રસિદ્ધ રાણકીવાવ પર સહેલાણીઓની ભીડ

અમદાવાદઃ દિવાળી તહેવારોના પ્રસંગે પાટણની રાણકીવાવમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતા. છેલ્લા ચાર દિવસમાં હજારો ભારતીય અને વિદેશી પ્રવાસીઓએ રાણકીવાવ અને સહસ્ત્રલીંગ તળાવની મુલાકાત લીધી હતી. આ પ્રવાસીઓમાં અનેક લોકો પરિવાર સાથે યાદગાર પળો પસાર કરતાં અને સેલ્ફી લેતા જોવા મળ્યા. પાટણની રાણકીવાવ, UNESCO દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા પ્રાપ્ત, 100 રૂપિયાની ચલણી નોટ […]

આંબરડી સફારી પાર્ક: સિંહ દર્શન માટે પ્રવાસીઓનો ધસારો

અમદાવાદઃ દિવાળીમાં લોકો રજાઓ માણવા માટે વિવિધ પર્યટક સ્થળોએ જતા હોય છે. ત્યારે સૌરાષ્ટ્રમાં સિંહ દર્શનમાં સૌથી વધુ સહેલાણીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. તો ખાસ કરીને અમરેલી જિલ્લામાં ધારી નજીર આવેલા આંબરડી સફારી પાર્ક પર્યટકો માટે આકર્ષકનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. અહીંયા લોકોના ટોળેટોળા નજરે આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને […]

અમિત શાહ આજથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહ આજે સવારે બોટાદના સલંગપુરમાં પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર પરિસરમાં શ્રી ગોપાલાનંદ સ્વામી યાત્રી ભવનનું ઉદ્ઘાટન કરશે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ નવા ગેસ્ટ હાઉસમાં 1100 રૂમ છે. આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં પીરાણા વેસ્ટ સાઇટ ખાતે રાજ્યના સૌથી મોટા વેસ્ટ ટુ વેલ્થ […]

રક્ષા મંત્રી રાજનાથ સિંહ સૈનિકો સાથે દિવાળી મનાવશે, રિજિજુ સાથે તવાંગ જવા રવાના થશે

તાજેતરમાં, પડોશી દેશ ચીન સાથે પૂર્વી લદ્દાખમાં LAC પર વર્ષોથી ચાલી રહેલો વિવાદ ઉકેલાયો છે. હવે રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ અરુણાચલ પ્રદેશના સરહદી વિસ્તાર તવાંગમાં દિવાળી મનાવવાનો નિર્ણય કર્યો છે. આ માટે તેઓ અરુણાચલ પ્રદેશના તવાંગ જવા રવાના થયા છે. ‘સૈનિકો સાથે વાત કરવા આતુર’ રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું, […]

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ સાઉદી અરેબિયાની મુલાકાતે

નવી દિલ્હીઃ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ સાઉદી અરેબિયાની એક સપ્તાહની મુલાકાતે ગઈકાલે સાંજે રિયાધ પહોંચ્યા છે. આ મુલાકાતનો ઉદ્દેશ્ય ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેની ભાગીદારીને વધુ ગાઢ બનાવવાનો છે. પીયૂષ ગોયલ રિયાધમાં ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિયેટિવ (FII) ની 8મી આવૃત્તિમાં ભાગ લેશે, જે એક અગ્રણી પ્લેટફોર્મ છે જે વૈશ્વિક નેતાઓ, રોકાણકારો અને સંશોધનકારોને આમંત્રે […]

આ દિવાળીએ, ઘરથી દૂર ભારતના આ સુંદર સ્થળોની મુલાકાત લો

દિવાળી એ રોશનીનો તહેવાર છે. તે ભારતમાં સૌથી વધુ રાહ જોવામાં આવતા તહેવારોમાંનો એક છે. આ તે સમય છે જ્યારે પરિવારો ભેગા થાય છે. ઘરોમાં દીવાઓ પ્રગટાવવામાં આવે છે અને હવામાં એક અલગ જ તાજગી હોય છે. દિવાળીની રજાઓ પણ તમારી દિનચર્યામાંથી વિરામ લેવા અને ભારતની સુંદરતા જોવાનો એક આદર્શ સમય છે. ઉત્તરના શાંત પર્વતોથી […]

દિવાળી પર્વ ઉપર ફરવા જવાનું પ્લાનીંગ કરી રહ્યાં છો તો આ સાત સ્થળોનો પ્રવાસ કરવો જોઈએ

જો તમે દિવાળી 2024 દરમિયાન પ્રવાસનું વિચારી રહ્યા છો, તો અમે તમને આમાં મદદ કરી શકીએ છીએ. આ ખાસ અવસર પર, તમે ભારતના કેટલાક ખાસ સ્થળોની મુલાકાત લઈ શકો છો. વારાણસી: વિશ્વના સૌથી જૂના શહેરોમાંનું એક વારાણસી દિવાળી દરમિયાન આધ્યાત્મિક સ્વર્ગ બની જાય છે. ગંગા નદીના કિનારે આવેલા ઘાટ હજારો દીવાઓ અને વાઇબ્રન્ટ તહેવારો સાથે […]

નરેન્દ્ર મોદી BRICS સમિટમાં ભાગ લેવા માટે રશિયાની બે દિવસીય મુલાકાતે રવાના

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી કાઝાનમાં આયોજિત 16મી બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા (બ્રિક્સ) સમિટમાં ભાગ લેવા માટે બે દિવસીય રશિયાની મુલાકાતે રવાના થયા છે. સમિટની થીમ સમાન વૈશ્વિક વિકાસ અને સુરક્ષા માટે બહુપક્ષીયવાદને મજબૂત બનાવવાની છે. કાઝાનમાં ઓલ ઈન્ડિયા રેડિયો સંવાદદાતા સાથે વાત કરતા, રશિયામાં ભારતના રાજદૂત વિનય કુમારે જણાવ્યું હતું […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 ઑક્ટોબરથી રશિયાના 2 દિવસના પ્રવાસે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 ઑક્ટોબરથી રશિયાના 2 દિવસના પ્રવાસે જશે. તેઓ 16મા બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા દેશના બ્રિક્સ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. કઝાનમાં યોજાનારા આ બ્રિક્સ સંમેલનનો વિષય વૈશ્વિક વિકાસ અને સલામતી માટે બહુ પક્ષવાદને મજબૂત કરવાનો છે. આ સંમેલન મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટેએક મહત્વનું મંચ પૂરું પાડશે. તેમજ બ્રિક્સ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code