
મણિપુર સિનેમાના 50 વર્ષની ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ઓફ ઈન્ડિયામાં ઉજવણી
મુંબઈઃ ગોવામાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ઓફ ઈન્ડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. 28મી નવેમ્બર સુધી ઉજવણી કરવામાં આવશે. દરમિયાન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ઓફ ઈન્ડિયામાં મણીપુર સિનેમાના 50 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર, ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ઓફ ઇન્ડિયામાં મણીપુર સિનેમાના 50 વર્ષની ઉજવણી કરાઇ રહી છે. જે અંતર્ગત આ ફિલ્મ ફેસ્ટીવલમાં દસ મણીપુર ફિલ્મો દર્શાવાશે. જેમાંથી 5 ફિચર ફિલ્મો તથા 5 નોન ફિચર ફિલ્મો છે. ઉપરાંત આ ફિલ્મ ફેસ્ટીવલમાં 5 બિન મણીપુર ફિલ્મો પણ દર્શાવાશે. મણીપુર સિનેમાની સુવર્ણ જયંતીની ઉજવણીમાં મણીપુરના જાણીતા ફિલ્મ નિર્માતાઓ હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે મણીપુરમાં સંશોધનોનો તથા ટેકનોલોજીમાં રોકાણનો અભાવ જેવા અવરોધો છતાં ફિલ્મ નિર્માતાઓની અદમ્ય ભાવનાઓના કારણે મણીપુર સિનેમા તેના સફળ 50 વર્ષ પુર્ણ કરી રહયો છે.