1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બોટાદમાં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી અન્વયે રીવ્યૂ બેઠક યોજાઈ

બોટાદમાં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી અન્વયે રીવ્યૂ બેઠક યોજાઈ

0
Social Share

અમદાવાદઃ આગામી પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી બોટાદ જિલ્લામાં થવાની છે. ત્યારે જિલ્લામાં રાજ્યકક્ષાની ઉજવણી અન્વયે અનેક સમિતીઓની રચના કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર બી.એ.શાહના અધ્યક્ષસ્થાને વિવિધ સમિતીઓ સાથે રીવ્યૂ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલેક્ટરએ આયોજન અન્વયે સંલગ્ન વિભાગો પાસેથી તૈયારીઓ વિશે તાગ મેળવ્યો હતો. તેમજ જરૂરી વ્યવસ્થા બાબતે અધિકારીશ્રીઓને ફરજની સોંપણી કરવામાં આવી હતી.

આ બેઠકમાં કલેક્ટરશ્રીએ પોલીસ પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમ, મેડિકલની ટીમ, વાહન વ્યવહાર સહિતના મુદ્દાઓ વિશે જે-તે સમિતીના અધ્યક્ષશ્રીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. કલેક્ટરએ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચના સાથે માર્ગદર્શન આપ્યું હતું.

કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં મળેલી રીવ્યૂ બેઠકમાં સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીનું આયોજન બોટાદ જિલ્લામાં કરવામાં આવ્યું છે, ત્યારે આયોજનને સુચારૂ પાર પાડવા વહીવટી તંત્રએ તડામાર તૈયારીઓનો આરંભ કરી દીધો છે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code