
કોરોનાને લઈને કેન્દ્રનું કડક વલણઃ રાજ્યોને તહેવારો પર ભીડ એકઠી ન થવા દેવા કડક પ્રતિબંધોનું પાલન કરાવવાના આદેશ આપ્યા
- કેન્દ્ર એ રાજ્યોને જારી કર્યા આદેશ
- તહેવારો પણ ભીડ બેગી ન થવા દેવી
- સંક્રમણને અટકાવવા કડક પ્રતિબંધો લાગૂ કરો
દિલ્હી – સમગ્ર દેશભરમાં નજીકના દિવસોમાં જ તહેવારોની લાઈન લાગશે ત્યારે બીજી તરફ કોરોનાની સ્થિતિને લઈને તહેવારોમાં જામતી ભીડની કેન્દ્રએ ચિંતા જતાવી છે,આ બાબતને લઈને કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને તહેવારો સંબંધિત સૂચનાઓ જારી કરી છે. આ આદેશમાં, સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે.
જારીકરેલા આદેશમાં રાજ્યોને કહેવામાં આવ્યું છે કે ઓગસ્ટ અને ઓક્ટોબર વચ્ચે આવતા વિવિધ તહેવારો પર ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. તાજેતરમાં કેટલાક રાજ્યોમાં વધી રહેલા કોરોના સંક્રમણના કેસો અંગે જારી કરવામાં આવેલા આદેશમાં પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારે જારી કરેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ઓગસ્ટના મધ્યથી ઓક્ટોબરના મધ્ય સુધી ઘણા તહેવારો આવનાર છે. 19 ઓગસ્ટના રોજ મોહરમ, 30 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી, 10 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થી અને 5 થી 15 ઓક્ટોબર સુધી દુર્ગા પૂજા જેવા મહત્વના તહેવારો આવનાર છે, આ તમામ તહેવારો પર મોટી સંખ્યામાં લોકો ભેગા થવાની આશાઓ છે. આવી સ્થિતિમાં રાજ્યોને ખાસ તકેદારી લેવાની સલાહ આપવામાં આવી છે. રાજ્ય સરકારોને સ્થાનિક સ્તરે તમામ પ્રતિબંધોનો કડક અમલ કરવાનું પણ કહેવામાં આવ્યું છે. ઉપરાંત, આ સમય દરમિયાન ભીડ બેગી ન કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
આ નિર્દેશોએ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલની ચિંતાઓથી પણ વાકેફ કરવામાં આવ્યા છે,આ મુજબ, તહેવારો દરમિયાન ભેગી થયેલી ભીડ કોરોનાનો સુપર સ્પ્રેડર સાબિત થઈ શકે છે.તહેવારો બાદ કોરોનાના કેસમાં વધુ વધારો થઈ શકે છે.
જારી કરવામાં આવેલા આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું આ પ્રકારની સૂચનાઓ 20 જુલાઈના રોજ રાજ્યોને મોકલવામાં આવેલા પત્રમાં, આ પહેલેથી જ જણાવી દેવામાં આવી છે. રાજ્યોને ‘ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ, વેક્સીન અને કોવિડ ગાઇડલાઇન્સનું પાલન’ ના પાંચ-પોઇન્ટ સૂત્રને અનુસરવાનું જણાવવામાં આવ્યું છે.