
કેન્દ્રનો નિર્ણય -પૂર્વ સીજેઆઈ રંજન ગોગોઈને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવશે
- કેન્દ્રએ લીધો મહત્વનો નરિણય
- પૂર્વ ન્યાયાધીશ રંજન ગોગોઈને ઝેડ પ્લસ સુરક્ષા અપાશે
દિલ્હીઃ-કેન્દ્ર સરકારે ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ અને વર્તમાન રાજ્યસભાના સાંસદ રંજન ગોગોઈને ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા આપી છે. ભારતભરની તેમની યાત્રા દરમિયાન તેમને આ સુરક્ષા પ્રદાન કરવામાં આવશે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સને તેઓને આ સુરક્ષા પૂરી પાડવા જણાવાયું છે.
રાજ્યસભા સદસ્ય ગોગોઈને આ પહેલા દિલ્હી પોલીસ સુરક્ષા પૂરી પાડતું હતું. ગોગોઈ નવેમ્બર વર્ષ 2019માં ન્યાયાધીશ પદ પરથી સેવાનિવૃત થયા બાદ સરકારે તેમને રાજ્યસભાના સદસ્ય બનાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ સુરક્ષા ખૂબ જ ખાસ હોય છે,ઝેડ પ્લસ કેટેગરીના લોકોની સુરક્ષા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે સીઆરપીએફ દ્રારા આપવામાં આવે છે,આ સાથએ જ આ ખાસ પ્રકારની સુરક્ષા દેશના જાણીતા અને પસંદ કરેલા લોકોને જ આપવામાં આવતી હોય છે.
આ ઝેડ પ્લસ સુરક્ષા કોને આપવી જોઈએ અથવા કોને આપી શકાય આ સમગ્ર બાબતે તે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવતો હોય છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ વીઆઇપીને ઝેડ પ્લસ અને અન્ય પ્રકારની સુરક્ષા આપવામાં આવતી હોય છે.
સાહિન-