
ડિજિટલ મીડિયાને લઈને કેન્દ્રનો નિર્ણય – વાંધાજનક સામગ્રીની જવાબદારી હવે ઓટીટી પ્લેટફોર્મ આપનારની રહેશે
દિલ્હી – સમગ્ર કોરોનાકાળ દરમિયાન ડિજિટલ પ્લેટફઓર્મને આગવું સ્થાન મળ્યું છે, ત્યારે નેટફલીકસ, એમેઝોન વગેરે ઓટીટી પ્લેટફોર્મ સહીતના ડિજિટલ મીડિયા અને સોશ્યલ મીડિયાને લઈને વાંધાજનક સામગ્રી બાબતે વિતેલા દિવસો દરમિયાન અનેક સવાલો ઉત્પન્ન થયા હતા જેને લઈને સરકારે કડક વલણ અપનાવકતા નવા કાયદાઓ લાગૂ કરવાની ફરજ બની હતી.
ત્યારે હવે અનેક આ પ્રકારના પ્લેટફોર્મ એ નવા કાયદાનું પાલન કરવું જરુરી બન્યું છે આ સાથે જ નિયમોનું પાલન ન કરવા પર પદંડની જોગવાઈ પણ કરવામાં આવી છે, આજના બદલતા સમયમાં સોસિયલ મીડિયાનો વ્યાપ વધ્યો છે તો સાથે તેનો ગેરઉપયોગ પણ વધ્યો છે, જેના કારણે અનેક નિયમો ઘડવામાં આવ્યા છે.
આ સમગ્ર આપત્તિ જનક સામગ્રી પ્રસારીત થવાની બાબતને લઈને વિતેલા દિવસે કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, હવેથી રિલીઝ થતા કોઈ પણ કન્ટેન્ટની જવાબદારી હવે પ્લેટફોર્મ પૂરું પાડનારની રહેશે, આ બાબતે જે તે પ્લેટફઓર્મ પુરુ પાડે છે તેને જવાબદાર ગણાશે.
કેન્દ્ર એ આ માટે નવી ગાઈડલાઈન જારી કરી હતી, જે પ્રમાણે કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, આ માટેની ગેરકાયદેસરની તથા વાંધાજનક સામગ્રી રિલીઝ થવાની કે કોઈ પણ પ્રવૃત્તિ માટે જે તે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મને જવાદાર ગણાવાશે.હવે વિડિયો ફિલ્મ કે વેબ સિરીઝ સહિતના કોઈપણ શો દેશમાં અશાંતિ લાવે છે કે આપત્તી સર્જે છે તો તે તમામ માટે જવાબદાર સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ગણાશે.
ઉલ્લેખનીય છે કે વધતો જતો સોશિયલ મીડિયાનો વ્યાપ અનેક સમસ્યાઓ સર્જે છે, વાંધાજનક સામગ્રીથી લઈને કોઈની લાગણી દુભાવવા જેવી તમામ વસ્તુઓ અવારનવાર બનતી જોવા મળે છે,જેને લઈને હવે કેન્દ્રએ સખ્ત પગલા લીધા છે.
સાહિન-