
ચંદ્રયાન 3ની સફળતાથી દુનિયાભરમાં ભારતની ઉપલબ્ધિ નોંધાઈ – હવે ન્યુઝીલેન્ડના બિઝનેસ ડેલિગેશનના અધ્યક્ષે ઈસરોની પ્રશંસા કરી
દિલ્હીઃ- ચ્દ્રયાન 3ની સફળતાની ગાથા વિશ્વ ગાય રહ્યું છે અનેક દેશો ભારતની આ બબાતે પ્રસંશા કરી રહ્યા છએ ત્યારે હવે ચંદ્રયાન 3ની સફળતાને લઈને ન્યુઝીલેન્ડના બિઝનેસ ડેલિગેશનના અધ્યક્ષે ઈસરોની પ્રશંસા કરી છે.
ચંદ્રયાનvr સફળતા બાદ આખી દુનિયા ભારતીય વૈજ્ઞાનિકો અને ખાસ કરીને ઈસરોના વખાણ કરી રહી છે. ન્યૂઝીલેન્ડ ટ્રેડ ડેલિગેશનના અધ્યક્ષ માઈકલ ફોક્સે પણ ચંદ્રયાન 3ની સફળતા પર ભારતની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે આ એક અસાધારણ સિદ્ધિ છે. તમને જણાવી દઈએ કે માઈકલ ફોક્સ ન્યૂઝીલેન્ડના અત્યાર સુધીના સૌથી મોટા ટ્રેડ ડેલિગેશનનું ભારતમાં નેતૃત્વ કરી રહ્યા છે.
વિતેલા દિવસને બુઘવારના રોજ એક ઈવેન્ટને સંબોધતા, ડાય ન્યુઝીલેન્ડ બિઝનેસ કાઉન્સિલના પ્રમુખ ફોક્સે કહ્યું, “ચંદ્રયાન 3 ની સફળતા એ ભારતીય વૈજ્ઞાનિકોની મહત્વાકાંક્ષા, અમલ કરવાની ક્ષમતાનો પુરાવો છે અને તેણે વિશ્વને આ દર્શાવ્યું છે.”
પ્રાપ્ત વિગત પ્રમાણે ન્યુઝિલેન્ડ ટ્રેડ ડેલિગેશનના ચેરમેન માઈકલ ફોક્સે ચંદ્રયાન 3ની સફળતા પર ભારતની પ્રશંસા કરી છે. ભારતમાં ન્યુઝીલેન્ડના હાઈ કમિશનર ડેવિડ પાઈન પણ હાજર રહ્યા હતા અને કાઉન્સિલને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના સંબંધોમાં સતત સુધારો થઈ રહ્યો છે.