
ChatGPT કંપની OpenAI ના CEO સેમ ઓલ્ટમેન અને પ્રેસિડેન્ટે પણ હોદ્દા પર થી હટાવાયા
દિલ્હી – ChatGPIT બનાવનાર કંપની OpenAI માં હાલ હંગામો થયેલો જોવા મળ્યો છે જાણકારી મુજબ વિતેલા દિવસને શુક્રવારે કંપની વતી જણાવવામાં આવ્યું હતું કે જણાવ્યું હતું કે તેણે CEO અને સહ-સ્થાપક સેમ ઓલ્ટમેનને પોતાના હોદ્દા પરથા હટાવવામાં આવ્યા છે. કંપનીએ મુખ્ય કાર્યકારી અધિકારી સેમ ઓલ્ટમેન અને પ્રમુખ ગ્રેગ બ્રોકમેનને હટાવી દીધા છે. કંપનીએ એક બ્લોગમાં ખુલાસો કર્યો છે કે OpenAIના બોર્ડને હવે ઓલ્ટમેનમાં વિશ્વાસ નથી. બોર્ડને તેની નેતૃત્વ ક્ષમતામાં વિશ્વાસ નહોતો. તેનું મુખ્ય કારણ બોર્ડના સભ્યો અને સેમ વચ્ચે વાતચીતનો અભાવ હોવાનું કહેવાય છે.તે કંપનીનું બોર્ડ છોડી રહ્યો છે. બોર્ડ દ્વારા સમીક્ષા કર્યા પછી, ઓલ્ટમેનને છોડવા માટે કહેવામાં આવ્યું છે. સમીક્ષા દરમિયાન જાણવા મળ્યું કે તે બોર્ડમાંથી કેટલીક વસ્તુઓ સંતાડી રહ્યો હતો, જે તેના કામમાં અવરોધ ઉભો કરી રહ્યો હતો.
આ બાબતને લઈને કંપનીનું કહેવું છે કે તેને આગળ લઈ જવાની ઓલ્ટમેનની ક્ષમતામાં વિશ્વાસ નથી. ઓપનએઆઈને માઇક્રોસોફ્ટ જેવી મોટી કંપનીનો સપોર્ટ પણ છે. ChatGPT ગયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યું હતું અને સમગ્ર વિશ્વમાં સનસનાટી મચાવી હતી.
વાતજાણે એમ છે કે 38 વર્ષીય સેમ ઓલ્ટમેન ગયા વર્ષે લાઈમલાઈટમાં આવ્યા હતા, જ્યારે તેમણે ચેટજીપીટીને દુનિયા સમક્ષ રજૂ કરી હતી. આ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ચેટબોટમાં અદ્ભુત ક્ષમતાઓ છે.
જેમ કે ChatGPT દ્વારા માણસોની જેમ કવિતાઓ કે વાર્તાઓ લખી શકાય છે. જેના દ્વારા મુશ્કેલ પ્રશ્નોના સરળ જવાબો જાણી શકાય છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે ChatGPT તમામ પ્રકારના પ્રશ્નોના જવાબ માત્ર થોડીક સેકન્ડમાં આપી શકે છે. તે વાપરવા માટે પણ એકદમ સરળ છે.