1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હીની હવામાં લોકોનું શ્વાસ લેવું બન્યુ મુશ્કેલ – આજે પણ AQI નબળી શ્રેણીમાં, હવામાં ગુમાડાના ગોટા જોવા મળ્યા
દિલ્હીની હવામાં લોકોનું શ્વાસ લેવું બન્યુ મુશ્કેલ – આજે પણ AQI નબળી શ્રેણીમાં, હવામાં ગુમાડાના ગોટા જોવા મળ્યા

દિલ્હીની હવામાં લોકોનું શ્વાસ લેવું બન્યુ મુશ્કેલ – આજે પણ AQI નબળી શ્રેણીમાં, હવામાં ગુમાડાના ગોટા જોવા મળ્યા

0
Social Share

દિલ્હી – દેશની રાજઘાની દિલ્હીમાં દિવાળી પહેલાથી જ હવામાં પ્રદુષણનું સ્તર વઘ્યું છે ત્યારે દિવાળી બાદ પણ દિલ્હીની હવા ઝહેરીલી જ જોવા મળી રહી છે લોકોનું શ્વાસ લેવું મુશ્કેલ બન્યું છે કારણ કે હવામાં ગુમાડાના ગોટે ગોટા ઉડતા જોવા મળી રહ્યા છે જેને કારણએ વિઝિબિલિટી પણ ઘટી છે.

પ્રાપ્ત જાણાકરી પ્રમાણેઆજે પણ દિલ્હીના લોકોને ઝેરી હવાથી રાહત મળી નથી. દિલ્હીમાં એકંદર હવા ગુણવત્તા સૂચકાંક હજુ પણ ‘ખૂબ જ નબળી’ શ્રેણીમાં નોંધાયો છે. સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચઅનુસાર, દિલ્હીમાં એકંદર હવા ગુણવત્તા સૂચકાંક 398 નોંધાયો હતો. દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં સવારે ધુમ્મસ છવાઈ ગયું હતું.

જો દિલ્હીના જુદા જુદા વિસ્તારોના એર ક્વોલિટી ઈન્ડેક્સની વાત કરવામાં આવે તો દિલ્હીમાં સવારે 6 વાગ્યા સુધીમાં, દિલ્હીના આનંદ વિહારમાં હવાની ગુણવત્તા 340 હતી, દ્વારકા સેક્ટર-8માં AQI 403 ની AQI સાથે ગંભીર શ્રેણીમાં આવે છે. જ્યારે IGI એરપોર્ટ (T3) વિસ્તારમાં AQI 350 હતો અને મુંડકામાં, 397 AQI નોંધાયો હતો. આ સાથે જ ગુરુગ્રામમાં AQI કેવો હતો? ગુરુગ્રામના સેક્ટર-51માં AQI 384 પર હતો. ટેરી વિલેજ વિસ્તારમાં, AQI ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં આવ્યો, જ્યારે વિકાસ સદનમાં, AQI 339 નોંધાયો.

ફરીદાબાદના ન્યુ ઇન્ડસ્ટ્રીયલ ટાઉનમાં AQI 398 હતો, જ્યારે સેક્ટર-11માં AQI ‘ખૂબ જ ખરાબ’ કેટેગરીમાં નોંધાયો હતો. સેક્ટર 16Aમાં AQI 353 હતો. ગાઝિયાબાદના ઈન્દિરાપુરમમાં AQI 312 રહ્યો જ્યારે લોની વિસ્તારમાં AQI ‘ગરીબ’ શ્રેણીમાં રહ્યો. સેક્ટર-62માં AQI 281 નોંધાયો. સેક્ટર-1માં AQI ‘ખૂબ જ નબળી’ શ્રેણીમાં છે.

બીજી તરફ હમાવાન વિભાગની આગાહી મુજબ હવે દિલ્હીમાં ઠંડી વધવા લાગી છે. આજે, શનિવાર, 18 નવેમ્બર, દિલ્હીમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code