
મેન્સવેરમાં ચેક્સ વાળા શર્ટ આપે છે આકર્ષક લૂક, આ પ્રકારની ચેક્સની ફેશન છે ટ્રેન્ડિંગમાં
સામાન્ય રીતે પુરુષો ઓફીસ લૂકને લઈને હંમેશા સજાગ રહે છે, ઓફીસ જતા વખતે કયા કપડા પહેરવા તેનું ખાસ ધ્યાન આપે છે, એમા પમ ફોર્મલ લૂને શાનદાર બનાવવા માટે તેઓ અવનવા શર્ટ પહેરતા હોય છે,પરંતુ આ અવનવી ફેશનમાં ચેક્સ પ્રિન્ટ આજે પણ પુરુષની ફએશનમાં એટલી જ પ્રિય છે જે છેલ્લા દાયકાઓમાં હતી. આજે પમ પુરુષોની ફોર્મલ લૂકમાં પહેલી પસંદ ચેક્સ વાળા શર્ટ બને છે.
ચેક્સ પ્રિન્ટમાં શર્ટથી લઈને કુર્તાઓ પણ એટલા જ સુંદર અને આકર્ષક લાગતા હોય છે, જો કે પહેલાના દાયકાઓમાં ચેક્સ પ્રિન્ટમાં ઓછી ચોઈસ હતી જ્યારે સમયના પરિવર્તન અને ચટેક્નો યુગ સાથે હવે ચેક્સ પ્રિન્ટમાં અવનવી વેરાયટીઓ આવી છે અવનવા રંગોનું કોમેબિનેશન જોવા મળે છે, માત્ર ચેક્સમાં પણ નાની મોટી ચેક્સ, અવનવા રંગોની ચેક્સ વગેરેની ફેશન ટ્રેન્ડ થઈ રહી છે.
મોટી ચેક્સની પ્રિન્ટ
આ પ્રિન્ટમાં ચેક્સની સાઈઝ મોટી હોય છે, અને તેની અંગરની લાઈનિંગ પાતળી હોય છે, માત્ર બે કલરના કોમ્બિનેશનથી લઈને અલગ અલગના કલરમાં આ ચેક્સ જોવા મળે છે, ખાસ કરીને થોડી વધુ ઉંમર ધરાવતા પુરુષોને આ પ્રકારની ચેક્સ વાળા શર્ટ પસંદ કરી શકે છે,તેનાથી તેમનો લૂક પ્રોફેશનલની સાથે સાથએ આકર્ષક પમ લાગશે.
જીણી ચેક્સની પ્રિન્ટ
ખાસ કરીને આ શર્ટમાં એલગ એલગ કલર અને પાતળી તથા જાડી લાઈનિંગ સાથે જીણી ચેક્સ હોય છે જે ખાસ કરીને યુવાવર્ગમાં ટ્રેન્ડ થી ર્હોય છે, આ શર્ટ માત્ર ફઓર્મલ લૂક માટે જ નહી પરંતુ કોલેજ કરતા યુવાનો અંદર વ્હાઈટ ટિ શર્ટ અને ઉપર આ પ્રકારની ચેક્સ વાળા શર્ટને ઓપન રાખીને અવનવી ફેશન કરતા હોય છે, જેમાં અંદર વ્હાઈટ ટિશર્ટ હોય તો ઉપર જીણી પ્રિન્ટમાં મરુન,બ્લુ કે બ્લેક શર્ટ યુવકોને વધુ આકર્ષક લૂક આપે છે.
ડાર્ક કલરમાં ચેક્સ શર્ટ
ખાસ કરીને ઓફિસમાં કામ કરતા પુરુષો લાઈટ કલરમાં ચેક્સ વાળા શર્ટ વધુ પહેરતા હોય છે. કારણ કે આ કલરથી તેઓને આકર્ષક લૂકની સાથે સાથે પ્રોફેશનલ લૂકની અનુભુતિ પણ થાય છે.
લાઈટ કલરમાં ચેક્સ પ્રિન્ટ
આ સાથે જ ડાર્ક કલરની ચેક્સ પ્રિન્ટ વાળા શાર્ટ યુવા વર્ગ અને પુરુષો બન્નેની પસંદ છે, જો કે બહાર ફરવાથી લઈને લગ્ન પ્રસંગ કે કોી તહેવારો માટે આ પ્રિન્ટમાં ડાર્ક લકરને વધુ પસંદ કરવામાં આવે છે.