
મહેસાણાઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સાસરી વિસ્તારના ગામ લાંઘણજના ગ્રામજનોએ ગામનું નામ બદલવા મુખ્યત્રીને વિનંતી કરી છે. ગ્રામજનોનું કહેવું છે કે, લાંઘણજ ગામનું નામ કેટલીક જગ્યાએ લાગણજ ચાલે છે, જેના કારણે સ્થાનિક ગ્રામજનોને વહીવટી કામમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
મહેસાણા જિલ્લાના લાંઘણજ ગામ સરકારી દફત્તરમાં કેટલીક જગ્યાએ લાગણજ દર્શાવવામાં આવ્યું છે. આ ગામનું નામ વર્ષોથી નહિ સુધરતા આખરે ગ્રામજનોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી રહ્યા છે. લાંઘણજ ગામ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું સાસરી ગામ છે. એટલે ગ્રામજનોને વિશ્વાસ છે. કે, વર્ષોથી વણઉકેલ પ્રશ્નનો મુખ્યમંત્રી ઉકેલ લાવી દેશે. લાંઘણજને વહીવટી વિભાગમાં લાગણજ તરીકે લખવામાં આવે છે. જેથી વહીવટી કાગળમાં આમ અલગ અલગ નામ લખતા લોકોને મુશ્કેલી પડી રહી છે. લાંઘણજ અને લાંગણજ બે નામ ચાલતા હોવાથી સ્થાનિકો હેરાન પરેશાન છે. પોસ્ટમાં લાંઘણજ ચાલે છે તો મહેસૂલમાં લાંગણજ ચાલે છે. વીમા અને પાસપોર્ટની કામગીરીમાં જોડણીના કારણે સ્થાનિકો પરેશાન છે. સ્થાનિકો દ્વારા કલેકટર અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છે. લાંઘણજ ગામ સીએમ પટેલનું સાસરી થાય છે, ત્યારે સ્થાનિક ગામના જમાઈને નમ્ર અરજ કરી રહ્યા છે કે, ગામના નામની જોડણી સુધારી આપો.
લાઘણજ ગામના બે નામ હોવાથી વિમાના પ્રશ્ને પણ મુશ્કેલી ઊભી થઈ છે. અગાઉ પણ ગ્રામજનો દ્વારા ગાંધીનગરમાં રજુઆત કરવામાં આવી હતી. પ્રથમ તો મહેસુલી રેકર્ડમાં ફેરફાર કરવાની જરૂર છે. દસ્તાવેજોમાં પણ અલગ અલગ નામોને લીધે ઘણીવાર ગુંચવણો ઊભી થાય છે. ગ્રામજનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજુઆત કરી છે. ગ્રામજનોનું માનવું છે કે, મુખ્યમંત્રી લાંઘણજ ગામના જમાઈ હોવાથી આ પ્રશ્ન સારીરીતે જાણે છે. તેથી વિશ્વાસ છે. કે, મુખ્યમંત્રી દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવશે.