1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હીના સરકાર કર્મચારીઓને સીએમ કેજરીવાલની ભેટ,દરેકને 7 હજાર રૂપિયાનું બોનસ મળશે
દિલ્હીના સરકાર કર્મચારીઓને સીએમ કેજરીવાલની ભેટ,દરેકને 7 હજાર રૂપિયાનું બોનસ મળશે

દિલ્હીના સરકાર કર્મચારીઓને સીએમ કેજરીવાલની ભેટ,દરેકને 7 હજાર રૂપિયાનું બોનસ મળશે

0
Social Share
  • દિલ્હી સરકારના કર્મચારીઓને 7-7 હજાર રૂપિયાનું બોનસ
  • દિલ્હી સરકારમાં કામ કરતા ગ્રુપ બી, નોન-ગેઝેટેડ અને ગ્રુપ સીના 80 હજાર કર્મચારીઓને થશે ફાયદો  
  • દરેક કર્મચારીને 7 હજાર રૂપિયાનું બોનસ આપવામાં આવશે, તેના પર 56 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે
  • આ જાહેરાતની સાથે સીએમએ સૌને દિવાળીની શુભકામનાઓ પણ પાઠવી 

દિલ્હી: દિવાળીના પર્વને બસ ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે દિલ્હી સરકારે તેના સરકારી કર્મચારીઓને દિવાળી પહેલા બોનસ આપવાની જાહેરાત કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરીને 80 હજાર કર્મચારીઓને બોનસ આપવાની જાહેરાત કરી છે.

નવીનતમ માહિતી અનુસાર, દિલ્હી સરકારમાં કામ કરતા 80 હજાર ગ્રુપ બી, નોન-ગેઝેટેડ અને ગ્રુપ સી કર્મચારીઓને આ લાભ મળશે. દરેક કર્મચારીને 7 હજાર રૂપિયાનું બોનસ આપવામાં આવશે. તેના માટે 56 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ જાહેરાતની સાથે સીએમ કેજરીવાલે પણ બધાને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.

દિલ્હી સરકારના તમામ કર્મચારીઓ મારો પરિવાર છે. આ તહેવારના મહિનામાં અમે દિલ્હી સરકારના ગ્રુપ બી અને ગ્રુપ સીના કર્મચારીઓને 7000 રૂપિયાનું બોનસ આપી રહ્યા છીએ. તમામ કર્મચારીઓ અને તેમના પરિવારોને અગાઉથી દિવાળીની શુભકામનાઓ..

દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું સ્તર ખતરાના નિશાનથી ઉપર પહોંચી ગયું છે. અહીં એર ક્વોલિટી ઈન્ડેક્સ ગંભીર સ્થિતિ દર્શાવે છે. દિલ્હીના આરકે પુરમમાં AQI 466, ITO ખાતે AQI 402, પટપરગંજમાં AQI 471 અને ન્યૂ મોતીબાગમાં AQI 488 પર પહોંચી ગયો છે. આ દરમિયાન દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે વાયુ પ્રદૂષણને લઈને એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે જેમાં દિલ્હીના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ભાગ લેશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code