1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં ઠંડી વધવાની શક્યતા,જિલ્લાઓમાં નોંધાયું આ પ્રમાણે તાપમાન
ગુજરાતમાં ઠંડી વધવાની શક્યતા,જિલ્લાઓમાં નોંધાયું આ પ્રમાણે તાપમાન

ગુજરાતમાં ઠંડી વધવાની શક્યતા,જિલ્લાઓમાં નોંધાયું આ પ્રમાણે તાપમાન

0
Social Share

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે આજે સવારે અમદાવાદનું તાપમાન 10 ડિગ્રીએ પહોંચ્યું છે. જ્યારે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું છે. નલિયામાં આજે 7.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આગામી દિવસોમાં પણ ઠુઠરાવતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે. સાથે જ રાજ્યમાં મોટાભાગના શહેરોમાં પારો ગગડ્યો છે. રાજ્યના લગભગ 9 શહેરોમાં તાપમાન 11 ડિગ્રીથી નીચું નોંધાયું છે.

ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત છે. આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં પારો ગગડશે. લોકો ઠંડીથી બચવા તાપણા કરતા નજરે પડ્યા હતા. સાથે જ હવામાન વિભાગની ઠંડીને લઈને આગાહી પણ સામે આવી છે. ઉત્તર તરફથી પવન ફુંકાતા ઠંડી વધવાની શક્યતા છે.

હવામાન નિષ્ણાંત આજથી ઠંડીમાં વધારો થશે. સાથે જ રાજ્યમાં વારંવાર વાતાવરણ બદલાશે. રાજ્યવાસીઓએ હાડ થીજવતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે. 25મી ડિસેમ્બરથી કાતિલ ઠંડીનો પ્રકોપ વધશે. રાજ્યમાં વારંવાર વાતાવરણમાં પલટો આવશે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code