
રાજનીતિનો રંગ: રાયબરેલીમાં કોંગ્રેસના MLAની ભાજપમાં એન્ટ્રી
- રાજનીતિનો રંગ
- કોંગ્રેસ MLA ભાજપમાં જોડાયા
- રાયબરેલીમાં કોંગ્રેસને ફટકો
દિલ્હી :રાજનીતિ અને રાજકારણ એ એવી વસ્તું છે કે તેમાં કોઈ કોઈનું હોતું નથી તે વાત લોકો પાસેથી અનેક વાર સાંભળી છે. આવામાં રાયબરેલી સદર બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય પસંદ થયેલા અદિતિ સિંહ ભાજપમાં સામેલ થઈ ગયા છે.
જાણકારી અનુસાર તેઓ છેલ્લા ઘણા સમયથી ભાજપના નજીકના રહ્યા છે. આજે તેઓ ઔપચારિક રીતે ભાજપના સભ્ય બન્યા. અદિતિ સિંહ રાયબરેલી સદરથી કોંગ્રેસની બેઠક પર 2017માં પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા પરંતુ અદિતિ સિંહની સૌથી મોટી ઓળખ છે કે તેઓ બાહુબલી અખિલેશ સિંહની દિકરી છે, અખિલેશ સિંહ પાંચ વારના ધારાસભ્ય રહ્યા કેટલાક સમય પહેલા તેમનુ નિધન થયું છે અને નિધન બાદથી જ ભાજપના વધારે નજીક રહ્યા છે.
અદિતિ સિંહે કહ્યું હતું કે,કૃષિ કાયદા પાછા લઈ લેવાયા છે, તો પણ તેમને પરેશાની છે. તેઓ આખરે શુ ઈચ્છે છે? તેમણે સ્પષ્ટ કહેવુ જોઈએ. તેઓ માત્ર મુદ્દા પર રાજનીતિ કરી રહી છે.