
રાજઘાની દિલ્હીમાં હવે ઓમિક્રોનનો થઈ રહ્યો સામુદાયિક પ્રસાર – અભ્યાસમાં મળ્યા સંકેત
- દિલ્હીમાં ઓમિક્રોનનો સામુદાયિક પ્રસાક
- હાથધરવામાં આવેલા અભ્યાસમાં મળી આવ્યા સંકેત
- મોટાભાગના દર્દીઓની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી જ નથી
દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો કહેરવર્તાઈ રહ્યો છે ઓમિક્રોનના કેસ નોંધાયા બાદ કોરોનાના દૈનિક કેસોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે દેશની રાજધાની દુલ્હીમાં ઓમિક્રોનના કેસ સતત વધતા જઈ રહ્યા છે, જો કે હવે એવા લોકો પણ ઓમિક્રોનથી સંક્રમિત થઈ રહ્યા છે કે જેઓની કોઈ પણ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આ મામલે દિલ્હીમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ લિવર ઍન્ડ બિલિયરી સર્વિસિસ દ્વારા એક અભ્યાસ હાથ ધરાયો હતો,આ અભ્સાયમાં હવે સામુદાયિક પ્રસાર થવાના સંક્તો મળ્યા છે.
ઓમિક્રોનના સામુદાયિક પ્રસાર થવાના સંકેત જે અભ્યાસમાં મળેલા છે તે વાયરોલૉજી ડિપાર્ટમેન્ટના રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ૨૬૪ સૅમ્પલ્સમાંથી 68.9 ટકા ડેલ્ટા વેરિઅન્ટ અને એના સબ-વેરિઅન્ટ્સથી સંક્રમિત જોવા મળ્યા હતા, જ્યારે 31.06 ટકા ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળ્યા હતા.
આ મામલે કરવામાં આવેલા અભ્યાસમાં આથી વિશેષ જણાવાયું છે કે ઓનમિક્રોનના મોટા ભાગના નોંધાયેલા કેસમાં દર્દીઓમાં કોઈ પમ પ્રકારના લક્ષણો મળ્યા નહોતા અથવા તો કોઈ પણ દર્દીને હોસ્પિટલમાં સારવાર થવાની જરુર નહોતી
આ સાથે જ આ 264 દર્દીઓમાંથી 72 દર્દીઓ એવા હતા કે જેણે વેક્સિનના બન્ને ડોઝ લીધા હતા અને માત્ર 39.1 ટકાની જ ટ્રાવેલ હિસ્ટ્રી હતી અને અથવા તો તેઓ કોઈ સંક્રમિતના સંપર્કમાં આવ્યા હતા બાકીના જે 60.9 ટકા કેસને જોતા હવે ઓમિક્રોનનો સામૂદાયિક પ્રસાર થયો છે તે સંકેતનો વાતનો પુરાવો આપે છે,