
મે મહિનાથી ચીનસીમા પર માર્ગ નિર્માણ કાર્યનો થશે આરંભ – બીઆરઓના પ્રોજેક્ટને મંજૂરી
- ચીન સીમા પર રસ્તા નિર્માણનો કાર્યોન થશે આરંભ
- મે મહિનાથી આ કાર્ય શરુ થશે
- બીઆરઓને મળી ઓ પ્રોજેક્ટની મંજૂરી
દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી ચીન સીમાઓ પર રસ્તાના નિર્માણ કાર્યને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી જેને લઈને સેનાઓની અવર જવર સરળ બનાવી શકાય ત્યારે હવે આ મામલે એક મગત્વના સમાચાર મળી રહ્યા છે.વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ચીન સરહદ પર રસ્તાઓ બનાવવામાં માટે BROના એક પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે એક પ્રોજેક્ટને મંજૂરી માટે ડિરેક્ટોરેટને મોકલવામાં આવ્યો છે. બંને પ્રોજેક્ટ હેઠળ સરહદે 30 કિલોમીટરથી વધુ લાંબા રસ્તાઓનું નિર્માણ કરવામાં આવશે.
ભારત-ચીન સરહદે સુવિધાઓના વિકાસ માટે રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત BROએ બે પ્રસ્તાવ તૈયાર કર્યા હતા. જેમાંથી એક દરખાસ્ત સ્વીકારવામાં આવી છે. આ પ્રસ્તાવ હેઠળ સરહદ પર લગભગ 150 કરોડના ખર્ચે 16 કિમી રોડ બનાવવાનો છે.
આ સાથે જ આ રોડ બનાવવાનું કામ મે મહિનાથી શરૂ કરવામાં આવશે. ત્રણ વર્ષમાં રોડ બનાવવાની કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. કટીંગનું કામ રોડ નિર્માણના પ્રથમ તબક્કા હેઠળ કરવામાં આવશે.
આ સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે ભૈરવ ઘાટીથી આગળના મોટરવેને પણ નેશનલ હાઈવે તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ભારત માલા પ્રોજેક્ટ હેઠળ, ભૈરવ ખીણની પેલે પાર નેલોંગ, નાગા, અંગાર, પીડીએથી મેડિકને જોડતા રસ્તાને NH તરીકે જાહેર કરવામાં આવ્યો છે, જેથી હવે સોનમથી આગળનો મોટરવે પણ ડબલ લેન થઈ જશે.ઉપરાંત, NHની હાજરીને કારણે, સમગ્ર વિસ્તારમાં સતત સમારકામ અને સુધારણા કાર્ય કરવામાં આવશે.