
આંધ્રપ્રદેશમાં જીન્નાહ ટાવરને લઈને વિવાદ, ભાજપાએ નામ બદલવા કરી માંગણી
બેંગ્લોરઃ આંધ્રપ્રદેશમાં આવેલા જિન્નાહ ટાવરને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. એક ટોળુ ટાવર ઉપર તિરંગો લહેરાવવા ઘુસ્યું હતું. જે બાદ વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. ભાજપ દ્વારા આ ટાવરનું નામ બદલીને પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના નામ ઉપર રાખવાની માંગણી કરી છે. એમએલસી અપ્પી રેડ્ડીએ ભાજપ પર “સાંપ્રદાયિક મુદ્દાઓ ઉભા કરીને લોકોને ઉશ્કેરવાનો” આરોપ મૂક્યો અને પાર્ટીને 1999 થી 2004 અને 2014 દરમિયાન ભાજપ સત્તામાં હતી ત્યારે નામ કેમ ના બદલ્યું તેઓ સવાલ પણ કર્યો હતો. આગામી દિવસોમાં આ મુદ્દો વધુ રાજકીય વિવાદ ઉભો કરે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
તેમણે કહ્યું હતું કે, “ભાજપ સાંપ્રદાયિક મુદ્દાઓ ઉઠાવીને લોકોને ભડકાવવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપ છેલ્લા બે અઠવાડિયાથી સ્મારકને તોડી પાડવા અંગે વિવાદાસ્પદ કરી રહ્યું છે. રેડ્ડીએ પૂછ્યું કે “ટાવરના નામ બદલવા અને તોડી પાડવા અંગે હોબાળો ચાલી રહ્યો છે, ત્યારે ભાજપના નેતાઓએ એ ન ભૂલવું જોઈએ કે તેઓ 1999 થી 2004 અને ફરીથી 2014 થી 2019 સુધી TDP સાથે ગઠબંધનમાં હતા, જે દરમિયાન તેમણે સરકાર બનાવી હતી. તે સમયે ભાજપના નેતા પી. માણિક્યાલા રાવ એન્ડોમેન્ટ વિભાગ સંભાળતા હતા. જો ભાજપ આટલું જ ઉત્સુક હતું તો તેમણે નામ કેમ ન બદલ્યું? એમએલસીએ વધુમાં જણાવ્યું હતું કે, “કેટલાક શખ્સોએ જિન્નાહ ટાવર પર હુમલો કર્યો હતો, તેમનો ઈરાદો જાણી શકાયો ન હતો. જેથી લોકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા પર રાખીને, તેમને કસ્ટડીમાં લેવા પડ્યા હતા.”