
- ભારત બાયોટેકની નાક વડે અપાતી વેક્સિન
- આ વનેક્સિનને પરિક્ષણની મળી મંજૂરી
- પહેલા તબક્કાનું પરિક્ષ હાથ ધરાશે
- દેશના 4રાજ્યોમાં થશે પરિક્ષણ
દિલ્હી – વિશ્વ આખું કોરોના મહામારીની ઝપેટમાં જોવા મળે છે ત્યારે કોરોના માટેની અનેક વેક્સિનને મંજૂરી પણ આપવામાં આવી છે, ત્યારે હવે નાક વટે અપાતી ભારત બાયોટેકની કોરોનાની વેક્સિન પણ આપણાને કોરોના સામેની લડતમાં ચૂંક સમયમાં પ્રાપ્ત થઈ શકે છે.
હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક કંપનીએ ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની નિષ્ણાત સમિતિ દ્વારા અનુનાસિક રસી અટલે કે નાક વડે આપવામાં આવતી રસીના પરીક્ષણના પ્રથમ તબક્કાને મંજૂરી મળી ચૂકી છે.
વેક્સિનના પ્રથમ તબક્કા હેઠળ પરિક્ષણ હાથ ધરવામાં આવશે,જેના પરિણામો સમિતિને મળ્યા પછી જ આગળના તબક્કાની પરવાનગી આપવામાં આવશે, કંપનીના જણાવ્યા પ્રમાણે દેશના મોટા ચાર રાજ્યોમાં આ વેક્સિનનું પરિક્ષણ હાથ ઘરવામાં આવશે જેમાં મહારાષ્ટ્ર, બિહાર, તમિલનાડુ અને તેલંગણાનો ,માવેશ કરવામાં આવ્યો છે.
આ પહેલા દિલ્હીની એઈમ્સમાં આ રસીનું પરિક્ષણ હાથ ધરવામાં આવનાર હતું જો કે કંપની વતી ભારતની ક્લિનિકલ રજિસ્ટ્રીમાં ફાઇલ કરેલી અરજી પ્રમાણે આ પરીક્ષણ દિલ્હી એઇમ્સમાં નહી થઈ શકે, થાય.
વેક્સિનના પહેલા તબક્કાન પરિક્ષણમાં 18 થી લઈને 60 વર્ષની વયના 175 લોકોનો સમાવેશ કરવામાં આવશે. ત્યાર બાદ ત્રણ જુદા જુદા જૂથો બનાવવામાં આવશે. જેમાં બે જૂથો 70-70 અને ત્રીજા સમૂહમાં 35 લોકોનો સમાવેશ કરવામાં આવશે . પ્રથમ જૂથને એક ડોઝ આપવામાં આવશે. બીજા જૂથના લોકોને પ્લેસબો પણ આપવામાં આવશે. જ્યારે ત્રીજા જૂથને માત્ર પ્લેસબો આપવામાં આવશે.
આ ત્રણ જૂથોના પરિણામોની પણ એક બીજા સાથે સરખામણી કરાશે. નિષ્ણાંતોના મતે અનુનાસિક રસી બાદ બાળકોને ઘણો ફાયદો મળશે. હમણાં સુધી, બાળકોને સંક્રમણથી બચાવવા માટે કોઈ રસી આવી નથી, પરંતુ નિષ્ણાંત સમિતિએ આ પરીક્ષણમાં 18 વર્ષથી ઓછી વયના લોકોને શામેલ ન કરવાની ભલામણ કરી છે.
સાહિન-