Homeગુજરાતીદેશમાં ફરી કોરોનાએ વધારી ચિંતા - સતત બીજા દિવસે કોરોનાના 20 હજારથી...

દેશમાં ફરી કોરોનાએ વધારી ચિંતા – સતત બીજા દિવસે કોરોનાના 20 હજારથી વધુ કેસ નોંધાયા

  •  સતત બીજા દિવસે કોરોનાના 20 હજારથી વધુ કેસ નોંધાયા
  • સક્રિય કેસો પમ 1.30 લાખને પાર પહોંચ્યા

દિલ્હીઃ-દેશભરમાં કોરોનાના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે ,સતત બીજા દિવસે દેશમાં કોરોનાના 20 હજારથી વધુ કેસો સામે આવતા તંત્રની ચિંતા વધી છે, છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દૈનિક નૌંધાતા કેસો 15 હજારનો આંકડો વટાવી રહ્યા છે ત્યારે હવે તે 20 હજારને પાર પહોચ્યા છે.

દેશભરમાં જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ દરમિયાન 20 હજાર 38 જેટલા નવા કેસો નોંઝાયા છે તો સમાન સમયગાળા દરમિયાન કોરોનાના દર્દીઓમાંથી  47 લોકોના મોત થયા છે.

આ સાથે જ છેલ્લા 24 કલાકમાં દૈનિક સંક્રમણ દર 4.44 ટકા નોંધાયો હતો. જો સક્રિય કેસો વિશે વાત કરીએ તો તેમાં વિતેલા દિવસ કરતા 2 હજાર 997 નો વધારો થયો હતો.

હાલમાં સારવાર રહેલા દર્દીઓની સંખ્યા 1 લાખ 39 હજાર 73 થઈ ચૂકી છે.ગુરુવારની સરખામણીમાં નોંધાયેલા આ કેસની સંખ્યા ઓછી છે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે, 20 હજાર 139 નવા કેસ નોંધાયા હતા.

સંબંધિત લેખો

Most Popular