
સુરેન્દ્રનગર સબ જેલમાં કોરોના વિસ્ફોટ, 22 કેદીઑનો રિપોર્ટ પોઝિટિવ
- જિલ્લાની સબ જેલમાં કોરોના વિસ્ફોટ
- 22 કેદીઑ કોરોના પોઝિટિવ
- જેલ તંત્ર દોડધામમાં મચી
રાજકોટ: સુરેન્દ્રનગર જિલ્લામાં અને શહેરમાં કોરોના વાયરસની ત્રીજી લહેરની શરૂઆત થઈ જવા પામી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની સબજેલમાં એક સાથે 22 કેદીઓના કોરોના વાયરસના પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગમાં અને તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
સબજેલના મુખ્ય અધિકારી પાસેથી જાણવા મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાની મુખ્ય સબ જેલમાં કોરોના વિસ્ફોટ થયો છે. 22 કેદીઓના રીપોર્ટ પોઝિટિવ આવતા દોડધામ મચી ગઈ છે.જેમાં 20પુરુષો અને 2 મહિલાઓ કોરોનાસંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે.જેથી અન્ય કેદીઑમાં પણ ફફડાટ ફેલાય જવા પામ્યો છે.હાલકોરોના સંક્રમિત કેદીઓને સુરેન્દ્રનગરગાંધી હોસ્પિટલ ખાતે દાખલ કરવા માટે તજવીજ હાથ ધરી હતી.ઉલ્લેખનીય છે કે,અગાઉ પણ અનેક કેદીઓ સંક્રમિત થયા હતા.
ઉલ્લેખનીય છે કે કોરોનાવાયરસના કેસ અત્યારે દેશના તમામ ખૂણાઓમાં વધી રહ્યા છે. હોસ્પિટલ, બેંક, ઓફિસ તમામ જગ્યાએ લોકો કોરોનાથી સંક્રમિત જોવા મળી રહ્યા છે. સરકાર દ્વારા લોકોને સતર્ક રહેવાની સલાહ તો આપવામાં આવી છે પરંતુ જેલમાં પણ હવે કોરોનાના કેસ જોવા મળતા તંત્રનો જીવ તાળવે ચોંટ્યો છે.