1. Home
  2. ગુજરાતી
  3. કોરોના મહામારીઃ ડોમેસ્ટીક મુસાફરોને કોવિડ ટેસ્ટમાંથી અપાઈ મુક્તિ
કોરોના મહામારીઃ ડોમેસ્ટીક મુસાફરોને કોવિડ ટેસ્ટમાંથી અપાઈ મુક્તિ

કોરોના મહામારીઃ ડોમેસ્ટીક મુસાફરોને કોવિડ ટેસ્ટમાંથી અપાઈ મુક્તિ

0
Social Share

નવી દિલ્હીઃ કોરોના મહામારીને પગલે કેટલાક નિયત્રંણો અમલમાં મુક્યાં હતા જો કે, કોરોનાના કેસમાં ઘટાડો થયો છે જેથી સરકાર દ્વારા કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવ્યાં છે. દરમિયાન કેન્દ્ર સરકારે હવાઈ મુસાફરી કરનારા પ્રવાસીઓને વધુ એક રાહત આપી છે. ડોમેસ્ટિક મુસાફરી કરનારા પ્રવાસીઓનો હવે આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં નહીં આવે.

કેન્દ્રીય ઉડયન મંત્રી સિંધીયાઍ જણાવેલ કે, સ્થાનીક યાત્રા માટે હવે આરટીપીસીઆર ટેસ્ટની કોઇ જરૂર નથી. જો કે, રાજયોઍ નિયમો બનાવ્યા છે. રાજયને લાગે કે કોરોના કેસની સંખ્યા વધી રહી છે, તેઓ સાવધાની માટે પગલા લઈ શકે છે. જો કોવિડના કેસમાં વધારો થાય તો રાજ્ય સરકાર કોરોના ટેસ્ટ માટે નિર્ણય લઈ શકે છે. કોરોના પછી 4 લાખ લોકોઍ યાત્રા કરી નવો રેકોર્ડ બનાવ્યો છે. આ સિવીલ ઍવીઍશન મિનિસ્ટ્રી માટે આ ઍક ઐતિહાસીક દિવસ છે. આંતરરાષ્ટ્રીય ફલાઇટના નિયમો અમે સ્વાસ્થ્ય મંત્રાલય સાથે મળીને તૈયાર કર્યા છે જેને વેબસાઇટ ઉપર મુકી દેવામાં આવ્યા છે. જેમાં વેકસીનેશન સર્ટીફીકેટ અથવા યાત્રા પહેલાના 72 કલાક અંદરના કોવિડ-19 ટેસ્ટની માહિતી અપલોડ કરવાની રહેશે. આ મહિનાથી વધુ ડોમેસ્ટીક ફલાઇટ શરૂ થવાની આશા પણ તેમણે આશા વ્યકત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાને પગલે વેપા-ર-ધંધાને વ્યાપક અસર થઈ હતી. જો કે, હવે ફરીથી જનજીવન રાબેતા મુજબ ધબકતુ થયું છે. તેમજ હવે ડોમેસ્ટીકની સાથે ઈન્ટરનેશનલ ફ્લાઈટ સેવાઓ પણ ચાલુ કરી દેવામાં આવી છે.

(Photo-File)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code