1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કોરોનાને લીધે 2021-22ના પ્રથમ ક્વાટર્સમાં એજ્યુકેશન લોનમાં થયો 67 ટકાનો ઘટાડો
કોરોનાને લીધે 2021-22ના પ્રથમ ક્વાટર્સમાં એજ્યુકેશન લોનમાં થયો 67 ટકાનો ઘટાડો

કોરોનાને લીધે 2021-22ના પ્રથમ ક્વાટર્સમાં એજ્યુકેશન લોનમાં થયો 67 ટકાનો ઘટાડો

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને લીધે શિક્ષણ પર માઠી અસર પડી હતી. જેમાં વિદેશ જનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો હતો. ટ્રાવેલીંગનાં નિયમો કડક હોવાથી તેમજ માત્ર ઓનલાઈન શિક્ષણ શરૂ હોવાના લીધે કોરોના પૂર્વે જેટલા વિદ્યાર્થીઓ વિદેશનાં અભ્યાસ માટે જતા તેમની તુલનાએ હાલ વિદેશ અભ્યાસ પસંદ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી ઓછી છે. જેને પગલે રાજયભરની વિવિધ બેન્કોમાં એજયુકેશન લોનનું પ્રમાણ પણ ઘટયુ છે. રાજય સ્તરીય બેંકર્સ સમિતિનાં તાજેતરનાં અહેવાલ મુજબ ગુજરાતમાં 2021-22 નાં પ્રથમ ત્રિમાસીક સમયગાળામાં એજયુકેશન લોનનું વિતરણ 158 કરોડ હતું જયારે જયારે 2018-20 માં આ આંકડો 490 કરોડ રહ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં કોરોનાને લીધે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જતા વિદ્યાર્થીની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. કારણ કે વિદેશ જતી મોટાભાગની ફ્લાઈટ્સ પણ બંધ હતી. તેમજ કડક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. વિદેશમાં અભ્યાસ માટે જનારા વિદ્યાર્થીઓમાં ઘટાડો થતા એજ્યુકેશન લોનમાં પણ ઘટાડો થયો હતો. એટલે કે છેલ્લા બે વર્ષમાં કોરોનાને કારણે એજયુકેશન લોનમાં 67.7 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.મળતી માહીતી મુજબ એજયુકેશન લોન મોટાભાગે વિદેશ અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓ દ્વારા લેવાતી હોય છે. ત્યારે બે વર્ષથી કોરોનાને કારણે વિવિધ દેશોમાં પ્રવાસ પરનાં પ્રતબિંધો સહિતનાં વિવિધ નિયમોને કારણે વિદેશ અભ્યાસ અર્થે જતાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી ગઈ છે. ઉપરાંત ડાયરેકટ ફલાઈટ પણ ઉપલબ્ધ ન હોવાને કારણે પણ અનેક વિદ્યાર્થીઓની વિદેશ અભ્યાસમાં શિક્ષણની યોજના સ્થગિત કરી દીધી હતી. બેન્કરોનાં જણાવ્યા મુજબ, બીજી લહેરમાં ગંભીર પરીણામો મળ્યા બાદ વિદેશ અભ્યાસની યોજના માટે મહત્વપૂર્ણ બાધા બની હતી. જોકે સ્થિતિ સામાન્ય થયા બાદ પ્રતિબંધો હટાવાતાં વિદેશભ્યાસમાં વૃધ્ધિ થશે જે માનવામાં આવી રહ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code