
કોરોના અપડેટ- છેલ્લા 24 કલાકમાં 19,698 કેસ સામે આવ્યા, સ્વસ્થ થનારાની સંખ્યા બમણી
- કોરોનાના કેસોમાં મોટી રાહત
- 24 કલાકમાં 20 હજાર જેટલા કેસ નોંધાયા
- સકારાત્મકતા દર 1.68 ટકા
દિલ્હીઃ- દેશભમાં છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીનો માર વર્તાઈ રહ્યો હતો, પ્રથમ લહેર બાદ તબીજી લહેર જીવલણ બની ત્યાર બાદ ફરી ત્રીજી લહેર શરુ થી જો કે આ ત્રીજી લહેર હવે નબળી પડેલી જોઈ શકાય છે ,કારણ કે છેલ્લા ઘણા દિવસોથી 50 હજારની અંદર દૈનિક કેસો આવી રહ્યા છે જે એક રાહતની વાત કહી શકાય
જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન કોરોનાના કુલ 19 હજાર 968 કેસ નોંધાયા છે,આ સાથે જ 673 લોકોના કોરોનામાં મોત થયા છે.
આ સાથે જ જો એક્ટિવ કેસની વાત કરીે તો દેશભરમાં કોરોનાના સક્રિય કેસો 2 લાખ 24 હજાર 187 પર જોવા મળી રહ્યા છે. બીજી તરફ, જો આપણે રિકવરી રેટ વિશે વાત કરીએ, તો તે 98.28 ટકા નોંધાયો છે.
જો કે ગઈકાલની સરખામણીમાં મૃકતોનો આંકડો થોડો વઘેલો જોઈ શકાય છે,આ સાથે જ સાજા થનારાની સંખ્યા વધી છે, છેલ્લા 24 કલાકમાં 48 હજાર 847 લોકોએ કોરોનાને માત આપી છે. દૈનિક હકારાત્મકતા દર 1.68% છે અને સાપ્તાહિક સંક્રમણ દરની વાત કરીએ તો તે 2.27 ટકા જોવા મળે છે.