
કોરોના રસીકરણઃ 94.19 કરોડ લોકોએ પ્રથમ અને 71.6 કરોડ લોકોએ બીજો ડોઝ લીધો
નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની રફતાર ઘટી રહી છે. બીજી તરફ રસીકરણ તેજ બનાવવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 167 કરોડ જેટલા ડોઝ આપવામાં આવ્યાં છે. 94.19 કરોડ લોકોને કોવિડ-19 રસીનો પ્રથમ અને 71.6 કરોડ લોકોએ બીજો ડોઝ લીધો છે. જ્યારે 1.25 કરોડ લોકોએ પ્રિકોશન ડોઝ લીધો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર 1.04 કરોડ આરોગ્ય કર્મચારીઓ પ્રથમ અને 99 લાખ કર્મચારીઓએ બીજો ડોઝ લીધો છે. જ્યારે 34 લાખ લોકોએ પ્રિકોશન ડોઝ લીધો છે. આવી જ રીતે 1.84 કરોડ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સે પ્રથમ ડોઝ, 1.72 કરોડ લોકોએ બીજો અને 40 લાખ લોકોએ પ્રિકોશન ડોઝ લીધો છે. આવી જ રીતે 15થી 18 વર્ષના 4.66 કરોડ કિશોરોએ પ્રથમ અને 36 લાખ કિશોરોએ બીજો ડોઝ લીધો છે. આ ઉપરાંત 18થી 44 વર્ષના 54.13 કરોડ લોકોએ પ્રથમ અને 40.62 કરોડ યુવાનોએ બીજો ડોઝ લીધો છે. આવી જ રીતે 45થી 59 વર્ષના 20.03 કરોડ લોકોએ પ્રથમ અને 17.17 કરોડ વ્યક્તિઓ બીજો ડોઝ લીધો છે. 60 વર્ષથી વધુના 12.49 કરોડ લોકોએ પ્રથમ અને 10.70 કરોડ વૃદ્ધોએ બીજો ડોઝ લીધો છે. જ્યારે 52 લાખ સિનિયર સિટીઝનોએ પ્રિકોશન ડોઝ લીધો છે. આમ 94.19 કરોડ લોકોએ પ્રથમ અને 71.6 કરોડ લોકોએ બીજો ડોઝ લીધો છે. દેશમાં કોરોના રસીકરણ અભિયાનને વધારે તેજ બનાવવામાં આવ્યું છે. તેમજ તમામ લોકો કોવિડ-19ની રસીથી સુરક્ષિત બંને તેવા પ્રયાસો કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા કરાય છે.