1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કોરોના વાયરસઃ મુંબઈ બાદ ગુજરાતમાં કોરોનાના નવા વેરિએન્ટની એન્ટ્રી
કોરોના વાયરસઃ મુંબઈ બાદ ગુજરાતમાં કોરોનાના નવા વેરિએન્ટની એન્ટ્રી

કોરોના વાયરસઃ મુંબઈ બાદ ગુજરાતમાં કોરોનાના નવા વેરિએન્ટની એન્ટ્રી

0
Social Share

અમદાવાદ, 9 એપ્રિલ. હવે દેશમાં કોરોનાના નવા XE વેરિએન્યની એન્ટ્રી થઈ છે. મુંબઈ બાદ હવે ગુજરાતમાં XE નો કેસ સામે આવ્યો છે. ગુજરાતમાં જે વ્યક્તિમાં કોરોનાનો XE વેરિએન્ટ મળી આવ્યો છે તે 13 માર્ચે કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, એક સપ્તાહ બાદ તેની તબિયતમાં સુધારો થયો હતો. સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. હવે જ્યારે પરિણામો આવ્યા ત્યારે જાણવા મળ્યું કે તે XE વેરિઅન્ટથી સંક્રમિત હતો. ચિંતાની વાત એ છે કે XE વેરિઅન્ટ Omicron કરતાં વધુ ચેપી છે. દરમિયાન કેન્દ્ર સરકાર પાંચ રાજ્યોને કોરોનાના નવા વેરિએન્ટને લઈને સાબદા કરવામાં આવ્યાં છે. તેમજ જરૂરી પગલા લેવા માટે સૂચના આપી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર વડોદરાના એક દર્દીમાં કોરોના વાયરસનો નવો વેરિએન્ટ મળી આવ્યો છે.  રાજ્યમાં 24 કલાકમાં કોરોના ચેપના 20 કેસ નોંધાયા છે, જેમાં ગાંધીનગરમાં સૌથી વધુ 17 કેસ નોંધાયા હતા. ગાંધીનગર શહેરના આ કેસોમાં નેશનલ લો યુનિવર્સિટીના 15 કેસનો સમાવેશ થાય છે. કોવિડ XE મ્યુટેટેડ વાયરસ દસ ગણી ઝડપે ચેપ લગાડે છે પરંતુ તે જીવલેણ નથી. વાઈરોલોજીના નિષ્ણાતોનું માનવું છે કે બે વેરિઅન્ટના મ્યુટેશનથી બનેલું આ નવું વેરિઅન્ટ પોતાની મેળે જ ખતમ થઈ જશે.

દેશમાં ‘XE’ વેરિઅન્ટનો પહેલો કેસ મુંબઈમાં નોંધાયો હતો. આ પ્રકાર ઓમિક્રોન કરતાં 10 ગણો વધુ ચેપી હોવાનું માનવામાં આવે છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપાલિટીના એક અધિકારીએ જણાવ્યું હતું કે જીનોમ સિક્વન્સિંગ લેબોરેટરીમાં 11મી બેચના 376 સેમ્પલના સિક્વન્સિંગમાં આ પરિણામ જોવા મળ્યું હતું. આ સિવાય કપ્પા સ્વરૂપના એક કેસની પણ પુષ્ટિ થઈ છે. ‘XE’ વેરિઅન્ટનો પહેલો કેસ યુકેમાં આવ્યો હતો. મુંબઈ મોકલવામાં આવેલા 230 નમૂનાઓમાંથી 228 ઓમિક્રોનના હતા જ્યારે એક કપ્પા અને ‘XE’ વેરિઅન્ટના હતા. અધિકારીએ જણાવ્યું કે, સંક્રમિત દર્દીની સ્થિતિ ગંભીર નથી. ‘XE’ પ્રકાર Omicron ના BA2 સબફોર્મ કરતાં 10 ટકા વધુ ચેપી લાગે છે.

(PHOTO-FILE)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code