
ગુજરાતમાં આગામી સમયમાં કોર્ટની કામગીરી પેપર લેસ થશે
અમદાવાદઃ ડાંગ જિલ્લાના આહવામાં નવનિર્મિત કોર્ટ બિલ્ડીંગનું ગુજરાત હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટીસ એ.જે.દેસાઈ અને રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ યોજાયું હતું. આ પ્રસંગ્રે એક્ટિંગ ચીફ જસ્ટીસ એ.જે.દેસાઈએ જણાવ્યું હતું કે, કોર્ટમાં કેસનું ભારણ ઓછુ થાય તે અનુસાર કાર્યવાહી કરીને કેસોના સમાધાન થાય તે જરુરી છે. આ ઉપરાંત તેમણે વકીલોને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. કોર્ટની કાર્યવાહી પેપર લેસ બનશે તેવો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગ્રે રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, લોકશાહીનો આધાર ન્યાયીક તંત્ર છે. જે માટે રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે ન્યાય વ્યવસ્થા માટે 2016 કરોડની ફાળવણી કરવામા આવી છે. જનતાને યોગ્ય ન્યાય અપાવવા માટે ન્યાય અપાવવા માટે ન્યાયતંત્ર કાર્યરત છે. રાજ્યની જનતાના સર્વાંગી વિક્સાની સાથે કાનૂની વ્યવસ્થા જાળવણી ખુબ જરુરી છે. રાજ્યની જનતાના વિકાસ માટે સરકાર કટ્ટીબ્ધ છે. આ પ્રસંગ્રે રાજ્યની વડી અદાલતના એક્ટિંગ ચીફ જસ્ટીસે ડાંગ જિલ્લાના બાળકો જ્યુડીશ્યલ સિસ્ટમમા આવી ઉચ્ચ અભ્યાસ કરવા આહવાન કર્યુ હતુ.
આહવા ખાતે રૂ. 11 કરોડના ખર્ચે નવનિર્મિત કોર્ટની ઈમારત ઉભી કરવામાં આવી છે. અહીં કોર્ટ બિલ્ડીગ 5 કોર્ટ રૂમ, જિલ્લા ન્યાયધીશ, અધિક તેમજ સિવિલ ન્યાયાધીશની કોર્ટ, ચેમ્બર, બાર રૂમ, ઇન્કવાયરી રૂમ, કોન્ફરન્સ હોલ, રજીસ્ટ્રાર અને વહીવટી બ્રાન્ચ વગેરે સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. લોકાર્પણ પ્રસંગ્રે ન્યાયધીશો અને મોટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહ્યાં હતા.