
ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલીએ 100 મિલિયન ફોલોઅર્સની ખૂશી વ્યક્ત કરતો વીડિયો શેર કર્યો
- વિરાટ કોહલીના 100 મિલીયન ફોલોઅર્સ
- ઈન્સ્ટ્રા પર વિરાટે ખુશી વ્યક્ત કરી
દિલ્હી – વિરાટ કોહલી ના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 100 મિલિયન ફોલોઅર્સ થઇ ચૂક્યા છે ,આ મામલે તેણે અનેર સ્ટાર્સને પાછળ પછાડ્યા છે, કરોડોની સંખ્યામાં ફોલોઅર્સ ધરાવતા વિરાટ કોહલીએ આ મામલે ખુશી વ્યક્ત કરી છે, વિરાટ ક્રિકેટરની સાથે સાથે એશીયાનો જાણીતો પ્રથમ નંબરનો સેલીબ્રીટી છે, જેના ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોઅર્સ છે.
સમગ્ર ક્રિકેટ વર્લ્ડમાં જો એક ડોકીયું કરીએ તો ક્રિસ્ટીયાનો રોનાલ્ડો લિયોનલ મેસી અને નેમાર બાદ તે વિરાટ એવો ચોથો ખેલાડી છે, જેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આટલા પ્રમાણમાં ફોલોઅર્સ છે. વિરાટ એ એક ખાસ વિડીયો સાથે પોતાની ફોલોઅર્સનો આભાર વ્યક્ત કર્યો છે.
https://www.instagram.com/virat.kohli/?utm_source=ig_embed
વિરાટ કોહલીએ વિડીયો શેર કર્યો હતો,તેણ વિડીયોને શેર કરતા લખ્યુ છે કે, તમે આ સફરને ખૂબસુરત બનાવ્યો છે. આ પ્રેમ માટે આપ દરેકનો આભારી છુંં. થેંક્યુ 100 મિલિયન, વિરાટ કોહલીની હાલ વિશ્વનો શ્રેષ્ઠ બેટ્સમેન તરીકે ઓળખવામાં આવી રહ્યો છે, તે સોશિયલ મીડિયામાં ,તત એક્ટિવ પણ રહેતો હોય છે, તેણે બોલિવૂડ અભિનેત્રી એનુષ્કા શરામા સાથે લગ્ન કર્યા છે. તેને હાલમાં જ એક દીકરી પણ થઈ છે, વિરાટ અને અનુષ્કાની પ્રેમની વાતો હંમેશા ચર્ચિત રહે છે, બન્ને પસંદીદા કપલમાં ગણાય રહ્યા છે
સાહિન-