તળાવના કિનારે પાણી પીતા ચિત્તા ઉપર મગરનો હુમલો, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
નવી દિલ્હીઃ જંગલમાં જંગલી પ્રાણીઓ વચ્ચે ઈનફાઈટની ઘટનાઓ અવાર-નવાર સામે આવે છે. દરમિયાન હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જે અનુસાર જંગલમાં તળાવ કિનારે પાણી પીતા ચિતા ઉપર અચાનક મગરે હુમલો કર્યો હતો.
વાયરલ વીડિયોમાં એક વિશાળ મગરની અદભુત શિકાર ક્ષમતા જોશો જે તેના શિકાર પર ખૂબ જ ચપળતા અને ઝડપ સાથે હુમલો કરે છે. વીડિયોની શરૂઆતમાં, એક ચિતા તળાવના કિનારે પાણી પીતો જોવા મળે છે અને બીજી જ ક્ષણે એક શક્તિશાળી મગર અચાનક પાણીમાંથી બહાર આવે છે અને તેના પર હુમલો કરે છે અને ચિત્તાનું માથું પકડી લે છે. ચિતાને તેના જડબામાં પકડીને મગર તળાવની અંદર ગાયબ થઈ જાય છે. આ આખું દ્રશ્ય જોઈને કોઈ પણ ડરી જશે.
— Vicious Videos (@ViciousVideos) March 4, 2023
આ વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. તરસ્યા ચિતાને ખબર ન હતી કે બીજી જ ક્ષણે તે તેના મૃત્યુનો સામનો કરવાનો છે. તેથી જ કહેવાય છે કે નજર હટી દુર્ઘટના ઘટી, થોડી ભૂલ અને જંગલનું સૌથી ખતરનાક પ્રાણી પણ બીજા પ્રાણી માટે ખોરાક બની જાય છે.