નવી દિલ્હીઃ વૈશ્વિક મહામારી કોવિડ-19નું ઉદભવ સ્થાન ગણાતા ચીનમાં કોરોનાને પગલે અર્થતંત્ર ખોરવાયું છે. જેના પરિણામે ચીનના આર્થિક વિકાસ દરના લક્ષ્યમાં કાપ જોવા મળી રહ્યો છે. ચીનમાં આ વર્ષ માટે સામાન્ય કહી શકાય તેવો પાંચ ટકાના આર્થિક વિકાસનો દરનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. સરકારના એક વર્કિંગ રિપોર્ટ અનુસાર, નેશનલ પીપલ્સ કોંગ્રેસ એટલે કે એનપીસીએ પોતાના વાર્ષિક સંસદીય સત્રને કિક-ઓફ કર્યું છે. આ વર્ષે પાંચ ટકાનો લક્ષ્ય ગણો ઓછો છે, કેમ કે પોલીસી સોર્સે તાજેતરમાં જ જણાવ્યું હતું કે, ઈકોનોમી ગ્રોથ લક્ષ્યની સીમા 6 ટકા સુધી નિર્ધારીત કરી શકાય તેમ હતી.
રિપોર્ટમાં પ્રીમિયર લી કેકિયાંગએ કહ્યું છે કે, આર્થિક સ્થિરતાને પ્રાથમિકતા આપવી જરુરી છે. આ વર્ષે લગભગ 12 મિલિયન શહેરી રોજગારી ઉભો કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જે ગયા વર્ષની સરખામણીએ વધારે છે. ચીનમાં ઘરેલુ ઉત્પાદન (જીડીપી)માં ગયા વર્ષે માત્ર 3 ટકા વૃદ્ધિ થઈ હતી. છેલ્લા એક દાયકામાં ઈકોનોમી ગ્રોથ ઓછો હતો અને છેલ્લા ચાર દાયકામાં ખરાબ પ્રદર્શન હતું. ચીનની સરકારે કોવિડને લઈને આકરા પ્રતિબંધ લગાવ્યાં હતા. જેના પગલે આર્થિક ગતિવિધીઓ સુસ્ત પડી છે. લીએ સરકારી બજેટમાં નુકસાનનો લક્ષ્ય જીડીપીનો 3 ટકા દર નિર્ધારિત કર્યો હતો. એવુ માનવામાં આવી રહ્યું છે, આ વર્ષે સંસદીય સત્રમાં સરકાર મોટા ફેરબદલ લાગુ કરવાના નિર્ણયની જાહેરાત કરી છે. આર્થિક મોરચા ઉપર ચીન હાલ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. કોવિડથી પ્રભાવિત પોતાના અર્થતંત્રને પાટે ચડાવવા માટે ચીનની સરકાર પ્રયાસો કરી રહી છે.
દુનિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીનથી શરૂ થયેલા કોરોના વાયરસનો પ્રકોપ આ માટે મુસિબતનું કારણ બની છે. વર્ષ 2022માં દેશમાં કોરોના ઉપર કાબુ મેળવવા માટે અનેક આકરા પગલા લેવાયાં હતા. તેમજ રિયલ એસ્ટેટમાં આવેલી મંદીને પગલે ચીનનો ઈકોનોમિક ગ્રોથ 3 ટકા નોંધાઈ હતી.