નવી દિલ્હી, 8 ઓગસ્ટ 2026: પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI) એ જણાવ્યું હતું કે ચુકવણી અને સમાધાન પ્રણાલી અધિનિયમ, 2007 માં સુધારા છતાં, ગ્રાહકો અને નાના વ્યવસાયો કોઈપણ ફી વિના યુનિફાઇડ પેમેન્ટ સિસ્ટમ (UPI) નો ઉપયોગ કરવાનું ચાલુ રાખશે. PCI નું આ નિવેદન લોકસભા દ્વારા કરવેરા અને અન્ય કાયદા (સુધારા) બિલ, 2026 પસાર કર્યાના એક દિવસ પછી આવ્યું છે, જે સરકારને UPI સહિત ડિજિટલ ચુકવણી પદ્ધતિઓ પર ફી વસૂલવાની મંજૂરી આપે છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જારી કરાયેલા એક નિવેદનમાં, PCI એ જણાવ્યું હતું કે UPI 2016માં લોન્ચ થયા પછી ગ્રાહકો માટે મફત છે અને ડિજિટલ ચુકવણીઓ વ્યવહાર ફીથી મુક્ત રહેશે. કાઉન્સિલે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે કરિયાણાની દુકાનો સહિત નાના વ્યવસાયો પાસેથી UPI ચુકવણી સ્વીકારવા માટે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) વસૂલવામાં આવશે નહીં.
-
ભવિષ્યમાં પણ ગ્રાહકો પાસેથીકોઈ શુલ્ક લેવાશે નહીંઃ પીસીઆઈ
વધુમાં, PCI એ જણાવ્યું હતું કે ભવિષ્યમાં મોટા વ્યવસાયો પર વેપારી સેવા ફી લાદવામાં આવે તો પણ, UPI નો ઉપયોગ કરવા માટે ગ્રાહકો પાસેથી કોઈ શુલ્ક લેવામાં આવશે નહીં. કાઉન્સિલે સ્પષ્ટતા કરી હતી કે, જ્યાં પણ લાગુ પડે ત્યાં, MDR ફી વેપારીઓ અને ચુકવણી સેવા પ્રદાતાઓ વચ્ચેની એક વ્યાપારી વ્યવસ્થા છે. ગ્રાહકો પર આ ફીનો બોજ નથી.
બિલ પસાર થયા પછી નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ સ્પષ્ટતા કરી હતી કે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ફક્ત વેપારીઓને જ લાગુ પડે છે. સીતારમણે જણાવ્યું હતું કે તેનો ગ્રાહકો સાથે કોઈ સંબંધ નથી. આ રોકાણ નાણાકીય માળખાગત સુવિધા અને સુરક્ષાને મજબૂત બનાવે છે. આ સંદર્ભમાં, પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI) એ પણ પુષ્ટિ આપી છે કે UPI સેવાઓ ગ્રાહકો માટે સંપૂર્ણપણે મફત રહેશે.
ઉલ્લેખનીય છે કે, નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે MDR ફી વેપારીઓને લાગુ પડે છે, ગ્રાહકોને નહીં. આ રકમનો ઉપયોગ બેંકો અને નાણાકીય ટેકનોલોજી કંપનીઓ તેમના માળખાગત સુવિધા અને સુરક્ષાને સુધારવા માટે કરે છે. તેમણે કોંગ્રેસના નેતા જયરાશ રમેશના દાવાને પણ ફગાવી દીધો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે UPIનો ઉપયોગ કરવાનો બોજ સામાન્ય લોકો પર વધી શકે છે.


